શોધખોળ કરો

T20 WC 2022: એક પણ મેચમાં તક નહી મળવા પર ચહલે આપી પ્રતિક્રિયા, જણાવ્યું કેમ નથી મળ્યું  પ્લેઈંગ 11માં સ્થાન 

યુઝવેન્દ્ર ચહલને મર્યાદિત ઓવરના ક્રિકેટમાં શ્રેષ્ઠ બોલરોમાંથી એક ગણવામાં આવે છે અને તેણે સતત તેની યોગ્યતા સાબિત કરી છે, ખાસ કરીને T20 ક્રિકેટમાં.

Yuzvendra Chahal: યુઝવેન્દ્ર ચહલને મર્યાદિત ઓવરના ક્રિકેટમાં શ્રેષ્ઠ બોલરોમાંથી એક ગણવામાં આવે છે અને તેણે સતત તેની યોગ્યતા સાબિત કરી છે, ખાસ કરીને T20 ક્રિકેટમાં. જો કે, તેમ છતાં ચહલ સતત બે T20 વર્લ્ડ કપ ચૂકી ગયો છે. ગયા વર્ષના વર્લ્ડ કપમાં ચહલને ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો ન હતો, જ્યારે આ વર્ષના વર્લ્ડ કપમાં ટીમમાં પસંદગી થવા છતાં તેને એક પણ મેચમાં તક મળી ન હતી. હવે ચહલે વર્લ્ડ કપ પર પ્રતિક્રિયા આપી છે અને પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે.

આજતક કાર્યક્રમમાં ચહલે કહ્યું, "આ ટીમ કોમ્બિનેશનની વાત છે અને આ માટે અશ્વિન અને અક્ષર હાજર હતા. કોચ દ્રવિડ અને કેપ્ટન રોહિત સ્પષ્ટ હતા. બધાએ મને તૈયાર રહેવા કહ્યું અને હું તૈયાર હતો કે ક્યારે તક મળી જાય. બે T20 વર્લ્ડ કપ રમવાનો કોઈ અફસોસ નથી કારણ કે ODI વર્લ્ડ કપ 2019 માં રમાયો હતો. ODI વર્લ્ડ કપ આવતા વર્ષે ફરીથી યોજાનાર છે, તેથી મારું ધ્યાન ફક્ત તેના પર છે.

ભારત સેમીફાઈનલમાંથી બહાર થઈ ગયું હતું

ઓસ્ટ્રેલિયામાં રમાયેલા T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે હારીને બહાર થઈ ગઈ હતી. તેણે પાકિસ્તાનને હરાવીને ટૂર્નામેન્ટની શરૂઆત કરી હતી. દક્ષિણ આફ્રિકાએ ગ્રુપ સ્ટેજમાં ભારતને હરાવ્યું હતું, પરંતુ આ સિવાય ભારતે તમામ ચાર મેચ જીતી હતી. સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડે ભારતને એકતરફી હરાવ્યું હતું. 169 રનના ટાર્ગેટનો પીછો કરતા ઈંગ્લેન્ડે એકપણ વિકેટ ગુમાવ્યા વિના મેચ જીતી લીધી હતી. આ પછી ઈંગ્લેન્ડે ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. ભારતીય ટીમ 2014થી ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી શકી નથી. 

ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ ટી20માં ભારતને 9 વિકેટથી હરાવ્યું

મહિલા ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા સામે ટી20 સીરીઝની પ્રથમ મેચમાં ભારતને ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને 9 વિકેટે હરાવ્યું હતું. બેથ મૂનીએ ઓસ્ટ્રેલિયા માટે શાનદાર ઈનિંગ રમી.  તેણે 16 ચોગ્ગાની મદદથી અણનમ 89 રન બનાવ્યા હતા. તાહિલા મેકગ્રાએ 29 બોલનો સામનો કર્યો અને અણનમ 40 રન બનાવ્યા. તેણે 4 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. ભારત માટે દીપ્તિ શર્માએ સારું પ્રદર્શન કર્યું હતું. તેણે 36 રન બનાવ્યા હતા.

ભારતીય મહિલા ટીમે આપેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમે 18.1 ઓવરમાં એક વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. બેથ મૂનીએ ટીમ માટે ધમાલ મચાવી હતી. તેણે 57 બોલનો સામનો કરીને અણનમ 89 રન બનાવ્યા હતા. મૂનીએ 16 ચોગ્ગા ફટકાર્યા હતા. તાહિલાએ 29 બોલનો સામનો કર્યો અને અણનમ 40 રન બનાવ્યા. તેણે 4 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. કેપ્ટન એલિસા હીલીએ 23 બોલમાં 37 રન બનાવ્યા હતા. તેણે 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
Gold Rate Today: સોનામાં જબરદસ્ત ઘટાડો, અમેરિકામાં રેટ કટ બાદ ભાવમાં જંગી કડાકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
Gold Rate Today: સોનામાં જબરદસ્ત ઘટાડો, અમેરિકામાં રેટ કટ બાદ ભાવમાં જંગી કડાકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
Virat Kohli: કન્ફર્મ, વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે ભારત છોડવાનું વિચારી રહ્યો છે! જાણો ક્યાં હશે નવું ઘર
Virat Kohli: કન્ફર્મ, વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે ભારત છોડવાનું વિચારી રહ્યો છે! જાણો ક્યાં હશે નવું ઘર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
Gold Rate Today: સોનામાં જબરદસ્ત ઘટાડો, અમેરિકામાં રેટ કટ બાદ ભાવમાં જંગી કડાકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
Gold Rate Today: સોનામાં જબરદસ્ત ઘટાડો, અમેરિકામાં રેટ કટ બાદ ભાવમાં જંગી કડાકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
Virat Kohli: કન્ફર્મ, વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે ભારત છોડવાનું વિચારી રહ્યો છે! જાણો ક્યાં હશે નવું ઘર
Virat Kohli: કન્ફર્મ, વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે ભારત છોડવાનું વિચારી રહ્યો છે! જાણો ક્યાં હશે નવું ઘર
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
Health Tips: જો ડાયાબિટીસથી બચવું હોય તો ભૂલથી પણ ન ખાઓ આ 5 વસ્તું
Health Tips: જો ડાયાબિટીસથી બચવું હોય તો ભૂલથી પણ ન ખાઓ આ 5 વસ્તું
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Embed widget