શોધખોળ કરો

IPL 2024: દિલ્હીનું હૉમ ગ્રાઉન્ડ વાઇજેગ, 10 શહેર અને 21 મેચ... જાણો આઇપીએલ 2024ના શિડ્યૂલમાં શું છે ખાસ....

આ વખતે IPL શિડ્યૂલ સાથે કેટલીક રસપ્રદ બાબતો છે. વાસ્તવમાં, આ વખતે IPLનું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર કરવામાં આવ્યું નથી. અત્યારે માત્ર 21 મેચોનું શિડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે

IPL 2024 Schedule: BCCIએ ગુરુવારે (22 ફેબ્રુઆરી) IPL 2024નું શિડ્યૂલ જાહેર કર્યું. વિશ્વની આ સૌથી મોટી ક્રિકેટ લીગની નવી સીઝન 22 માર્ચથી શરૂ થશે. પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે રમાશે. આ મેચ CSKના હોમ ગ્રાઉન્ડ એટલે કે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેપોક, ચેન્નાઈ ખાતે રમાશે.

આ વખતે IPL શિડ્યૂલ સાથે કેટલીક રસપ્રદ બાબતો છે. વાસ્તવમાં, આ વખતે IPLનું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર કરવામાં આવ્યું નથી. અત્યારે માત્ર 21 મેચોનું શિડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. બીસીસીઆઈએ માત્ર 22 માર્ચથી 7 એપ્રિલ વચ્ચેનો સમયપત્રક આપ્યો છે. આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને માત્ર 17 દિવસનું શિડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે લોકસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન 10 એપ્રિલથી શરૂ થઈ શકે છે.

આ શિડ્યૂલની સૌથી મોટી વાત એ છે કે, દિલ્હી કેપિટલ્સનું હોમ ગ્રાઉન્ડ વિઝાગ એટલે કે વિશાખાપટ્ટનમનું ડૉ. વાયએસ રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે. આ નિર્ણય પણ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. શક્ય છે કે મતદાનના પ્રથમ તબક્કામાં દિલ્હીમાં ચૂંટણી યોજવામાં આવે અને તે પછી દિલ્હી કેપિટલ્સ બાકીની મેચો તેમના હોમ ગ્રાઉન્ડ એટલે કે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમશે.

17 દિવસોમાં કોના હિસ્સામાં કેટલી મેચ ? 
જાહેર કરાયેલા શિડ્યૂલ મુજબ, પ્રથમ 17 દિવસ દરમિયાન 10 શહેરોમાં તમામ 10 ટીમો વચ્ચે કુલ 21 મેચો રમાશે. અહીં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સની ટીમો મહત્તમ એટલે કે 5-5 મેચ રમશે. વળી, ચેન્નાઈ સુપર કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, મુંબઈ ઈન્ડિયન્સ, રાજસ્થાન રોયલ્સ, લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ ચાર-ચાર મેચ રમવા માટે મળશે. જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સની માત્ર ત્રણ મેચ જ હશે.

માનવામાં આવે છે કે લોકસભા ચૂંટણી માટે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સની સાથે જ દેશમાં આચારસંહિતા લાગુ કરવામાં આવશે અને ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે. આ પછી આઈપીએલની બાકીની મેચોનું શિડ્યૂલ જાહેર કરવામાં આવશે. આઈપીએલની 2023 સીઝનની જેમ આઈપીએલ 2024માં પણ 74 મેચો રમાશે. એટલે કે 53 મેચનું શિડ્યૂલ આવવાનું બાકી છે.

