IPL 2023 Opening Ceremony: ઓપનિંગ સેરેમનીમાં ઓસ્કાર વિનર નાટૂ નાટૂ ગીત પર રશ્મિકા મંદનાએ કર્યો શાનદાર ડાન્સ
IPL 2023ની ઓપનિંગ સેરેમનીમાં અરિજિત સિંહે સૌથી પહેલા પોતાના ગીતોથી ચાહકોનું દિલ જીતી લીધું હતું.
IPL 2023 Opening Ceremony: IPL 2023ની ઓપનિંગ સેરેમનીમાં અરિજિત સિંહે સૌથી પહેલા પોતાના ગીતોથી ચાહકોનું દિલ જીતી લીધું હતું. ચેન્નાઈના કેપ્ટન ધોની અને ગુજરાતના કેપ્ટન હાર્દિક પણ અરિજીતના ગીતો પર ડાન્સ કરવા લાગ્યા હતા. આ પછી તમન્ના ભાટિયાએ અને રસ્મિકા મંદનાએ શાનદાર પરફોર્મ કર્યું હતું. રશ્મિકા મંદનાએ ઓસ્કર વિનિંગ સોંગ નાટૂ નાટૂ સોંગ પર ખૂબ જ શાનદાર ડાન્સ કર્યો હતો.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2023ની ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. શુક્રવારે યોજાયેલા આ કાર્યક્રમમાં અભિનેત્રી તમન્ના ભાટિયા અને રશ્મિકા મંદન્નાએ ડાન્સ કર્યો હતો. ગાયક અરિજીત સિંહે પોતાના ગીતો પર લોકોને ડાન્સ કરવા માટે મજબૂર કરી દીધા હતા. આ કાર્યક્રમના અંતે ચેન્નાઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાને સ્ટેજ પર બોલાવવામાં આવ્યા હતા. ફોટો સેશન પછી કાર્યક્રમ પૂરો થયો.
Sound 🔛@iamRashmika gets the crowd going with an energetic performance 💥
— IndianPremierLeague (@IPL) March 31, 2023
Drop an emoji to describe this special #TATAIPL 2023 opening ceremony 👇 pic.twitter.com/EY9yVAnSMN
ઓપનિંગ સેરેમની માટે હજારો દર્શકો મેદાનમાં પહોંચ્યા હતા. સ્ટેડિયમ દર્શકોથી ભરચક હતું. ગુજરાતની સાથે સાથે ચેન્નાઈના ચાહકો પણ સ્ટેડિયમમાં હાજર છે.
ગુજરાત ટાઇટન્સ તેના હોમ ગ્રાઉન્ડ પર રમી રહ્યું છે. જેથી તેને તેનો લાભ મળી શકે. હાર્દિક પંડ્યાની કપ્તાનીવાળી ટીમ ગુજરાત છેલ્લી સિઝનની ચેમ્પિયન છે. બીજી તરફ ચેન્નાઈ સુપર કિંગ્સ છે. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપવાળી ટીમ ઘણી અનુભવી છે અને તે ચેમ્પિયન પણ રહી છે. તેણે બેન સ્ટોક્સને ટીમમાં સામેલ કર્યો છે. સ્ટોક્સનું અત્યાર સુધીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે.
GT vs CSK Live: ગુજરાત ટાઈટન્સ પ્લેઈંગ ઈલેવન
ગુજરાત ટાઇટન્સ પ્લેઇંગ ઇલેવન- રિદ્ધિમાન સાહા (WK), શુભમન ગિલ, કેન વિલિયમસન, હાર્દિક પંડ્યા (C), વિજય શંકર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, જોશુઆ લિટલ, યશ દયાલ, અલઝારી જોસેફ
IPL 2023 Live: ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઈંગ ઈલેવનચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઈંગ ઈલેવન- ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, બેન સ્ટોક્સ, અંબાતી રાયડુ, મોઈન અલી, શિવમ દુબે, મહેન્દ્ર સિંહ ધોની (CWK), રવિન્દ્ર જાડેજા, મિશેલ સેન્ટનર, દીપક ચહર, રાજવર્ધન હેંગરગેકર