શોધખોળ કરો
ભારતની આ મહિલા ક્રિકેટરે તાબડતોડ ઠોકી નાંખ્યા 20,000 રન, ક્રિકેટ ઇતિહાસમાં બની ગઇ દુનિયાની નંબર વન ખેલાડી.........

Mithali_Raj
1/7

મુંબઇઃ ભારતની વનડે ટીમની કેપ્ટન મિતાલી રાજે નવો ઇતિહાસ રચી દીધો છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી પહેલી મેચમાં મિતાલી રાજે 107 બૉલ પર 61 રનોની ધમાકેદાર ઇનિંગ રમી.
2/7

આ ઇનિંગની સાથે જ મિતાલી રાજે ક્રિકેટના તમામ ફોર્મેટમાં કેરિયરના 20,000 રન પુરા કરી લીધા છે. આ મુકામ હાંસલ કરનારી મિતાલી રાજ દુનિયાની પહેલી મહિલા ક્રિકેટર છે.
3/7

મિતાલી રાજે 217 વનડે મેચોમાં 7304 રન બનાવ્યા છે. જ્યારે 11 ટેસ્ટમાં તેને કુલ 669 રન બનાવ્યા છે. 89 ટી20માં મિતાલી રાજે 2364 રન બનાવ્યા છે. ઘરેલુ ક્રિકેટમાં મિતાલી રાજનુ પ્રદર્શન હંમેશા શાનદાર રહ્યું, અને આ ઉપરાંત કોઇપણ મહિલા ક્રિકેટર આ મુકામને હાંસલ કરવાની નજીક પણ નથી.
4/7

મિતાલી રાજે મંગળવારે 63 રનની ઇનિંગ રમી અને ત્રીજી વિકેટ માટે યાસ્તિકા ભાટિયા (35)ની સાથે 77 રન જોડ્યા. આ ક્રમમાં મિતાલી રાજે પોતાની 59મી વનડે ફિફ્ટી પણ ફટકારી. મિતાલીએ ભારતને 50 ઓવરમાં 225/8 સુધી પહોંચાડવામાં મદદ કરી પરંતુ ભારત આ મેચ નવ વિકેટથી હરી ગયુ.
5/7

મંગળવારની ઇનિંગમાં ભારતના વનડે કેપ્ટનને બેટ્સમેનો માટે આઇસીસી મહિલા વનડે રેન્કિંગમાં નંબર એક સ્થાન પર ટકી રહેવા માટે મદદ મળી. મિતાલી રાજ 762 પૉઇન્ટ સાથે ટૉપ પર છે.
6/7

મિતાલી રાજે વર્ષ 1999માં ભારત માટે ડેબ્યૂ કર્યુ હતુ. મિતાલી છેલ્લા 22 વર્ષોથી સતત ભારત માટે સારુ પ્રદર્શન કરતી આવી રહી છે. મિતાલી રાજે તાજેતરમાં જ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પણ સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
7/7

મિતાલી રાજ
Published at : 22 Sep 2021 11:40 AM (IST)
આગળ જુઓ
Advertisement