યુએસ સુપ્રીમ કોર્ટે ગર્ભપાતને કાયદેસર બનાવતાં પાંચ દાયકા જૂના નિર્ણયને પલટાવી દીધો છે. જેના પછી દેશના વિવિધ શહેરોમાં દેખાવો થઈ રહ્યા છે.
2/7
આ પછી અમેરિકાના વિવિધ રાજ્યો મહિલાઓ માટે ગર્ભપાતનો અધિકારી કાયદેસર રહેશે કે નહીં તે અંગે પોતાના નિયમો બનાવી શકે છે.
3/7
એવું માનવામાં આવે છે કે આ કાયદા બાદ અમેરિકા અડધાથી વધુ રાજ્યો ગર્ભપાત કાયદાને લગતાં નવા નિયંત્રણો લાગુ કરી શકે છે.
4/7
13 રાજ્યો પહેલાથી જ ગર્ભપાતે કાયદેસર ગણાવતા કાયદા પસાર કરી ચૂક્યા છે, સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ આ કાયદા અમલમાં આવશે.
5/7
અમેરિકાની સુપ્રીમ કોર્ટે વર્ષ 1973માં અમેરિકામાં ગર્ભપાતને લઈને નિર્ણય આપ્યો હતો. 1973ના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે મહિલાઓને ગર્ભ ધારણ કરવો કે નહીં તે નક્કી કરવાનો અધિકાર છે. જોકે, ગર્ભપાતથી બંધારણીય અધિકારો છીનવાઈ જવાને લઈને મોટાભાગના અમેરિકનોમાં નારાજગી છે.
6/7
રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે પણ સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ચિંતા વ્યક્ત કરી હતી.