![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Asian Games 2023: એશિયન ગેમ્સમાં ભારતનું અભિયાન પૂર્ણ, સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી 28 ગોલ્ડ સાથે 107 મેડલ પર કર્યો કબજો
એશિયન ગેમ્સમાં ભારતનું અભિયાન પૂર્ણ થઈ ગયું છે. એશિયન ગેમ્સમાં ભારતે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. એશિયન ગેમ્સ 2023માં ભારતીય ખેલાડીઓએ 107 મેડલ જીત્યા હતા.
![Asian Games 2023: એશિયન ગેમ્સમાં ભારતનું અભિયાન પૂર્ણ, સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી 28 ગોલ્ડ સાથે 107 મેડલ પર કર્યો કબજો indian squad and medal tally in asian games 2023 here know latest sports news Asian Games 2023: એશિયન ગેમ્સમાં ભારતનું અભિયાન પૂર્ણ, સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી 28 ગોલ્ડ સાથે 107 મેડલ પર કર્યો કબજો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/07/a2ceff90ac6a190533f04ff3e1f4b80f169669040811178_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Asian Games Medal Tally: એશિયન ગેમ્સમાં ભારતનું અભિયાન પૂર્ણ થઈ ગયું છે. એશિયન ગેમ્સમાં ભારતે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. એશિયન ગેમ્સ 2023માં ભારતીય ખેલાડીઓએ 107 મેડલ જીત્યા હતા. એશિયન ગેમ્સના ઈતિહાસમાં પ્રથમ વખત ભારતે 100 મેડલનો આંકડો પાર કર્યો છે. ભારતે 28 ગોલ્ડ ઉપરાંત 38 સિલ્વર અને 41 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. જો કે મેડલ ટેલીમાં ભારત ચોથા ક્રમે છે. મેડલ ટેલીમાં ચીન ટોપર રહ્યું હતું. આ પછી જાપાન અને દક્ષિણ કોરિયા અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે.
Celebrating the incredible milestone of 1⃣0⃣7⃣ medals from Team 🇮🇳 at #AsianGames2022
— SAI Media (@Media_SAI) October 7, 2023
Our hearts swell with pride as our talented athletes turn the dream of #IssBaar100Paar into reality🤩
Many congratulations to everyone🥳👏#Cheer4India#HallaBol#JeetegaBharat#BharatAtAG22 pic.twitter.com/dahu0zItF4
દિવસ 1 થી 14 દિવસ સુધી... આવુ રહ્યું ભારતનું પ્રદર્શન
એશિયન ગેમ્સના પ્રથમ દિવસે ભારતીય ખેલાડીઓએ 5 મેડલ જીતીને શાનદાર શરૂઆત કરી હતી. આ પછી બીજા દિવસે ભારતે 6 મેડલ જીત્યા. જ્યારે ત્રીજા, ચોથા અને પાંચમા દિવસે ભારતે અનુક્રમે 3, 8 અને 3 મેડલ કબજે કર્યા હતા. ભારતીય ખેલાડીઓ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શનનો ક્રમ અહીં જ અટક્યો ન હતો... ભારતે અનુક્રમે છઠ્ઠા, સાતમા, આઠમા અને નવમા દિવસે 8, 5, 15 અને 7 મેડલ જીત્યા હતા. ભારતીય ખેલાડીઓએ દસમા, અગિયારમા, બારમા, તેરમા અને ચૌદમા દિવસે અનુક્રમે 9, 12, 5, 9 અને 12 મેડલ જીત્યા હતા.
ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન, પરંતુ મેડલ ટેલીમાં ચીનનો દબદબો છે
આ પહેલા ભારતે એશિયન ગેમ્સમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. જકાર્તા એશિયન ગેમ્સમાં ભારતે 70 મેડલ જીત્યા હતા. પરંતુ હવે ભારતીય ખેલાડીઓએ પોતાના જૂના રેકોર્ડને પાછળ છોડી દીધા છે. જોકે એશિયન ગેમ્સ 2023માં ચીનનો દબદબો જોવા મળ્યો હતો. ચીને 194 ગોલ્ડ સહિત 368 મેડલ જીત્યા હતા. આ પછી જાપાને 48 ગોલ્ડ સહિત 177 મેડલ જીત્યા. દક્ષિણ કોરિયા 39 ગોલ્ડ મેડલ સાથે ત્રીજા ક્રમે છે. જ્યારે ભારત ચોથા સ્થાને રહ્યું.
એશિયન ગેમ્સના ઈતિહાસમાં ભારતના 173 ગોલ્ડ સહિત 753 મેડલ છે. 238 સિલ્વર અને 348 બ્રોન્ઝ મેડલ. એશિયન ગેમ્સમાં 79 ગોલ્ડ મેડલ સહિત કુલ 254 મેડલ સાથે એથ્લેટિક્સ ભારતની અત્યાર સુધીની સૌથી સફળ રમત રહી છે. ભારત એશિયાડના ઈતિહાસમાં અન્ય કોઈ રમતમાં 100થી વધુ મેડલ જીત્યું નથી. કુસ્તી અને શૂટિંગમાં અનુક્રમે 59 અને 58 મેડલ સાથે બીજું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. 2023ની આવૃત્તિમાં પણ ભારતને એથ્લેટિક્સ ક્ષેત્રમાં 30થી વધુ મેડલ મળ્યા છે. ભારતમાં હાલમાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં 107 મેડલ જીતી લીધા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)