શોધખોળ કરો

WPL 2023 Opening Ceremony: કિઆરા અને કૃતિએ ખૂબ જ શાનદાર પરફોર્મન્સ આપ્યું, જુઓ વીડિયો

મહિલા  પ્રીમિયર લીગ શરૂ થઈ ગઈ છે.  ટૂર્નામેન્ટની પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાઈ હતી.  

WPL 2023: મહિલા  પ્રીમિયર લીગ શરૂ થઈ ગઈ છે.  ટૂર્નામેન્ટની પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાઈ હતી.  મેચ પહેલા મહિલા IPL માટે ભવ્ય ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્રિકેટની આ શાનદાર સાંજની શરૂઆત બોલિવૂડના સ્ટાર્સે કરી હતી.   મહિલા IPLની ઓપનિંગ સેરેમનીમાં ઘણા સુપરસ્ટાર્સે પરફોર્મ કર્યું હતું.

ટાટા વીપીએલની પ્રથમ સિઝન એટલે કે મહિલા પ્રીમિયર લીગ 4 માર્ચની સાંજથી શરૂ થઈ હતી. તેની શરૂઆત પહેલા, ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોલિવૂડમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપનાર કિયારા અડવાણી દ્વારા પ્રથમ પરફોર્મન્સ આપવામાં આવ્યું હતું. ગુલાબી પોશાકમાં નૃત્ય કરતી, કિયારા મેદાનની મધ્યમાં સ્ટેજ પર ગઈ અને એક પછી એક અનેક ગીતો પર ડાન્સ કરીને ચાહકોને દિવાના બનાવ્યા હતા. 

કિઆરા અને કૃતિએ શાનદાર પ્રદર્શન કર્યું હતું

કિઆરાના શાનદાર ડાન્સ પર્ફોર્મન્સ બાદ બોલિવૂડ એક્ટ્રેસ કૃતિએ પણ જબરદસ્ત પ્રદર્શન કર્યું. કૃતિએ પહેલા ખેલાડીઓના ડ્રેસિંગ રૂમમાં ચક દે ઈન્ડિયા ગીત પર ડાન્સ કર્યો અને પછી મેદાનની વચ્ચે સ્ટેજ પર તેના ઘણા સુપરહિટ ગીતો પર સુપર-ડુપર હિટ ડાન્સ પરફોર્મન્સ આપ્યું. આ બંને અભિનેત્રીઓના ડાન્સે દર્શકોને નચાવ્યા હતા, પરંતુ પંજાબના લોકપ્રિય સિંગર એપી ધિલ્લોને પણ પોતાના સુપરહિટ ગીતો ગાઈને દર્શકોને નચાવ્યા હતા. 

WPLની પ્રથમ મેચમાં મુંબઇએ ગુજરાતને આપી કારમી હાર, 143 રનથી જીતી મેચ

મુંબઈ ઈન્ડિયન્સે વુમન્સ પ્રીમિયર લીગની ધમાકેદાર શરૂઆત કરી. તેણે પ્રથમ મેચમાં ગુજરાત જાયન્ટ્સને 143 રનથી હરાવ્યું હતું. મુંબઈની મજબૂત ટીમ સામે ગુજરાતના ખેલાડીઓ નિષ્ફળ રહ્યા હતા. કેપ્ટન હરમનપ્રીત કૌરની તોફાની અડધી સદી અને સાયકા ઈશાકની શાનદાર બોલિંગની મદદથી ટીમને જીત અપાવી હતી. ગુજરાતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઈએ 20 ઓવરમાં પાંચ વિકેટે 207 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતની ટીમ 15.1 ઓવરમાં 64 રન જ બનાવી શકી હતી.

