T20 World Cup 2024: વર્લ્ડકપ મેચ જોવાની ટિકીટ માત્ર 114 રૂપિયા, આ લોકોને તો સ્ટેડિયમમાં ફ્રી એન્ટ્રી, જાણો
Women's T20 World Cup 2024 Ticket Price: મહિલા ટી20 વર્લ્ડકપ 2024 શરૂઆતમાં બાંગ્લાદેશમાં યોજાવાની હતી, પરંતુ ત્યાં વિરોધને કારણે સ્થિતિ સ્થિર થઈ રહી નથી
Women's T20 World Cup 2024 Ticket Price: મહિલા ટી20 વર્લ્ડકપ 2024 શરૂઆતમાં બાંગ્લાદેશમાં યોજાવાની હતી, પરંતુ ત્યાં વિરોધને કારણે સ્થિતિ સ્થિર થઈ રહી નથી. આવી સ્થિતિમાં ICCએ આગામી વર્લ્ડકપની યજમાની UAEને સોંપી દીધી છે. હવે ICCએ જાહેરાત કરી છે કે વર્લ્ડકપની ટિકિટની કિંમત માત્ર 5 દિરહામથી શરૂ થઈ રહી છે. ભારતીય ચલણમાં 5 દિરહામની કિંમત 114.28 રૂપિયા છે.
UAEમાં 18 દિવસ ચાલનારી આ ટૂર્નામેન્ટને યાદગાર બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વધુ લોકો મેચ જોવા આવે તે સુનિશ્ચિત કરવા માટે ટિકિટની કિંમત ઘણી ઓછી રાખવામાં આવી છે અને 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સ્ટેડિયમમાં ફ્રી એન્ટ્રીની સુવિધા આપવામાં આવી છે. આઈસીસીએ એક વીડિયો પણ જાહેર કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફા પર લેસર શૉ દ્વારા આગામી વર્લ્ડકપને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ સંદર્ભમાં ICC CEO જ્યોફ એલાર્ડિસે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, "આ એક એવી જગ્યા છે જ્યાં વિશ્વભરના પ્રતિનિધિઓ આવશે. આ તમામ 10 ટીમો માટે એક યાદગાર વર્લ્ડકપ બનવા જઈ રહ્યો છે જ્યાં દરેકને જુસ્સાદાર ચાહકોનું સમર્થન મળી રહ્યું છે. મને એ જાહેરાત કરતાં ખૂબ જ આનંદ થાય છે કે ટિકિટ માત્ર રૂ. 114માં ઉપલબ્ધ થશે અને 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને મફત પ્રવેશ આપવામાં આવશે.
ક્યારે શરૂ થશે વર્લ્ડકપ ?
મહિલા ટી20 વર્લ્ડકપ 2024 3 ઓક્ટોબરથી શરૂ થશે અને ટૂર્નામેન્ટ 20 ઓક્ટોબર સુધી ચાલશે. તેમાં કુલ 10 ટીમો ભાગ લેશે, જેને દરેક પાંચ ટીમોના 2 જૂથોમાં વહેંચવામાં આવી છે. ભારતની વાત કરીએ તો તેને ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકાની સાથે ગ્રુપ Aમાં રાખવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા આજ સુધી મહિલા ટી20 વર્લ્ડકપ જીતવામાં સફળ રહી નથી અને આ દરમિયાન માત્ર એક જ વાર ફાઇનલમાં પહોંચી શકી છે.
આ પણ વાંચોઃ
BCCIએ અચાનક મોટો નિર્ણય લીધો, આ 3 ખેલાડીઓ બીજી ટેસ્ટ નહીં રમે