IND vs SA Final: 'સંકટમોચક' કિંગ કોહલી, રોહિત, પંત, સૂર્યા ફ્લોપ કોહલીની વિરાટ ઈનિંગ
જ્યારે પણ વર્લ્ડ કપ ફાઈનલની વાત આવે છે ત્યારે વિરાટ કોહલી ટીમ ઈન્ડિયાના તારણહાર તરીકે ઉભરી આવ્યો છે. T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં પણ કોહલીએ તેના તમામ ટીકાકારોને ચૂપ કરી દીધા હતા.
IND vs SA Final: જ્યારે પણ વર્લ્ડ કપ ફાઈનલની વાત આવે છે ત્યારે વિરાટ કોહલી ટીમ ઈન્ડિયાના તારણહાર તરીકે ઉભરી આવ્યો છે. T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં પણ કોહલીએ તેના તમામ ટીકાકારોને ચૂપ કરી દીધા હતા. અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં કોહલીએ 7 ઇનિંગ્સમાં માત્ર 75 રન જ બનાવ્યા હતા, પરંતુ હવે દક્ષિણ આફ્રિકા સામેના ટાઇટલ મુકાબલામાં તેણે 59 બોલમાં 76 રનની ઇનિંગ રમીને ભારતને મુશ્કેલીમાંથી ઉગારી લીધું છે. T20 વર્લ્ડ કપ 2024માં વિરાટ કોહલીનો અત્યાર સુધીનો સૌથી વધુ સ્કોર 34 રન હતો, જે તેણે સુપર-8 મેચમાં બાંગ્લાદેશ સામે બનાવ્યો હતો. પરંતુ કેપ્ટન રોહિત શર્માએ શરૂઆતથી જ તેના પર વિશ્વાસ દર્શાવ્યો હતો, જેના પર કિંગ કોહલી ફરી એક વખત ખરો ઉતર્યો છે.
T20 વર્લ્ડકપ 2024ની ફાઈનલમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો કર્યો હતો. ભારતે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 176 રન બનાવ્યા હતા. અક્ષર પટેલે 31 બોલમાં 4 છગ્ગાની મદદથી 47 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ ફાઇનલમાં ફોર્મ બતાવ્યું હતું અને 59 બોલમાં 76 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યા 5 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો.
ભારતની પ્લેઈંગ ઈલેવન - રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ.
સાઉથ આફ્રિકાની પ્લેઈંગ ઈલેવન - એઇડન માર્કરામ (કેપ્ટન), , રીઝા હેન્ડ્રીક્સ, ક્વિન્ટન ડી કોક, ટ્રિસ્ટન સ્ટબ્સ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કે જેન્સન, કેશવ મહારાજ, કાગિસો રબાડા, એનરિચ નોર્ખિયા, તબરેજ શમ્સી
રોહિત શર્માએ બેટિંગ પસંદ કરી
ટોસ જીત્યા બાદ રોહિત શર્માએ કહ્યું- અમે પહેલા બેટિંગ કરીશું, પિચ ઘણી સારી લાગી રહી છે. અમે અહીં પહેલા પણ મેચ રમી ચૂક્યા છીએ અને આ પિચ પર સારો સ્કોર બનાવ્યો છે. ટીમના ઘણા ખેલાડીઓ વ્યક્તિગત રીતે સારું પ્રદર્શન કરી રહ્યા છે અને અમે જાણીએ છીએ કે તે દબાણથી ભરપૂર મેચ હશે, પરંતુ અમારે ધીરજ અને શાંતિથી રમવાની જરૂર છે. દક્ષિણ આફ્રિકા સારું ક્રિકેટ રમ્યું છે, પરંતુ અમે પણ સારું ક્રિકેટ રમી રહ્યા છીએ. અમારી ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.