(Source: ECI/ABP News/ABP Majha)
DC vs RR: દિલ્હીએ રાજસ્થાનને 20 રને હરાવ્યુુ, સંજુની લડાયક પારી પાણીમાં
DC vs RR Score Live Updates: IPL 2024 ની 56મી મેચ દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. આ મેચ સંબંધિત લાઇવ અપડેટ્સ અહીં વાંચો.
LIVE
Background
IPL 2024 DC vs RR LIVE Score: IPL 2024 ની 56મી મેચ દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. રાજસ્થાનનું આ સિઝનમાં જોરદાર પ્રદર્શન જોવા મળ્યું છે. ટીમ અત્યારે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. ગત મેચમાં રાજસ્થાને દિલ્હીને 12 રને હરાવ્યું હતું. હવે આ મેચ પણ દિલ્હી માટે આસાન નહીં હોય. ઋષભ પંતની કપ્તાનીવાળી ટીમ દિલ્હીએ આ સિઝનમાં 11 મેચ રમી છે અને 5માં જીત મેળવી છે. ટીમ આ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે.
દિલ્હી અને રાજસ્થાન વચ્ચેની મેચ અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. અહીં રાજસ્થાને દિલ્હી સામે 3 મેચ જીતી છે. જ્યારે દિલ્હીએ 5 મેચ જીતી છે. સંજુ સેમસનની કેપ્ટન્સીમાં રાજસ્થાન એકંદરે રેકોર્ડમાં આગળ છે. રાજસ્થાને 15 મેચ જીતી છે. જ્યારે દિલ્હીએ 13 મેચ જીતી છે, સંજુ સેમસન દિલ્હી માટે ખતરો બની શકે છે. તેણે આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.
દિલ્હી માટે સારા સમાચાર છે. ટીમના અનુભવી ખેલાડી ડેવિડ વોર્નર અને ઈશાંત શર્મા ફિટ છે. તેથી, તે બંને પ્લેઇંગ ઇલેવનમાં પરત ફરી શકે છે. વોર્નર અને ઈશાંત ઈજાના કારણે બહાર થઈ ગયા હતા. જો વોર્નર પરત ફરે છે તો તે જેક ફ્રેઝર સાથે ઓપનિંગ કરી શકે છે. પ્લેઈંગ ઈલેવનમાં શાઈ હોપ, અક્ષર પટેલ અને કુલદીપ યાદવનું સ્થાન લગભગ નિશ્ચિત છે.
દિલ્હીએ રાજસ્થાનને 20 રને હરાવ્યું
દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને 20 રને હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 221 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાનની ટીમ 201 રન જ બનાવી શકી હતી. રાજસ્થાન તરફથી સંજુ સેમસને 86 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જોકે તે ટીમને જીત અપાવી શક્યો નહોતો. રિયાન પરાગ 27 રન બનાવીને આઉટ થયો હતો. શુભમ દુબે 25 રન બનાવીને આઉટ થયો હતો.
સેમસને જોરદાર અડધી સદી ફટકારી
સંજુ સેમસને જોરદાર પ્રદર્શન કર્યું અને પોતાની અડધી સદી પૂરી કરી. તે 30 બોલમાં 57 રન બનાવીને રમી રહ્યો છે. સેમસને 5 ફોર અને 4 સિક્સર ફટકારી છે. શુભમ દુબે 1 રન બનાવીને રમી રહ્યો છે. રાજસ્થાને 12 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 113 રન બનાવ્યા છે. ટીમને જીતવા માટે 109 રનની જરૂર છે.
રાજસ્થાન 5 ઓવરોમાં 57 રન
રાજસ્થાને 5 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 57 રન બનાવ્યા છે. સંજુ સેમસન 16 બોલમાં 41 રન બનાવીને રમી રહ્યો છે. બટલર 9 રન બનાવીને રમી રહ્યો છે.
દિલ્હીએ રાજસ્થાનને 222 રનનો ટાર્ગેટ આપ્યો
દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને જીતવા માટે 222 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમ માટે પોરેલ અને ફ્રેઝરે અડધી સદી ફટકારી હતી. ફ્રેઝર 20 બોલમાં 50 રન બનાવીને આઉટ થયો હતો. પોરેલે 36 બોલમાં 65 રન બનાવ્યા હતા. અક્ષર પટેલ 15 રન બનાવીને આઉટ થયો હતો. રિષભ પંત 15 રન બનાવીને આઉટ થયો હતો. સ્ટબ્સે 41 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. આ રીતે દિલ્હીએ 8 વિકેટ ગુમાવીને 221 રન બનાવ્યા હતા. રાજસ્થાન રોયલ્સ તરફથી અશ્વિને 3 વિકેટ ઝડપી હતી. બોલ્ટ, સંદીપ શર્મા અને યુઝવેન્દ્ર ચહલે 1-1 વિકેટ લીધી હતી.
દિલ્હીએ 16 ઓવરમાં 164 રન બનાવ્યા
દિલ્હી કેપિટલ્સે 16 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 164 રન બનાવ્યા છે. ગુલબદિન 11 રન બનાવીને રમી રહ્યો છે. સ્ટબ્સ 6 રન બનાવીને રમી રહ્યો છે. અશ્વિને રાજસ્થાન તરફથી 3 વિકેટ ઝડપી છે. ચહલને એક સફળતા મળી છે.