શોધખોળ કરો

Women's Asia Cupની ફાઈનલમાં ભારત સામે હશે શ્રીલંકાની ટીમ, શનિવારે યોજાશે મહામુકાબલો

મહિલા એશિયા કપ 2022ની ફાઈનલ મેચમાં શ્રીલંકાનો સામનો ભારત સામે થશે. ગુરુવારે ભારતે પ્રથમ સેમિફાઇનલ મેચમાં થાઇલેન્ડને હરાવ્યું હતું, બીજી સેમિફાઇનલ મેચમાં શ્રીલંકાએ પાકિસ્તાનને 1 રનથી હરાવ્યું હતું.

Women's Asia Cup 2022 Final: મહિલા એશિયા કપ 2022ની ફાઈનલ મેચમાં શ્રીલંકાનો સામનો ભારત સામે થશે. ગુરુવારે ભારતે પ્રથમ સેમિફાઇનલ મેચમાં થાઇલેન્ડને હરાવ્યું હતું, જ્યારે બીજી સેમિફાઇનલ મેચમાં શ્રીલંકાએ પાકિસ્તાનને 1 રનથી હરાવ્યું હતું. ભારત અને શ્રીલંકા વચ્ચે શનિવારે ફાઇનલ મેચ રમાશે. પાકિસ્તાન-શ્રીલંકા મેચની વાત કરીએ તો, પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાએ 20 ઓવરમાં 6 વિકેટે 122 રન બનાવ્યા અને પાકિસ્તાનને 20 ઓવરમાં છ વિકેટે 121 રન જ બનાવ્યા હતા અને 1 રનથી પાકિસ્તાન મેચ હારી ગયું હતું.

રોમાંચક મેચમાં શ્રીલંકાનો 1 રનથી વિજયઃ

પાકિસ્તાનની મહિલા ટીમને છેલ્લા બોલે જીતવા માટે ત્રણ રનની જરૂર હતી, પરંતુ નિદા ડાર બીજો રન દોડવાનો પ્રયાસ કરતાં રન આઉટ થઈ હતી. નિદા ડારે 26 રનની ઇનિંગ રમી હતી. પાકિસ્તાન તરફથી બિસ્માહ મરૂફે 41 બોલમાં 42 રન અને ઓપનર મુનીબા અલીએ 10 બોલમાં 18 રન બનાવ્યા હતા. પાકિસ્તાનના સ્કોરમાં 12 એક્સ્ટ્રા રનનું પણ યોગદાન રહ્યું, પરંતુ આ એક્સટ્રા રનથી પણ પાકિસ્તાની ટીમ  જીતી શકી નહોતી. આ અત્યંત રોમાંચક મેચમાં પાકિસ્તાની ટીમને 1 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

ફાઇનલમાં ભારત સામે શ્રીલંકાઃ

શ્રીલંકા માટે ઇનોકા રણવીરાએ ચાર ઓવરમાં 17 રન આપીને બે વિકેટ લીધી હતી. રણવીરાને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. આ પહેલા શ્રીલંકા તરફથી હર્ષિતા સમરવિક્રમાએ 41 બોલમાં 35 અને અનુષ્કા સંજીવનીએ 21 બોલમાં 26 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી નશરા સંધુએ 17 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. મહત્વપૂર્ણ છે કે મહિલા એશિયા કપ 2022ની ફાઈનલ મેચમાં શનિવારે ભારત અને શ્રીલંકાની ટીમો સામસામે ટકરાશે. ભારતીય મહિલા ટીમે થાઈલેન્ડને હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી છે.

પ્રથમ સેમીફાઈનલમાં ભારતની ટીમે થાઈલેન્ડની ટીમને હરાવી હતીઃ

પ્રથમ બેટિંગ કરતા ભારતીય મહિલા ટીમે 149 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં થાઈલેન્ડની ટીમ 74 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી શેફાલી વર્માએ 42 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જ્યારે દીપ્તિ શર્માએ બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 3 વિકેટ ઝડપી હતી. દીપ્તિએ 4 ઓવરમાં માત્ર 7 રન આપ્યા અને એક મેડન ઓવર પણ કાઢી.

