IND vs PAK: ક્રિકેટ ફેન્સ માટે ગુડ ન્યૂઝ, ચેમ્પિયન્સ ટ્રોફી બાદ 3 વખત ભારત-પાકિસ્તાનનો મુકાબલો જોવા મળશે!
તાજેતરમાં જ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન સામસામે હતા. ભારતીય ટીમે પાકિસ્તાનને આસાનીથી હરાવ્યું હતું.

Asia Cup 2025, IND vs PAK: તાજેતરમાં જ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન સામસામે હતા. ભારતીય ટીમે પાકિસ્તાનને આસાનીથી હરાવ્યું હતું. રોહિત શર્માની કેપ્ટન્સીવાળી ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે, પરંતુ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનની સફર ખતમ થઈ ગઈ છે. જોકે, ક્રિકેટ ચાહકોના મનમાં સવાલ એ છે કે ભારત અને પાકિસ્તાનની ટીમો ક્યારે સામસામે આવશે ? જો તમે ભારત-પાકિસ્તાન મેચના ફેન છો તો તમારા માટે સારા સમાચાર છે. ખરેખર, તમે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ જોઈ શકો છો. ક્રિકેટપ્રેમીઓ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ જોવા માટે આતુરતાથી રાહ જોતા હોય છે.
હવે ભારત અને પાકિસ્તાન ક્યારે ટકરાશે ?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર એશિયન ક્રિકેટ કાઉન્સિલે એશિયા કપને મંજૂરી આપી દીધી છે. આ ટુર્નામેન્ટનું આયોજન સપ્ટેમ્બરમાં થઈ શકે છે. સાથે જ એશિયા કપની યજમાની શ્રીલંકાને મળી શકે છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો એશિયાની યજમાની શ્રીલંકા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) પાસે થઈ શકે છે. ઉપરાંત, ટૂર્નામેન્ટ ટી-20 ફોર્મેટમાં રમાશે. માનવામાં આવે છે કે એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન અને અન્ય 8 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવશે. ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં હશે. જો આમ થશે તો ભારત અને પાકિસ્તાનની ટીમો ટૂર્નામેન્ટમાં ત્રણ વખત સામસામે આવી શકે છે.
...તો એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનની ટીમો ત્રણ વખત આમને-સામને થશે ?
ગ્રુપ મેચ સિવાય સુપર-4 રાઉન્ડમાં ભારત અને પાકિસ્તાનની ટીમો સામસામે આવી શકે છે. આ સિવાય ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ પણ શક્ય છે. જો આવું થાય છે, તો આપણે ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મેચ જોઈ શકીએ છીએ. જો કે હજુ સુધી આ અંગેની માહિતી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી. એશિયા કપના સમયપત્રક, યજમાન, ફોર્મેટ અને ટીમ વિશે ટૂંક સમયમાં સત્તાવાર માહિતી જાહેર થઈ શકે છે. પરંતુ મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે શ્રીલંકા સિવાય UAEને પણ એશિયા કપ 2025ની યજમાની મળી શકે છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી બહાર ફેંકાયું પાકિસ્તાન, છતાં આઇસીસી આપશે આટલા કરોડનું ઇનામ

