1994માં લખનઉમાં ભારત અને શ્રીલંકાની વચ્ચે રમાયેલ મેચમાં મહેમાન ટીમને મૌહમ્મદ અઝહરુદ્દીનની કેપ્ટનશીપવાળી ભારતીય ટીમે ઇનિંગ અને 119 રનથી હાર આપી હતી. આ મેચમાં ભારતીય ટીમના મુખ્ય ખેલાડી હતા નવજોત સિંહ સિદ્ધૂ, સચિન તેંડુલકર, મોહમ્મદ અઝહરુદ્દીન, સંજય માંજરેકર, વિનોદ કાંબલી, કપિલ દેવ અને અનિલ કુંબલે.
3/5
લખનઉમાં છેલ્લે આંતરરાષ્ટ્રીય મેચ જાન્યુઆરી 1994માં ભારત અને શ્રીલંકાની વચ્ચે કેડી સિંહ બાબૂ સ્ટેડિયમમાં ટેસ્ટ મેચ તરીકે રમાયો હતો. ત્યાર બાદ તમામ આંતરરાષ્ટ્રીય અને આઈપીએલના મેચ કાનપુરમાં આયોજિત કરવામાં આવ્યા. લખનઉના અત્યાધુનિક ઇકાના સ્ટેડિયમમાં મેચ જોવા માટે દર્શકોમાં ખાસ ઉત્સાહ છે. સ્ટેડિયમની ક્ષમતા 50 હજાર દર્શકોની છે.
4/5
નવી દિલ્હીઃ અંદાજે 24 વર્ષ બાદ લખનઉમાં દિવાળી પૂર્વે ચોગ્ગા-છગ્ગાથી ગુંજશે. લખનઉના એક માત્ર ઇન્ટરનેશન સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઇન્ડીઝની વચ્ચે રમાનાર બીજા ટી-20 ક્રિકેટ મેચ રમાવા જઈ રહી છે.
5/5
આજે (6 નવેમ્બર) ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાનાર ટી-20ની વાત કરીએ તો અહીં મેચ લો સ્કોરિંગ થવાની આશા છે. એક સ્થાનિક ક્યૂરેટર અનુસાર પ્રથમ બેટિંગ કરનાર ટીમ માટે 130થી વધારે રન બનાવવા મુશ્કેલ સાબિત થશે. ક્યૂરેટર અનુસાર, પિચની બન્ને બાજુ લાંબુ સુકુ ઘાસ છે અને વચ્ચે પિચ તૂટેલી છે. આ ધીમી ઉછાળવાળી પિચ ચે અને શરૂઆતથી જ સ્પિનરોની મોટી ભૂમિકા નિભાવી શકે છે.