(Source: ECI/ABP News/ABP Majha)
Subhman Gill Update:KKR ને લાગ્યો મોટો ઝટકો, શુભમન ગિલ IPL માંથી બહાર, જાણો ક્યાં સુધી નહી રમી શકે ?
ભારતીય ક્રિકેટ ટીમ બાદ હવે આઈપીએલ ફ્રેન્ચાઈઝી કોલકાતા નાઈટ રાઈડર્સને મોટો ઝટકો લાગ્યો છે. ઈજાના કારણે ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરીઝમાંથી બહાર થનારો શુભમન ગિલ હવે IPL 2021ના બીજા તબક્કામાં પણ નહી રમી શકે.
ભારતીય ક્રિકેટ ટીમ બાદ હવે આઈપીએલ ફ્રેન્ચાઈઝી કોલકાતા નાઈટ રાઈડર્સને મોટો ઝટકો લાગ્યો છે. ઈજાના કારણે ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરીઝમાંથી બહાર થનારો શુભમન ગિલ હવે IPL 2021ના બીજા તબક્કામાં પણ નહી રમી શકે. મીડિયા રિપોર્ટ અનુસાર, શુભમન ગિલને ગંભીર ઈજા થઈ છે જેને સાજા થવામાં આશરે ત્રણ મહિના જેટલો સમય લાગી શકે છે. તેનો મતલબ છે કે ગિલને મેચ ફિટનેસ મેળવવામાં ખૂબ સમય લાગસે અને તે આઈપીએલ 2021માં નહી રમી શકે. કોલકાતા નાઈટ રાઈડર્સ માટે મોટો ઝટકો એટલે છે કારણ કે તેના કેપ્ટન મોર્ગનનું પણ બીજા તબક્કામાં રમવું અશક્ય છે અને હવે ગિલ ઈજા થતા તેની પ્લેઈંગ ઈલેવનમાંથી બે મુખ્ય ખેલાડીઓ બહાર થઈ ગયા છે.
મીડિયા રિપોર્ટ અનુસાર શુભમન ગિલ આશરે ત્રણ મહિના સુધી બહાર થઈ ગયો છે. ગિલના બહાર થયા બાદ ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરીઝમાં મયંક અગ્રવાલ અને કેએલરાહુલમાંથી કોઈ એકને બેટિંગ કરવાની તક મળી શકે છે. અન્ય એક રિપોર્ટ છે કે ટીમ ઈન્ડિયા શ્રીલંકા પ્રવાસ પર ગયેલા પૃથ્વી શોને ઈંગ્લેન્ડ બોલાવવા માંગે છે.