IND vs AUS : મહિલા ટી-20 વર્લ્ડકપની સેમિફાઇનલની રેસમાંથી લગભગ બહાર ટીમ ઇન્ડિયા, રોમાંચક મેચમાં ઓસ્ટ્રેલિયાએ હરાવ્યું
India vs Australia Highlights: આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને 152 રનનો લક્ષ્યાંક આપ્યો હતો
India vs Australia Women Match Highlights: મહિલા ટી-20 વર્લ્ડ કપ 2024માં રવિવારે (13 ઓક્ટોબર) ના રોજ ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ખૂબ જ રોમાંચક મેચ રમાઈ હતી. છેલ્લી ઓવરમાં ભારતીય ટીમને જીતવા માટે 14 રનની જરૂર હતી, પરંતુ તે રન કરી શકી નહીં. આ રીતે કરો યા મરો મેચમાં ભારતને 9 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
A valiant knock from Captain Harmanpreet Kaur 👏👏#TeamIndia came close to the target but it's Australia who win the match by 9 runs in Sharjah.
📸: ICC
Scorecard ▶️ https://t.co/Nbe57MXNuQ#T20WorldCup | #INDvAUS | #WomenInBlue pic.twitter.com/jBJJhjSzae— BCCI Women (@BCCIWomen) October 13, 2024
આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને 152 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ભારતીય ટીમ 9 વિકેટ ગુમાવીને 142 રન જ કરી શકી અને મેચ હારી ગઈ હતી. આ હાર સાથે ભારતીય ટીમ સેમિફાઇનલની રેસમાંથી લગભગ બહાર થઇ ગઇ હતી.
આ મેચમાં ભારતીય ટીમ માટે કેપ્ટન હરમનપ્રીત કૌર 54 રન કર્યા બાદ અણનમ રહી હતી પરંતુ તે ટીમને જીત તરફ લઈ જઈ શકી નહીં. તેના સિવાય દીપ્તિ શર્માએ 29 રન કર્યા હતા. જ્યારે શેફાલી વર્માએ 20 રન કર્યા હતા. આ સિવાય અન્ય કોઈ બેટ્સમેન સારુ પ્રદર્શન કરી શક્યો નહીં.
ભારતીય ટીમનું સેમિફાઇનલ સમીકરણ
- ભારતીય ટીમ સેમિફાઈનલમાં જશે કે નહીં? આ હાર બાદ હવે તેનો નિર્ણય નેટ રન રેટ પર અટકી ગયો છે. વાસ્તવમાં ઓસ્ટ્રેલિયાની ટીમ તેની તમામ 4 મેચ જીતીને ગ્રુપ Aમાં ક્વોલિફાય થઈ ગઈ છે. બીજા સ્થાને ભારતીય ટીમ 4 પોઈન્ટ સાથે છે, જેનો નેટ રન રેટ પ્લસ 0.322 છે.
- ન્યૂઝીલેન્ડ માત્ર 4 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. તેનો નેટ રન રેટ 0.282 છે. આ ગ્રુપની છેલ્લી મેચ હવે ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાવાની છે. પાકિસ્તાન 2 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. જો ન્યૂઝીલેન્ડની ટીમ આ મેચ જીતી જશે તો તે સેમિફાઈનલમાં પહોંચી જશે જ્યારે ભારત અને પાકિસ્તાનની ટીમ બહાર થઈ જશે.
- જો પાકિસ્તાની ટીમ ન્યૂઝીલેન્ડને હરાવશે તો તેના ભારત સાથે 4 પોઈન્ટની બરાબરી થઈ જશે. પછી મામલો નેટ રન રેટ પર અટકી જશે. તે સ્થિતિમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટક્કર થઈ શકે છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં ભારતનો હાથ ઉપર હોઈ શકે છે.
મેચ માટે ટીમમાં આવા ફેરફારો થયા છે
ઓસ્ટ્રેલિયન કેપ્ટન એલિસા હીલી ઈજાના કારણે આ મેચમાં રમી ન હતી. તેમના સ્થાને તાહિલા મેકગ્રાએ ટીમની કેપ્ટનશીપ સંભાળી હતી. ભારતીય પ્લેઈંગ-11માં પણ ફેરફાર જોવા મળ્યો હતો. પૂજા વસ્ત્રાકરની વાપસી થઇ છે.