IND vs WI 1st ODI: રોહિત-કોહલી, પંત-બુમરાહ અને હાર્દિક વગર રમવા ઉતરશે ટીમ ઈન્ડિયા, આવી હશે ટીમ
ઈંગ્લેન્ડને 2-1થી વનડે સિરીઝ હરાવ્યા બાદ હવે ટીમ ઈન્ડિયા વેસ્ટઈન્ડીઝને માત આપવા માટે તૈયારી કરી રહ્યું છે. વેસ્ટઈન્ડીઝમાં ટીમ ઈન્ડિયા ત્રણ મેચની વનડે સિરીઝ અને 5 મેચોની ટી20 સિરીઝ રમશે.
IND vs WI 1st ODI, Team India Playing 11: ઈંગ્લેન્ડને 2-1થી વનડે સિરીઝ હરાવ્યા બાદ હવે ટીમ ઈન્ડિયા વેસ્ટઈન્ડીઝને માત આપવા માટે તૈયારી કરી રહ્યું છે. વેસ્ટઈન્ડીઝમાં ટીમ ઈન્ડિયા ત્રણ મેચની વનડે સિરીઝ અને 5 મેચોની ટી20 સિરીઝ રમશે. ભારત અને વેસ્ટઈન્ડીઝ પ્રવાસની શરુઆત શુક્રવાર 22 જુલાઈએ રમાનારી પહેલી વન ડે મેચથી થશે.
રોહિત-કોહલી, પંત-બુમરાહ અને હાર્દિક વગર રમવા ઉતરશે ટીમ ઈન્ડિયા
ઉલ્લેખનીય છે કે, વેસ્ટઈન્ડીઝ સામે વનડે સિરીઝ માટે ભારતીય ટીમમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, ઋષભ પંત અને જસપ્રિત બુમરાહ નહી હોય. સિનીયર ઓપનર બેટ્સમેન શિખર ધવન વનડે સિરીઝમાં ભારતી ટીમનું કેપ્ટન પદ સંભાળશે.
ઘવન અને ગિલ કરશે ઓપનિંગ, આવી હશે મિડલ ઓર્ડરઃ
પ્રથમ વન ડેમાં શિખર ધવન અને સુભમન ગિલ ઓપનિંગ કરવા માટે આવી શકે છે. તો ત્રીજા નંબરે શ્રેયસ અય્યરને સ્થાન મળી શકે છે. તે બાદ ચોથા ક્રમે સૂર્યકુમાર યાદવ, પાંચમા ક્રમે દીપક હુડ્ડા અને છઠ્ઠા ક્રમે સંજૂ સેમસન રમવા આવે તેવું અનુમાન છે.
જાડેજા સાથે આ બોલર કરશે બોલિંગઃ
સાતમા નંબરે વાઈસ કેપ્ટન રવિન્દ્ર જાડેજા આવશે. તો યુઝવેન્દ્ર ચહલ જાડેજાની સાથે સ્પિન વિભાગ સંભાળશે. ફાસ્ટ બોલિંગની જવાબદારી મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર અને પ્રસિદ્ધ ક્રિષ્ના સંભાળશે. મોહમ્મદ સિરાજે ઈંગ્લેન્ડ સામેની ત્રીજી વન ડે મેચમાં સારું પ્રદર્શન કર્યું હતું.
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવનઃ શિખર ધવન (કેપ્ટન), શુભમન ગિલ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, સંજૂ સેમન (વિકેટકીપર), દીપક હુડ્ડા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના.
વન ડે સિરીઝ માટેની ભારતીય ટીમઃ શિખર ધવન (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, સંજૂ સેમન (વિકેટકીપર), દીપક હુડ્ડા, રવિન્દ્ર જાડેજા (વાઈસ કેપ્ટન), શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, આવેશ ખાન, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના અને અર્શદીપ સિંહ.