શોધખોળ કરો
પાંચ વખત Under 19 World Cup જીતી ચૂકી છે ટીમ ઇન્ડિયા, જાણો કોણે કોણે ભારતને બનાવ્યું હતું ચેમ્પિયન?
અંડર-19 વર્લ્ડ કપ 2024માં અત્યાર સુધી અપરાજિત રહેલી ટીમ ઈન્ડિયા ઉદય સહારનની કેપ્ટનશીપમાં ફાઇનલમાં પહોંચી ગઈ છે.ભારતે મંગળવારે રમાયેલી રોમાંચક સેમિફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 2 વિકેટે હરાવ્યું હતું.

ફોટોઃ ટ્વિટર
1/6

અંડર-19 વર્લ્ડ કપ 2024માં અત્યાર સુધી અપરાજિત રહેલી ટીમ ઈન્ડિયા ઉદય સહારનની કેપ્ટનશીપમાં ફાઇનલમાં પહોંચી ગઈ છે. ભારતે મંગળવારે રમાયેલી રોમાંચક સેમિફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 2 વિકેટે હરાવ્યું હતું.
2/6

ભારતે વર્ષ 2000માં પ્રથમ વખત અંડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો. આ સમયે ભારતીય ટીમની કેપ્ટનશીપ મોહમ્મદ કૈફ કરી રહ્યો હતો.
3/6

પ્રથમ ટાઇટલ બાદ ભારતે બીજા વર્લ્ડ કપ ટાઇટલ માટે 8 વર્ષ રાહ જોવી પડી હતી. વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ભારતે બીજી વખત અંડર-19 વર્લ્ડ કપ પર કબજો કર્યો હતો.
4/6

ભારતીય ટીમે 4 વર્ષના ગાળા બાદ 2012માં ત્રીજો વર્લ્ડ કપ ટાઈટલ જીત્યો હતો. આ વર્ષે ભારતીય ટીમની કેપ્ટનશીપ ઉન્મુક્ત ચંદના હાથમાં હતી.
5/6

આ પછી ભારતીય ટીમે 6 વર્ષની રાહ જોયા બાદ ચોથો વર્લ્ડ કપ જીત્યો હતો. વર્ષ 2018માં ભારતીય ટીમ પૃથ્વી શૉના નેતૃત્વમાં વર્લ્ડ કપ ચેમ્પિયન બની હતી.
6/6

યશ ઢૂલની કેપ્ટનશીપમાં ભારતને છેલ્લી વખત વર્લ્ડ કપનું ટાઇટલ જીતવાનો આનંદ મળ્યો. યશે વર્ષ 2022માં ભારતીય ટીમને પાંચમી વખત અંડર-19 વર્લ્ડ કપ ચેમ્પિયન બનાવ્યું હતું.
Published at : 07 Feb 2024 12:06 PM (IST)
આગળ જુઓ
Advertisement