શોધખોળ કરો

T20 WC Prize Money: આજે ફાઇનલ જીતનારી અને હારનારી બન્ને ટીમો થશે માલામાલ, પ્રાઇસ મની જાણીને ઉડી જશે હોશ

T20 World Cup 2024 Prize Money: ટી20 વર્લ્ડકપ 2024ની શરૂઆત પહેલા ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ આ ટૂર્નામેન્ટ માટે કુલ 11.25 મિલિયન યુએસ ડોલરની ઇનામી રકમની જાહેરાત કરી હતી

T20 World Cup 2024 Prize Money: ટી20 વર્લ્ડકપ 2024ની શરૂઆત પહેલા ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ આ ટૂર્નામેન્ટ માટે કુલ 11.25 મિલિયન યુએસ ડોલરની ઇનામી રકમની જાહેરાત કરી હતી. ભારતીય ચલણમાં આ રકમ અંદાજે 93.5 કરોડ રૂપિયા જેટલી છે. તમને જણાવી દઈએ કે 2022માં આયોજિત વર્લ્ડકપની સરખામણીમાં ઈનામની રકમ લગભગ બમણી થઈ ગઈ છે કારણ કે બે વર્ષ પહેલા રાખવામાં આવેલી ઈનામની રકમ લગભગ 46.6 કરોડ રૂપિયા હતી. જેમાંથી લગભગ 13.3 કરોડ રૂપિયા વિજેતા ટીમ ઈંગ્લેન્ડને ઈનામ તરીકે આપવામાં આવ્યા હતા. તો ચાલો જાણીએ 2024 ટી20 વર્લ્ડકપમાં વિજેતા ટીમને કેટલા પૈસા મળવાના છે.

વિજેતાને મળશે લગભગ 20 કરોડ 
ટી20 વર્લ્ડકપ 2024ની ફાઇનલમાં ભારત અને સાઉથ આફ્રિકા આમને સામને ટકરાશે અને તેમાંથી જે પણ વિજેતા બનશે તેને ભારતીય ચલણમાં લગભગ 20.4 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળશે. બીજીતરફ, રનર્સ અપને આમાંથી અડધુ એટલે કે 10.6 કરોડ રૂપિયા આપવામાં આવશે. આ વર્લ્ડકપમાં સૌથી નીચું સ્થાન મેળવનારી ટીમોને પણ પૈસા આપવામાં આવશે. સેમિફાઇનલમાં હારનારી ટીમો પણ અમીર બનશે, કારણ કે તે બંને ટીમોને 6.5 કરોડ રૂપિયા મળવાના છે.

અન્ય ટીમો પણ થશે માલામાલ  
4 સેમિફાઈનલ ટીમો ઉપરાંત સુપર-8 સ્ટેજથી આગળ ના વધી શકી તે 4 ટીમો માટે પણ ઘણા પૈસા ફાળવવામાં આવ્યા છે. સુપર-8થી આગળ ના વધનારી ​​દરેક ટીમને અંદાજે 3.19 કરોડ રૂપિયા મળશે. ઈનામી રકમનો લાભ માત્ર આ ટીમોને જ નહીં પરંતુ ગ્રુપ સ્ટેજમાં બહાર થઈ ગયેલી 12 ટીમોને પણ મળશે. ગ્રુપ સ્ટેજમાં તેના ગ્રુપમાં ત્રીજા ક્રમે આવનાર દરેક ટીમને 2.5 કરોડ રૂપિયા મળશે. જે ટીમો પોઈન્ટના આધારે 13માથી 20મા ક્રમે છે. તે દરેક ટીમને 1.87 કરોડ રૂપિયાની રકમ આપવામાં આવશે.

