IND vs AFG, 3rd T20: ભારતે અફઘાનિસ્તાન સામે બનાવ્યો આ શરમજનક રેકોર્ડ
IND vs AFG, 3rd T20: ભારતે 22 રનમાં જ 4 વિકેટ ગુમાવી દીધી હતી. જે ભારતનો ટી20માં 4 વિકેટ ગુમાવવા પર બીજો સૌથી ઓછો સ્કોર હતો.
IND vs AFG: ભારત અને પ્રવાસી અફઘાનિસ્તાન વચ્ચે સીરિઝની અંતિમ અને ત્રીજી ટી20 બેંગ્લુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો હતો. જોકે એક તબક્કે ભારતીય કેપ્ટનનો ફેંસલો ખોટો સાબિત થાય તેમ લાગતું હતું. ભારતે 22 રનમાં જ 4 વિકેટ ગુમાવી દીધી હતી. જે ભારતનો ટી20માં 4 વિકેટ ગુમાવવા પર બીજો સૌથી ઓછો સ્કોર હતો. આ પહેલા 2008માં મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા સામે પણ 22 રનમાં 4 વિકેટ ગુમાવી હતી. યશસ્વી જયસ્વાલ 4 રન અને શિવમ દુબે 1 રન બનાવી આઉટ થયા હતા. જ્યારે કોહલી અને સંજુ સેમસન ખાતું પણ ખોલાવી શક્યા નહોતા.
T20I માં 4 વિકેટના પતન પર ભારતનો સૌથી ઓછો સ્કોર
- 22/4 વિ ઓસ્ટ્રેલિયા, મેલબોર્ન 2008
- 22/4 વિ અફઘાનિસ્તાન, બેંગલુરુ 2024
- 23/4 વિ ઓસ્ટ્રેલિયા, બ્રિજટાઉન 2010
- 25/4 વિ શ્રીલંકા, કોલંબો RPS 2021
ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન
ભારતીય ટીમમાં ત્રણ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. અફઘાનિસ્તાનની ટીમ પણ ઘણા ફેરફારો સાથે મેદાનમાં ઉતરી છે.
યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, શિવમ દુબે, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, મુકેશ કુમાર, કુલદીપ યાદવ અને આવેશ ખાન.
અફઘાનિસ્તાનની પ્લેઈંગ ઈલેવન
રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), ઈબ્રાહિમ ઝાદરાન (કેપ્ટન), ગુલબદિન નાયબ, અઝમતુલ્લા ઉમરઝાઈ, મોહમ્મદ નબી, નજીબુલ્લાહ ઝાદરાન, કરીમ જનાત, શરાફુદ્દીન અશરફ, કૈસ અહેમદ, મોહમ્મદ સલીમ સફી, ફરીદ અહેમદ મલિક.
રોહિત ક્લીન સ્વીપ કરીને ફોર્મમાં પરત ફરે તેની રાહ
શ્રેણી જીતી ચૂકેલી ભારતીય ટીમ બુધવારે અફઘાનિસ્તાન સામેની ત્રીજી અને અંતિમ T20 મેચમાં આ ગતિ જાળવી રાખવા અને 'ક્લીન સ્વીપ' હાંસલ કરવાના ઈરાદા સાથે ઉતરી છે. કેપ્ટન રોહિત શર્માના ફોર્મમાં પરત ફરવાની પણ આશા રાખશે. સુકાની રોહિતનું બેટ હજુ બોલ્યું નથી. પ્રથમ મેચમાં, તે શુભમન ગિલ સાથેની ગેરસમજને કારણે રનઆઉટ થયો હતો, જ્યારે બીજી મેચમાં, તે ફઝલહક ફારૂકીના બોલને સમજી શક્યો ન હતો અને ખાતું ખોલ્યા વિના જ પ્રથમ બોલ પર આઉટ થયો હતો. ટીમ મેનેજમેન્ટ રોહિતના ખરાબ ફોર્મથી ચિંતિત નહીં હોય, પરંતુ છેલ્લી મેચમાં તેની પાસેથી મોટી ઈનિંગ્સની ચોક્કસ અપેક્ષા રાખવામાં આવશે.
Vintage Hitting by Rohit 👊🔥
— Flash (@F1ash369) January 17, 2024
Back to Back SIXES 💙💙#INDvsAFGpic.twitter.com/uYxsOZwEJK