શોધખોળ કરો

Watch: ભારતીય ખેલાડીઓની મેદાનમાં એકબીજા સાથે દલીલ! અમ્પાયરે વચ્ચે પડી મામલો થાળે પાડ્યો

હાલમાં રમાઈ રહેલી સૈયદ મુસ્તાક અલી ટ્રોફી તેના અંત તરફ આગળ વધી રહી છે. આજે એટલે કે 11મી ડિસેમ્બર, બુધવારે ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઈનલ મેચો રમાઈ હતી.

Nitish Rana and Ayush Badoni Fight: હાલમાં રમાઈ રહેલી સૈયદ મુસ્તાક અલી ટ્રોફી તેના અંત તરફ આગળ વધી રહી છે. આજે એટલે કે 11મી ડિસેમ્બર, બુધવારે ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઈનલ મેચો રમાઈ હતી. બીજા ક્વાર્ટર ફાઇનલમાં દિલ્હી અને યુપીની ટીમો પણ આમને-સામને હતી. મેચમાં દિલ્હીના કેપ્ટન આયુષ બદોની અને યુપીના બેટ્સમેન નીતિશ રાણા વચ્ચે સામાન્ય ઝઘડો જોવા મળ્યો હતો. 

નીતિશ રાણા અને બદોની વચ્ચેની દલીલનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી કે જ્યારે નીતીશ રાણાનો મેદાન પર કોઈ ખેલાડી સાથે ઝઘડો થયો હોય. 2023 IPL દરમિયાન, નીતિશ અને રિતિક શૌકીન વચ્ચે દલીલ જોવા મળી હતી.

સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના ક્વાર્ટર ફાઈનલમાં નીતિશ અને બદોની વચ્ચેની દલીલના વીડિયોમાં જોઈ શકાય છે કે નીતિશે બોલ દિલ્હીના આયુષ તરફ ફેંક્યો, જેના પર તે સિંગલ લેવા દોડે છે. બદોની નોન-સ્ટ્રાઈકરના અંતમાં આવતાની સાથે જ તેમની અને નીતિશ વચ્ચે દલીલ શરૂ થઈ જાય છે. ધીમે-ધીમે બંને નજીક આવવા લાગે છે, જેના કારણે અમ્પાયરે દરમિયાનગીરી કરવી પડે છે.

દિલ્હીએ મેચ જીતી લીધી હતી

સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના  ક્વાર્ટર ફાઈનલ મેચમાં દિલ્હીએ ઉત્તર પ્રદેશને 19 રને હરાવ્યું હતું. મેચમાં ઉત્તર પ્રદેશે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 20 ઓવરમાં 193/3 રન બનાવ્યા હતા. ટીમ માટે ઓપનિંગ કરનાર પ્રિયાંસ આર્યાએ સૌથી મોટી ઇનિંગ રમી હતી. પ્રિયાંસ આર્યાએ 31 બોલમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 44 રન બનાવ્યા હતા.  આ સિવાય તેની સાથે ઓપનિંગ કરનાર યશ ધુલે પણ ફોર્મમાં જોવા મળ્યો હતો. યશ ધુલએ 34 બોલમાં 5 ચોગ્ગા અને શાનદાર બે સિક્સરની મદદથી 42 રનનું યોગદાન આપ્યું હતું. 

ત્યારબાદ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઉત્તર પ્રદેશની ટીમ 20 ઓવરમાં 174 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.  ટીમ માટે પ્રિયમ ગર્ગે 34 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 54 રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી.                 