દર મેચ જીતવા પર 26 લાખ રૂપિયા 
ICC એ ઈનામની રકમમાં એક જોગવાઈ પણ ઉમેરી છે કે ટી20 વર્લ્ડકપ 2024માં મેચ જીતવા પર 26 લાખ રૂપિયા અલગથી આપવામાં આવશે. ઉદાહરણ તરીકે, જો કોઈ ટીમ ટૂર્નામેન્ટમાં માત્ર એક જ જીત નોંધાવવામાં સફળ રહી છે, તો તેને અલગથી 26 લાખ રૂપિયા મળશે. 2 મેચ જીતનાર ટીમને 52 લાખ રૂપિયાની અલગથી રકમ આપવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદમાં હિમાલય મોલ પાસે નબીરાએ સર્જ્યો અકસ્માત, સ્થાનિકો સાથે પણ કરી મારામારી
અમદાવાદમાં હિમાલય મોલ પાસે નબીરાએ સર્જ્યો અકસ્માત, સ્થાનિકો સાથે પણ કરી મારામારી
Chhaava: PM મોદી જોશે વિક્કી કૌશલની 'છાવા', સંસદમાં આ દિવસે થશે ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ
Chhaava: PM મોદી જોશે વિક્કી કૌશલની 'છાવા', સંસદમાં આ દિવસે થશે ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ
New Zealand Earthquake: ન્યૂઝીલેન્ડમાં 7ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, જાણો કેવી છે સ્થિતિ?
New Zealand Earthquake: ન્યૂઝીલેન્ડમાં 7ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, જાણો કેવી છે સ્થિતિ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mahuva Palika : મહુવા પાલિકામાં ભાજપના જ સભ્યોનો બળવો, બજેટ નામંજૂરShare Market News :  સતત બીજા દિવસે શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સમાં 150 પોઇન્ટથી વધુનો ઉછાળોAhmedabad Mumbai Train : અમદાવાદ મુબંઈ વચ્ચે ફરી રેલવે વ્યવહાર શરૂ, 5 ટ્રેનો આંશિક રદ, જુઓ અહેવાલAhmedabad Crime : અમદાવાદમાં દારૂના નશામાં નબીરાની ગુંડાગીરી, પથ્થર લઈ લોકો સાથે મારામારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદમાં હિમાલય મોલ પાસે નબીરાએ સર્જ્યો અકસ્માત, સ્થાનિકો સાથે પણ કરી મારામારી
અમદાવાદમાં હિમાલય મોલ પાસે નબીરાએ સર્જ્યો અકસ્માત, સ્થાનિકો સાથે પણ કરી મારામારી
Chhaava: PM મોદી જોશે વિક્કી કૌશલની 'છાવા', સંસદમાં આ દિવસે થશે ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ
Chhaava: PM મોદી જોશે વિક્કી કૌશલની 'છાવા', સંસદમાં આ દિવસે થશે ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ
New Zealand Earthquake: ન્યૂઝીલેન્ડમાં 7ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, જાણો કેવી છે સ્થિતિ?
New Zealand Earthquake: ન્યૂઝીલેન્ડમાં 7ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, જાણો કેવી છે સ્થિતિ?
'અમારી સામાન્ય ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી શકે છે ભારત', કેનેડાની જાસૂસી એજન્સીનો દાવો
'અમારી સામાન્ય ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી શકે છે ભારત', કેનેડાની જાસૂસી એજન્સીનો દાવો
બદ્રીનાથ-કેદારનાથમાં ઓનલાઇન પૂજા બુકિંગ 15 એપ્રિલથી શરૂ, જાણો કેટલો લાગશે ચાર્જ?
બદ્રીનાથ-કેદારનાથમાં ઓનલાઇન પૂજા બુકિંગ 15 એપ્રિલથી શરૂ, જાણો કેટલો લાગશે ચાર્જ?
DC vs LSG match highlights: રોમાંચની પરાકાષ્ઠા! છેલ્લી ઓવરમાં દિલ્હીએ લખનૌને હરાવ્યું, IPL 2025ની સૌથી મોટી ટક્કર
DC vs LSG match highlights: રોમાંચની પરાકાષ્ઠા! છેલ્લી ઓવરમાં દિલ્હીએ લખનૌને હરાવ્યું, IPL 2025ની સૌથી મોટી ટક્કર
DC vs LSG: દિલ્હીની જીત બાદ આશુતોષે કોને કર્યો કૉલ? સામે આવ્યો આખો વીડિયો
DC vs LSG: દિલ્હીની જીત બાદ આશુતોષે કોને કર્યો કૉલ? સામે આવ્યો આખો વીડિયો
Embed widget