ભારતે આપેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી થાઈલેન્ડની ટીમ તરફથી નટ્ટાયા બાઉચથમે સૌથી વધુ 21 રન બનાવ્યા હતા. તેણે 29 બોલનો સામનો કરતી વખતે ચોગ્ગો ફટકાર્યો હતો. જ્યારે કેપ્ટન નરુમોલ ચાઈવાઈએ 41 બોલમાં 21 રન બનાવ્યા હતા. આ બંને સિવાય કોઈ ડબલ ફિગરને પણ સ્પર્શી શક્યું નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને તેમના જન્મદિવસ પર ફોન કરીને અભિનંદન પાઠવ્યા, જાણો શું ચર્ચા થઈ
ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને તેમના જન્મદિવસ પર ફોન કરીને અભિનંદન પાઠવ્યા, જાણો શું ચર્ચા થઈ
વંતારા કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી: 'જો કોઈ હાથી રાખવા માંગે છે, તો તેમાં ખોટું શું છે'
વંતારા કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી: 'જો કોઈ હાથી રાખવા માંગે છે, તો તેમાં ખોટું શું છે'
BAN vs AFG: બાંગ્લાદેશે અફઘાનિસ્તાનને સુપર-4માં જતા રોક્યું, રોમાંચક મેચમાં આઠ રનથી મેળવી જીત
BAN vs AFG: બાંગ્લાદેશે અફઘાનિસ્તાનને સુપર-4માં જતા રોક્યું, રોમાંચક મેચમાં આઠ રનથી મેળવી જીત
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ પર 7 કલાક ચાલી મીટિંગ, ટ્રમ્પના ટેરિફની વચ્ચે શું થઈ વાત?
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ પર 7 કલાક ચાલી મીટિંગ, ટ્રમ્પના ટેરિફની વચ્ચે શું થઈ વાત?
Advertisement

વિડિઓઝ

Himatnagar Suicide Case : હિંમતનગરમાં હોસ્પિટલના ક્વાર્ટર પરથી કૂદીને મહિલાએ કરી લીધો આપઘાત
Hun To Bolish : હું તો બોલીશ : અવિરત સેવા
Hun To Bolish : હું તો બોલીશ : હવે ખેડૂતોનો વાંક કાઢશો?
Hun To Bolish : હું તો બોલીશ :  બોટલીયા બાબુ!
Morbi Accident : મોરબીમાં ટ્રેલરની ટક્કરે વૃદ્ધનું મોત, સામે આવ્યા સીસીટીવી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને તેમના જન્મદિવસ પર ફોન કરીને અભિનંદન પાઠવ્યા, જાણો શું ચર્ચા થઈ
ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને તેમના જન્મદિવસ પર ફોન કરીને અભિનંદન પાઠવ્યા, જાણો શું ચર્ચા થઈ
વંતારા કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી: 'જો કોઈ હાથી રાખવા માંગે છે, તો તેમાં ખોટું શું છે'
વંતારા કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી: 'જો કોઈ હાથી રાખવા માંગે છે, તો તેમાં ખોટું શું છે'
BAN vs AFG: બાંગ્લાદેશે અફઘાનિસ્તાનને સુપર-4માં જતા રોક્યું, રોમાંચક મેચમાં આઠ રનથી મેળવી જીત
BAN vs AFG: બાંગ્લાદેશે અફઘાનિસ્તાનને સુપર-4માં જતા રોક્યું, રોમાંચક મેચમાં આઠ રનથી મેળવી જીત
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ પર 7 કલાક ચાલી મીટિંગ, ટ્રમ્પના ટેરિફની વચ્ચે શું થઈ વાત?
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ પર 7 કલાક ચાલી મીટિંગ, ટ્રમ્પના ટેરિફની વચ્ચે શું થઈ વાત?
Narendra Modi Birthday: કોણ હતા એ ‘વકીલ સાહેબ’, જેના કપડા ધોતા હતા નરેન્દ્ર મોદી, સંઘમાં પણ તેઓ જ લાવ્યા હતા
Narendra Modi Birthday: કોણ હતા એ ‘વકીલ સાહેબ’, જેના કપડા ધોતા હતા નરેન્દ્ર મોદી, સંઘમાં પણ તેઓ જ લાવ્યા હતા
ઉત્તરાખંડમાં વાદળ ફાટ્યું, 50 થી વધુ ગુજરાતી પ્રવાસીઓ અટવાયા: જીવ બચાવવા 10 કિલોમીટર પગપાળા ચાલવાની નોબત
ઉત્તરાખંડમાં વાદળ ફાટ્યું, 50 થી વધુ ગુજરાતી પ્રવાસીઓ અટવાયા: જીવ બચાવવા 10 કિલોમીટર પગપાળા ચાલવાની નોબત
પાકિસ્તાનના વિદેશ મંત્રીએ જ ટ્રમ્પને જૂઠા સાબિત કર્યા: ભારતે અમેરિકાના યુદ્ધવિરામ પ્રસ્તાવને નકારી કાઢ્યો
પાકિસ્તાનના વિદેશ મંત્રીએ જ ટ્રમ્પને જૂઠા સાબિત કર્યા: ભારતે અમેરિકાના યુદ્ધવિરામ પ્રસ્તાવને નકારી કાઢ્યો
Devayat Khavad: હવે રાજનીતિમાં મોરેમોરો ઉતરવાની તૈયીરમાં દેવાયત ખવડ, જાણો કઈ પાર્ટીમાં જોડાઈ શકે છે?
Devayat Khavad: હવે રાજનીતિમાં મોરેમોરો ઉતરવાની તૈયીરમાં દેવાયત ખવડ, જાણો કઈ પાર્ટીમાં જોડાઈ શકે છે?
Embed widget