શોધખોળ કરો
World Cup Fastest Century: દક્ષિણ આફ્રિકાના માર્કરમે ફટકારી વર્લ્ડકપની સૌથી ઝડપી સદી, જાણો આ રેકોર્ડ લિસ્ટના ટોપ-5 બેટ્સમેન
દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન એડન માર્કરામે શ્રીલંકા સામે વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારી હતી. એડન માર્કરામે માત્ર 49 બોલમાં સદીનો આંકડો પાર કરી લીધો હતો. (ફોટો ક્રેડિટ- PTI)

વર્લ્ડકપમાં સૌથી ઝડપી સદી ફટકારનારો બેટ્સમેન બન્યો માર્કરામ
1/5

એઇડન માર્કરામે શ્રીલંકા સામે વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારી હતી. આ ખેલાડીએ 49 બોલમાં સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી હતી. તેણે પોતાની ઇનિંગમાં 14 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. આ રીતે એડન માર્કરામ વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી ઓછા બોલમાં સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. (ફોટો ક્રેડિટ- PTI)
2/5

આયર્લેન્ડના કેવિન ઓ'બ્રાયન આ યાદીમાં બીજા સ્થાને છે. વર્લ્ડ કપ 2011માં કેવિન ઓ'બ્રાયન 50 બોલમાં સદી ફટકારી હતી. આ મેચમાં આયર્લેન્ડે કેવિન ઓ'બ્રાયનની સદીની મદદથી ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
3/5

ઑસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલ એઇડન માર્કરામ અને કેવિન ઓ'બ્રાયન પછી ત્રીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાના આ ઓલરાઉન્ડરે વર્લ્ડ કપ 2015માં માત્ર 51 બોલમાં સદીનો આંકડો પાર કર્યો હતો. તેણે આ સદી પાકિસ્તાન સામે ફટકારી હતી. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
4/5

દક્ષિણ આફ્રિકાના પૂર્વ બેટ્સમેન એબી ડી વિલિયર્સ ચોથા નંબર પર છે. વર્લ્ડ કપ 2015માં એબી ડી વિલિયર્સે વેસ્ટ ઈન્ડિઝ સામે 52 બોલમાં સદી ફટકારી હતી. વર્લ્ડ કપના ઈતિહાસમાં આ ચોથી સૌથી ઝડપી સદી છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
5/5

ઈંગ્લેન્ડનો ભૂતપૂર્વ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન ઈયોન મોર્ગન પાંચમા નંબર પર છે. વર્લ્ડ કપ 2019માં ઈયોન મોર્ગને અફઘાનિસ્તાન સામે 57 બોલમાં સદી ફટકારી હતી. ODI વર્લ્ડ કપના ઈતિહાસમાં આ પાંચમી સૌથી ઝડપી સદી છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
Published at : 08 Oct 2023 07:45 AM (IST)
આગળ જુઓ
Advertisement