IND vs AUS: ગાબા ટેસ્ટ નહીં રમે જસપ્રીત બુમરાહ ? ઓસ્ટ્રેલિયાના આ બોલરે કર્યો મોટો દાવો  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Cold: રાજ્યમાં આ તારીખથી પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જાણી લો
Gujarat Cold: રાજ્યમાં આ તારીખથી પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જાણી લો
EPFO Scheme: ATM માંથી નિકળશે PF ના પૈસા, સરકારે જણાવ્યું ક્યારે મળશે આ સુવિધા
EPFO Scheme: ATM માંથી નિકળશે PF ના પૈસા, સરકારે જણાવ્યું ક્યારે મળશે આ સુવિધા
Disease X: સમગ્ર વિશ્વ માટે ખતરો નવી મહામારી Disease X, WHO એ આપી હતી ચેતવણી, જાણી કઈ રીતે બચશો 
Disease X: સમગ્ર વિશ્વ માટે ખતરો નવી મહામારી Disease X, WHO એ આપી હતી ચેતવણી, જાણી કઈ રીતે બચશો 
9 એરબેગ સેફ્ટી સાથે લોન્ચ થઈ Toyota Camry, જાણો શું છે કિંમત 
9 એરબેગ સેફ્ટી સાથે લોન્ચ થઈ Toyota Camry, જાણો શું છે કિંમત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ રઝળ્યા રત્નકલાકાર?Hun To Bolish : હું તો બોલીશ : કયા કારણે લાંબી લાઈન?Surat News: સુરતમાં સરેઆમ દીકરીઓની છેડતી કરનાર નરાધમની ધરપકડHarsh Sanghavi: ગુજરાતમાં ગૌહત્યાના આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં સરકાર કટિબદ્ધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Cold: રાજ્યમાં આ તારીખથી પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જાણી લો
Gujarat Cold: રાજ્યમાં આ તારીખથી પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જાણી લો
EPFO Scheme: ATM માંથી નિકળશે PF ના પૈસા, સરકારે જણાવ્યું ક્યારે મળશે આ સુવિધા
EPFO Scheme: ATM માંથી નિકળશે PF ના પૈસા, સરકારે જણાવ્યું ક્યારે મળશે આ સુવિધા
Disease X: સમગ્ર વિશ્વ માટે ખતરો નવી મહામારી Disease X, WHO એ આપી હતી ચેતવણી, જાણી કઈ રીતે બચશો 
Disease X: સમગ્ર વિશ્વ માટે ખતરો નવી મહામારી Disease X, WHO એ આપી હતી ચેતવણી, જાણી કઈ રીતે બચશો 
9 એરબેગ સેફ્ટી સાથે લોન્ચ થઈ Toyota Camry, જાણો શું છે કિંમત 
9 એરબેગ સેફ્ટી સાથે લોન્ચ થઈ Toyota Camry, જાણો શું છે કિંમત 
Rajkot Fire: રાજકોટ ગોપાલ નમકીનમાં લાગેલી વિકરાળ આગ હજુ પણ બેકાબુ, એક કિમીનો વિસ્તાર કરાવાયો ખાલી
Rajkot Fire: રાજકોટ ગોપાલ નમકીનમાં લાગેલી વિકરાળ આગ હજુ પણ બેકાબુ, એક કિમીનો વિસ્તાર કરાવાયો ખાલી
દિલ્હીમાં કોલ્ડવેવનો કહેર, હવામાન વિભાગે આ રાજ્યોમાં આપ્યું એલર્ટ, જાણો
દિલ્હીમાં કોલ્ડવેવનો કહેર, હવામાન વિભાગે આ રાજ્યોમાં આપ્યું એલર્ટ, જાણો
Israel Hamas War: ઈઝરાયેલે ફરી ઉત્તરી ગાઝા પર બોમ્બમારો કર્યો, એક જ પરિવારના 8 સહિત 19 લોકોના મોત
Israel Hamas War: ઈઝરાયેલે ફરી ઉત્તરી ગાઝા પર બોમ્બમારો કર્યો, એક જ પરિવારના 8 સહિત 19 લોકોના મોત
Jio New Year Plan:જિયોનો ન્યૂ યર ધમાકા પ્લાન, 200 દિવસની વેલિડિટી સાથે 500GB ડેટા, જાણો કિંમત
Jio New Year Plan:જિયોનો ન્યૂ યર ધમાકા પ્લાન, 200 દિવસની વેલિડિટી સાથે 500GB ડેટા, જાણો કિંમત
Embed widget