IPL Auction 2024: ગુજરાત ટાઈટન્સે અનકેપ્ડ શાહરૂખ ખાનને 7.40 કરોડમાં ખરીદ્યો, સમીર રિઝવી અને શુભમ દુબેની પણ ચમકી કિસ્મત
IPL 2024: તમિલનાડુનો આ સ્ટાર ક્રિકેટર અત્યાર સુધી પ્રીતિ ઝિંટાની પંજાબ કિંગ્સ તરફથી રમતો હતો. પરંતુ હવે તેને ગુજરાત ટાઈટન્સે 7.40 કરોડમાં ખરીદ્યો છે.
IPL 2024 Auction: ઘરેલુ ક્રિકેટનો સુપરસ્ટાર શાહરૂખ ખાનને ગુજરાત ટાઈટન્સે મોટી રકમમાં ખરીદ્યો છે. તમિલનાડુનો આ સ્ટાર ક્રિકેટર અત્યાર સુધી પ્રીતિ ઝિંટાની પંજાબ કિંગ્સ તરફથી રમતો હતો. પરંતુ હવે તેને ગુજરાત ટાઈટન્સે 7.40 કરોડમાં ખરીદ્યો છે. આ ઉપરાંત 20 વર્ષીય સમીર રિઝવી પણ આઈપીએલ હરાજીમાં માલામાલ થયો છે. ચેન્નઈ સુપર કિંગ્સે તેને 8.40 કરોડમાં કરારબદ્ધ કર્યો છે, સમીર ઘણી વિસ્ફોટક બેટિંગ કરે છે. ઘરેલુ ક્રિકેટમાં વિદર્ભ તરફથી રમતા મિડલ ઓર્ડર બેટ્સમેન શુભમ દુબે પર રાજસ્થાન રોયલ્સે મોટો દાવ લગાવ્યો છે. ફ્રેન્ચાઇઝીએ આ યુવા ખેલાડીને 5.80 કરોડમાં ખરીદ્યો છે.
SOLD for INR 7.40 Crore! 💰
— IndianPremierLeague (@IPL) December 19, 2023
Shahrukh Khan will play for the Gujarat Titans 🙌#IPLAuction | #IPL
IPL હરાજીના 5 સૌથી મોંઘા ખેલાડીઓ
ઇન્ડિયન પ્રીમિયર લીગની મિની ઓક્શન અત્યારે દુબઇમાં ચાલી રહી છે. જેમાં ક્રિકેટરો પર રૂપિયાનો વરસાદ થયો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયાના અનુભવી બેટ્સમેન સ્ટીવ સ્મિથને કોઈએ ખરીદ્યો નથી. જયારે ભારત તરફથી ટેસ્ટમાં ત્રેવડી સદી ફટકારનારા કરૂણ નાયરને પણ કોઈ ખરીદનાર નથી મળ્યો. સ્મિથે IPLમાં પૂણે સુપર જાયન્ટ્સ અને રાજસ્થાન રોયલ્સની કેપ્ટનશિપ કરી છે. સ્મિથની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી. તે દિલ્હી કેપિટલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, કોચી ટસ્કર્સ કેરળ અને પુણે વોરિયર્સ ઈન્ડિયાની ટીમનો પણ ભાગ રહી ચુક્યો છે. સ્મિથે 103 IPL મેચોમાં 34.51ની એવરેજથી 2485 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ 128.09 રહ્યો છે. ભારતીય બેટ્સમેન કરુણ નાયર પણ વેચાઈ શક્યો નહોતો. નાયરની મૂળ કિંમત 50 લાખ રૂપિયા હતી. તેણે IPLમાં 76 મેચ રમી છે. તેણે 23.75ની એવરેજથી 1496 રન બનાવ્યા છે. નાયર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ, પંજાબ કિંગ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનૌ સુપર જાયન્ટ્સની ટીમનો ભાગ રહી ચૂક્યો છે. કરૂણ નાયરે ટેસ્ટમાં ભારત તરફથી ટેસ્ટમાં ત્રેવડી સદી ફટકારી છે. આ ઉપરાંત 2 વન ડેમાં 46 રન બનાવ્યા છે.
- કોલકાતા નાઇટ રાઇડર્સે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલરને 24.75 કરોડમાં કરારબદ્ધ કર્યો. જે આઈપીએલનો સૌથી મોંઘો ખેલાડી છે.
- સનરાઇઝર્સ હૈદરાબાદે ઓસ્ટ્રેલિયન કેપ્ટ અને ઓલરાઉન્ડરને 20.50 કરોડમાં ખરીદ્યો હતો. જે આ હરાજીનો બીજો સૌથી મોંઘો ખેલાડી હતો.
- ચેન્નાઈ સુપર કિંગ્સે ન્યુઝીલેન્ડના ડેરિલ મિચેલને 11.75 કરોડમાં ખરીદ્યો. જે આ હરાજીનો ત્રીજો સૌથી મોંઘો ખેલાડી હતો.
- આઈપીએલ હરાજીમાં સૌથી મોંઘા ખેલાડીના લિસ્ટમાં ગુજરાતી ક્રિકેટર હર્ષલ પટેલ ચોથા ક્રમે રહ્યો. પંજાબ કિંગ્સે તેને 11.75 કરોડમાં કરારબદ્ધ કર્યો.
- અલઝારી જોસેફ આઈપીએલ હરાજીનો પાંચમો મોંઘો ખેલાડી હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેને 11.50 કરોડમાં ખરીદ્યો હતો.
Base Price: INR 20 Lakh
— IndianPremierLeague (@IPL) December 19, 2023
Winning Bid: INR 8.4 Crore 🔥
Sameer Rizvi will feature for the Chennai Super Kings!#IPLAuction | #IPL