મુંબઈ તરફથી કેપ્ટન હરમનપ્રીત કૌરે સૌથી વધુ 65 રન બનાવ્યા હતા. તેણે 30 બોલની ઈનિંગમાં 14 ચોગ્ગા ફટકાર્યા હતા. ઓપનર હીલી મેથ્યુઝે 31 બોલમાં 47 અને અમેલિયા કેરે 24 બોલમાં અણનમ 45 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી સ્નેહ રાણાએ સૌથી વધુ બે વિકેટ ઝડપી હતી. જ્યારે ગુજરાત માટે માત્ર દયાલન હેમલતા અને મોનિકા પટેલ જ ડબલ ફિગરને સ્પર્શી શક્યા હતા. હેમલતાએ 23 બોલમાં અણનમ 29 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી સાઈકા ઈશાકે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Cloud Burst in Chositi: જમ્મુના કિશ્તવાડ વિસ્તારમાં વાદળ ફાટ્યું, મોટી તબાહીની આશંકા
Cloud Burst in Chositi: જમ્મુના કિશ્તવાડ વિસ્તારમાં વાદળ ફાટ્યું, મોટી તબાહીની આશંકા
આજથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર, એક સાથે ચાર વરસાદી સિસ્ટમ થઈ સક્રીય
આજથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર, એક સાથે ચાર વરસાદી સિસ્ટમ થઈ સક્રીય
સ્વતંત્રતા દિવસ અગાઉ રાષ્ટ્રપતિ ચંદ્રકની જાહેરાત, રાજ્યના 21 અધિકારીઓને મળ્યો એવોર્ડ
સ્વતંત્રતા દિવસ અગાઉ રાષ્ટ્રપતિ ચંદ્રકની જાહેરાત, રાજ્યના 21 અધિકારીઓને મળ્યો એવોર્ડ
હવે અવાજથી થશે કેન્સરની ઓળખ, વૈજ્ઞાનિકોએ શોધી નવી ટેકનિક
હવે અવાજથી થશે કેન્સરની ઓળખ, વૈજ્ઞાનિકોએ શોધી નવી ટેકનિક
Advertisement

વિડિઓઝ

Par Tapi Narmada Link Project : સરકાર પ્રોજેક્ટ ન કરવા માગતી હોય તો પરિપત્ર જાહેર કરે: તુષાર ચૌધરી
Bharuch Mobile Snatching : ભરુચમાં પેટ્રોલપંપ પર મહિલાના મોબાઇલ-રૂપિયાની ચિલઝડપ, આરોપી ઝડપાયો
Hun To Bolish : હું તો બોલીશ : ખાતર મળવાની ખાતરી
Hun To Bolish : હું તો બોલીશ : પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ પર પૂર્ણ વિરામ !
Hun To Bolish : હું તો બોલીશ : સરપંચો-તલાટીઓનું 'નળથી છળ'?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cloud Burst in Chositi: જમ્મુના કિશ્તવાડ વિસ્તારમાં વાદળ ફાટ્યું, મોટી તબાહીની આશંકા
Cloud Burst in Chositi: જમ્મુના કિશ્તવાડ વિસ્તારમાં વાદળ ફાટ્યું, મોટી તબાહીની આશંકા
આજથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર, એક સાથે ચાર વરસાદી સિસ્ટમ થઈ સક્રીય
આજથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર, એક સાથે ચાર વરસાદી સિસ્ટમ થઈ સક્રીય
સ્વતંત્રતા દિવસ અગાઉ રાષ્ટ્રપતિ ચંદ્રકની જાહેરાત, રાજ્યના 21 અધિકારીઓને મળ્યો એવોર્ડ
સ્વતંત્રતા દિવસ અગાઉ રાષ્ટ્રપતિ ચંદ્રકની જાહેરાત, રાજ્યના 21 અધિકારીઓને મળ્યો એવોર્ડ
હવે અવાજથી થશે કેન્સરની ઓળખ, વૈજ્ઞાનિકોએ શોધી નવી ટેકનિક
હવે અવાજથી થશે કેન્સરની ઓળખ, વૈજ્ઞાનિકોએ શોધી નવી ટેકનિક
IPL 2026: રાજસ્થાન રોયલ્સે સંજુ સેમસનના બદલામાં CSK પાસેથી માંગ્યા આ 3 ખેલાડીઓ, ટ્રેડને લઈને હલચલ તેજ
IPL 2026: રાજસ્થાન રોયલ્સે સંજુ સેમસનના બદલામાં CSK પાસેથી માંગ્યા આ 3 ખેલાડીઓ, ટ્રેડને લઈને હલચલ તેજ
મહિન્દ્રાથી લઈને ટાટા સુધી, આ તહેવારોની સીઝનમાં લોન્ચ થશે 4 નવી પાવરફુલ SUV, જાણો ફીચર્સ
મહિન્દ્રાથી લઈને ટાટા સુધી, આ તહેવારોની સીઝનમાં લોન્ચ થશે 4 નવી પાવરફુલ SUV, જાણો ફીચર્સ
વજન ઘટાડવાની દવાઓથી આંખોને થાય છે નુકસાન, નવા અભ્યાસમાં થયો મોટો ખુલાસો
વજન ઘટાડવાની દવાઓથી આંખોને થાય છે નુકસાન, નવા અભ્યાસમાં થયો મોટો ખુલાસો
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
Embed widget