શોધખોળ કરો

Pakistan Test: પાકિસ્તાની ટીમના નામે નોંધાયો એક શરમજનક રેકોર્ડ, 145 વર્ષમાં પહેલીવાર બની આ ઘટના

ટેસ્ટ ક્રિકેટના 145 વર્ષ અને અત્યાર સુધી રમાયેલી 2484 ટેસ્ટ મેચોમાં કોઇપણ ટીમની પહેલા બે બેટ્સમેનો સ્ટમ્પિંગથી આઉટ થયા

Pakistan vs New Zealand Karachi Test: પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની વચ્ચે ટેસ્ટ સીરીઝની પહેલી મેચ કરાંચીમાં રમાઇ રહી છે. પાકિસ્તાને ટૉસ જીતને પહેલા બેટિંગ કરવાનો ફેંસલો કર્યો છે. આ દરમિયાન નેશનલ સ્ટેડિયમમાં રમાઇ રહેલી ટેસ્ટમાં એક અનોખો રેકોર્ડ બન્યો. ટેસ્ટ ક્રિકેટમાં એવુ પહેલીવાર થયુ છે જ્યારે કોઇ ટીમની પહેલી વિકેટો સ્ટમ્પિંગ દ્વારા આઉટ થઇ હોય. 

શફીફ- શાનના નામે નોંધાયો આ રેકોર્ડ - 
ટેસ્ટ ક્રિકેટના 145 વર્ષ અને અત્યાર સુધી રમાયેલી 2484 ટેસ્ટ મેચોમાં કોઇપણ ટીમની પહેલા બે બેટ્સમેનો સ્ટમ્પિંગથી આઉટ થયા, પરંતુ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઇ રહેલી કરાંચી ટેસ્ટમાં આ રેકોર્ડ બન્યો, ઇનિંગની શરૂઆત કરવા આવેલા અબ્દુલ્લ્હ શફીફને એજાજ પટેલના બૉલ પર વિકેટકીપર ટૉમ બ્લન્ડેલે સ્ટમ્પિંગ કરી, આ પછી ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવેલા શાન મસૂદને માઇકલ બ્રાસવેલના બૉલ પર બ્લન્ડેલે સ્ટમ્પ આઉટ કર્યો, આ રીતે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પહેલીવાર કોઇ ટીમના પહેલી બે વિકેટો સ્ટમ્પિંગ દ્વારા આઉટ થઇ. 

Pakistan Cricket: શાહિદ આફ્રિદીને મળી મોટી જવાબદારી, રાષ્ટ્રીય પસંદગી સમિતિના વચગાળાના અધ્યક્ષ બનાવાયા

Shahid Afridi:  પાકિસ્તાન ક્રિકેટમાં પરિવર્તનનો યુગ ચાલી રહ્યો છે. આ ક્રમમાં પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ની મેનેજમેન્ટ કમિટીએ શાહિદ આફ્રિદીની પાકિસ્તાનની રાષ્ટ્રીય પુરૂષ ક્રિકેટ ટીમ પસંદગી સમિતિના વચગાળાના અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી છે.  તેની સાથે અબ્દુલ રઝાક અને રાઉ ઈફ્તિખાર અંજુમને પણ પસંદગી સમિતિની પેનલમાં સ્થાન આપવામાં આવ્યું છે.આ ત્રણ સભ્યોની પસંદગી સમિતિની તાત્કાલિક અસરથી રચના કરવામાં આવી છે જેથી તે આગામી ન્યૂઝીલેન્ડ શ્રેણી માટે જાહેર કરાયેલ પાકિસ્તાની ટીમની સમીક્ષા કરી શકે. વાસ્તવમાં મોહમ્મદ વસીમની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ હકાલપટ્ટી પહેલા ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે પાકિસ્તાનની ટેસ્ટ ટીમની જાહેરાત કરી હતી. હવે શાહિદ આફ્રિદીના નેતૃત્વમાં નવી વચગાળાની પસંદગી સમિતિ પાકિસ્તાનની ટેસ્ટ ટીમની સમીક્ષા કરશે.

ઉલ્લેખનીય છે કે આ અઠવાડિયે પાકિસ્તાન ક્રિકેટમાં મોટા ફેરફારો થયા છે. રમીઝ રાજાને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા છે અને તેમની જગ્યાએ નજમ સેઠીને આગામી ચાર મહિના માટે પાકિસ્તાનના ક્રિકેટ મામલાની દેખરેખ રાખનારી મેનેજમેન્ટ કમિટીના પ્રભારી બનાવવામાં આવ્યા છે. તે 14 સભ્યોની કમિટીની મદદથી પાકિસ્તાનના ક્રિકેટ મામલાઓનું ધ્યાન રાખશે. તેમણે ગુરુવારે જ પોતાનું પદ સંભાળ્યું હતું. આજે (શનિવાર) તેઓએ વચગાળાની પસંદગી સમિતિની રચના કરી છે. આવનારા થોડા દિવસોમાં તે વધુ મોટા નિર્ણયો લઈ શકે છે.

આ પહેલા પણ નજમ સેઠી પીસીબીના અધ્યક્ષ રહી ચૂક્યા છે. 2013 થી 2018 ની વચ્ચે તેઓ PCB ના ચેરમેન અને CEO હતા. ઈમરાન ખાનની સરકાર બનતાની સાથે જ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. નજમ સેઠીને ફરી એકવાર પાકિસ્તાન ક્રિકેટ બાબતોના પ્રભારી બનાવવામાં આવ્યા હતા જ્યારે પાકિસ્તાન સરકારે બુધવારે એક જાહેરનામું બહાર પાડ્યું હતું, જેમાં રમીઝ રાજાને બદલીને અને પાકિસ્તાનમાં ક્રિકેટ બાબતોની દેખરેખ માટે એક મેનેજિંગ કમિટીની નિમણૂક કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
અહીં દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ, કિંમત 50% થી પણ ઓછી હોય છે
અહીં દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ, કિંમત 50% થી પણ ઓછી હોય છે
School Closed: ભારે વરસાદની આગાહીના પગલે ગુજરાતમાં અહીં સ્કૂલોમાં રજા કરવામાં આવી જાહેર, જાણો વિગત
School Closed: ભારે વરસાદની આગાહીના પગલે ગુજરાતમાં અહીં સ્કૂલોમાં રજા કરવામાં આવી જાહેર, જાણો વિગત
બીપીએલ રાશન કાર્ડ ધારકોને મળે છે 10 લાખ રૂપિયા સુધીની લોન, જાણો કેવી રીતે કરી શકો છો અરજી
બીપીએલ રાશન કાર્ડ ધારકોને મળે છે 10 લાખ રૂપિયા સુધીની લોન, જાણો કેવી રીતે કરી શકો છો અરજી
Junagadh Rain: ભારે વરસાદથી વિલિંગ્ડન ડેમ થયો ઓવરફ્લો, આહલાદક દ્રશ્ય જોવા શહેરીજનો ઉમટ્યા
Junagadh Rain: ભારે વરસાદથી વિલિંગ્ડન ડેમ થયો ઓવરફ્લો, આહલાદક દ્રશ્ય જોવા શહેરીજનો ઉમટ્યા
Embed widget