આવું છે 21 મેચોનું શિડ્યૂલ - 

માર્ચ 23 પંજાબ કિંગ્સ દિલ્હી કેપિટલ્સ મોહાલી
માર્ચ 23 કોલકત્તા નાઇટરાઇડર્સ સનરાઇઝર્સ હૈદરાબાદ કોલકત્તા
માર્ચ 24 રાજસ્થાન રૉયલ્સ લખનઉ સુપર જાયન્ટ્સ જયપુર
માર્ચ 24 ગુજરાત ટાઇટન્સ મુંબઇ ઇન્ડિયન્સ અમદાવાદ
માર્ચ 25 રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર પંજાબ કિંગ્સ બેંગ્લુરુ
માર્ચ 26 ચેન્નાઇ સુપર કિંગ્સ ગુજરાત ટાઇટન્સ ચેન્નાઇ
માર્ચ 27 સનરાઇઝર્સ હૈદરાબાદ મુંબઇ ઇન્ડિયન્સ હૈદરાબાદ
માર્ચ 28 રાજસ્થાન રૉયલ્સ દિલ્હી કેપિટલ્સ જયપુર
માર્ચ 29 રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર કોલકત્તા નાઇટરાઇડર્સ બેંગ્લુંરુ
માર્ચ 30 લખનઉ સુપર જાયન્ટ્સ પંજાબ કિંગ્સ લખનઉ
માર્ચ 31 ગુજરાત ટાઇટન્સ સનરાઇઝર્સ હૈદરાબાદ અમદાવાદ
માર્ચ 31 દિલ્હી કેપિટલ્સ ચેન્નાઇ સુપર કિંગ્સ વિશાખાપટ્ટનમ
એપ્રિલ 1 મુંબઇ ઇન્ડિયન્સ રાજસ્થાન રૉયલ્સ મુંબઇ
એપ્રિલ 2 રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર લખનઉ સુપર જાયન્ટ્સ બેંગ્લુંરુ
એપ્રિલ 3 દિલ્હી કેપિટલ્સ કોલકત્તા નાઇટરાઇડર્સ વિશાખાપટ્ટનમ
એપ્રિલ 4 ગુજરાત ટાઇટન્સ પંજાબ કિંગ્સ અમદાવાદ
એપ્રિલ 5 સનરાઇઝર્સ હૈદરાબાદ ચેન્નાઇ સુપર કિંગ્સ હૈદરાબાદ
એપ્રિલ 6 રાજસ્થાન રૉયલ્સ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર જયપુર
એપ્રિલ 7 મુંબઇ ઇન્ડિયન્સ દિલ્હી કેપિટલ્સ મુંબઇ 
એપ્રિલ 7 લખનઉ સુપર જાયન્ટ્સ ગુજરાત ટાઇટન્સ લખનુ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'વિશ્વાસઘાતી નહીં પણ સહન કરનારો સાચો હિંદુ છે':  ઉદ્ધવ ઠાકરેને મળ્યા બાદ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
'વિશ્વાસઘાતી નહીં પણ સહન કરનારો સાચો હિંદુ છે': ઉદ્ધવ ઠાકરેને મળ્યા બાદ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
નીતીશ કુમાર ભાજપને આંચકો આપશે! સરયુ રાયે કહ્યું  'સમજૂતી થઈ ગઈ છે, ટૂંક સમયમાં...'
નીતીશ કુમાર ભાજપને આંચકો આપશે! સરયુ રાયે કહ્યું 'સમજૂતી થઈ ગઈ છે, ટૂંક સમયમાં...'
આગામી ત્રણ કલાકમાં છોતરા કાઢી નાંખે એવો વરસાદ પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આગામી ત્રણ કલાકમાં છોતરા કાઢી નાંખે એવો વરસાદ પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશનમાં શૌચાલયમાં કેવી રીતે જાય છે, ગુરુત્વાકર્ષણ વિના કેવી રીતે ફ્રેશ થાય છે?
અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશનમાં શૌચાલયમાં કેવી રીતે જાય છે, ગુરુત્વાકર્ષણ વિના કેવી રીતે ફ્રેશ થાય છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  ભાજપમાં કોંગ્રેસીઓનો ઉભરો!Hu to Bolish |  હું તો બોલીશ |  કેમ ડૂબે છે શહેર?Patan News | પાટણ શહેર અને જિલ્લામાં મન મૂકીને વરસ્યા મેઘરાજા, નીચાણવાળા વિસ્તાર થયા જળબંબાકારGujarat Rains | આણંદ શહેર-જિલ્લામાં મેઘમહેર, નીચાણવાળા વિસ્તાર જળબંબાકાર થયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વિશ્વાસઘાતી નહીં પણ સહન કરનારો સાચો હિંદુ છે':  ઉદ્ધવ ઠાકરેને મળ્યા બાદ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
'વિશ્વાસઘાતી નહીં પણ સહન કરનારો સાચો હિંદુ છે': ઉદ્ધવ ઠાકરેને મળ્યા બાદ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
નીતીશ કુમાર ભાજપને આંચકો આપશે! સરયુ રાયે કહ્યું  'સમજૂતી થઈ ગઈ છે, ટૂંક સમયમાં...'
નીતીશ કુમાર ભાજપને આંચકો આપશે! સરયુ રાયે કહ્યું 'સમજૂતી થઈ ગઈ છે, ટૂંક સમયમાં...'
આગામી ત્રણ કલાકમાં છોતરા કાઢી નાંખે એવો વરસાદ પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આગામી ત્રણ કલાકમાં છોતરા કાઢી નાંખે એવો વરસાદ પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશનમાં શૌચાલયમાં કેવી રીતે જાય છે, ગુરુત્વાકર્ષણ વિના કેવી રીતે ફ્રેશ થાય છે?
અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશનમાં શૌચાલયમાં કેવી રીતે જાય છે, ગુરુત્વાકર્ષણ વિના કેવી રીતે ફ્રેશ થાય છે?
Jagannath Mandir: જગન્નાથ મંદિરની તિજોરી 46 વર્ષ પછી કેમ ખોલવામાં આવી, જાણો શું-શું નીકળ્યું?
Jagannath Mandir: જગન્નાથ મંદિરની તિજોરી 46 વર્ષ પછી કેમ ખોલવામાં આવી, જાણો શું-શું નીકળ્યું?
માનવતાના ધોરણે આ મુસ્લિમ દેશને ભારતે કરી મોટી મદદ, 2500000 ડોલરનો પ્રથમ હપ્તો આપ્યો
માનવતાના ધોરણે આ મુસ્લિમ દેશને ભારતે કરી મોટી મદદ, 2500000 ડોલરનો પ્રથમ હપ્તો આપ્યો
વિદેશમાં નગ્ન પાર્ટીમાં પહોંચી ભારતીય અભિનેત્રી, 20 મિનિટમાં જ ભાગી, કહ્યું - હું કોઈના પ્રાઈવેટ પાર્ટ.....
વિદેશમાં નગ્ન પાર્ટીમાં પહોંચી ભારતીય અભિનેત્રી, 20 મિનિટમાં જ ભાગી, કહ્યું - હું કોઈના પ્રાઈવેટ પાર્ટ.....
RBI: આરબીઆઈએ છેતરપિંડીના નિયમોમાં કર્યો ફેરફાર, બેંકો અને એનબીએફસીએ નવા નિયમો....
RBI: આરબીઆઈએ છેતરપિંડીના નિયમોમાં કર્યો ફેરફાર, બેંકો અને એનબીએફસીએ નવા નિયમો....
Embed widget