શોધખોળ કરો

IPL 2024 Auction: IPLમાં પ્રથમ વખત એક મહિલા કરાવશે ક્રિકેટર્સની હરાજી!જાણો નામ અને ડિટેલ્સ 

આ વખતે પ્રથમ વખત ભારતની બહાર હરાજીનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ હરાજીમાં પ્રથમ વખત કોઈ મહિલા ઓક્શનર ખેલાડીઓની હરાજી કરશે.

Mallika Sagar: IPL 2024 ની હરાજી 19 ડિસેમ્બરે દુબઈમાં યોજાવા જઈ રહી છે. આ વખતે પ્રથમ વખત ભારતની બહાર હરાજીનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ હરાજીમાં પ્રથમ વખત કોઈ મહિલા ઓક્શનર ખેલાડીઓની હરાજી કરશે. આઈપીએલના ઈતિહાસમાં અત્યાર સુધી માત્ર બે જ પુરૂષોએ હરાજી કરી છે, પરંતુ પ્રથમ વખત કોઈ મહિલા આ કાર્યને પાર પાડી શકે છે.

કોણ છે મલ્લિકા સાગર ?

લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, IPLની 17મી સિઝનમાં હ્યૂઝ એડમીડ્સ ખેલાડીઓની હરાજી કરતા નહીં જોવા મળે. સ્પોર્ટ્સસ્ટારના એક અહેવાલ મુજબ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI એ  એડમીડ્સને જાણ કરી છે કે IPL 2024 ની હરાજી માટે તેમની સેવાઓ લેવામાં આવશે નહીં. તેના સ્થાને મલ્લિકા સાગરનો સંપર્ક કરવામાં આવ્યો છે, જે 19 ડિસેમ્બરે દુબઈમાં ખેલાડીઓ માટે બોલી લગાવી  શકે છે.

તમને જણાવી દઈએ કે મલ્લિકા સાગર મુંબઈની રહેવાસી છે અને આ પહેલા પણ આ કામ કરી ચુકી છે. તેણે વિમેન્સ પ્રીમિયર લીગ 2023 એટલે કે WPLની પ્રથમ સિઝનમાં તમામ ખેલાડીઓની સફળતાપૂર્વક હરાજી કરી હતી. વુમન્સ પ્રીમિયર લીગમાં તેની અલગ-અલગ સ્ટાઈલની હરાજીને પણ લોકોએ પસંદ કરી હતી. આ સિવાય મલ્લિકા સાગરે પ્રો કબડ્ડી લીગ 2021ની હરાજીમાં ખેલાડીઓની હરાજી પણ કરાવી હતી. મતલબ કે મલ્લિકા સાગરને આ કામનો પૂરેપૂરો અનુભવ છે અને હવે તે IPL 2024ની હરાજીમાં ખેલાડીઓની હરાજી પણ કરાવી શકે છે.

IPLમાં આજ સુધી હરાજી કોણે કરી છે ?

આઈપીએલની શરૂઆત 2008માં થઈ હતી અને ત્યારથી લઈને અત્યાર સુધી આઈપીએલ 2023 સુધી કુલ 16 સીઝન થઈ છે અને આ સમયગાળા દરમિયાન માત્ર બે લોકોએ જ હરાજીનું આયોજન કર્યું છે. રિચર્ડ મેડલી IPLના ઇતિહાસમાં પ્રથમ હરાજી કરનાર હતા, જેમણે 2008 થી IPL 2018 સુધી ખેલાડીઓની હરાજી કરી હતી. તે પછી, હ્યૂઝ એડમીડ્સે તેમના સ્થાને હરાજી કરનારની જવાબદારી સંભાળી, અને તેણે જ 2023 સુધી ખેલાડીઓ માટે બિડિંગનું સંચાલન કર્યું.

IPL 2022ની હરાજીના પહેલા દિવસે એડમ્સની તબિયત બગડી હતી અને તે સ્ટેજ પર જ પડી ગયો હતો. જે બાદ થોડા સમય માટે હરાજી અટકાવી દેવામાં આવી હતી, તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, અને ચારુ શર્મા દ્વારા હરાજીની પ્રક્રિયાને આગળ ધપાવવામાં આવી હતી. જો કે, ખેલાડીઓની હરાજીના બીજા દિવસે, એડમ્સ હરાજી કરવા માટે પાછો આવ્યો. હવે જોવાનું એ રહે છે કે IPL 2024ની હરાજીમાં શું ફેરફાર થાય છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget