IPL ઇતિહાસના 10 એવા રેકોર્ડ, જેનું તુટવું મુશ્કેલ જ નહીં અસંભવ છે.....
IPLમાં રેકોર્ડ બનતા અને તૂટતા રહેશે, પરંતુ કેટલાક રેકોર્ડ એવા છે જેને તોડવો ખૂબ જ મુશ્કેલ લાગે છે
IPL Cricket History And Big Record: આઈપીએલ 2008માં શરૂ થઈ હતી અને અત્યાર સુધી રમાયેલી 16 સિઝનમાં ઘણા ઐતિહાસિક રેકોર્ડ બન્યા છે અને તૂટ્યા છે. કેટલાક ખેલાડીએ સૌથી વધુ રન બનાવ્યા છે તો કેટલાકે સૌથી ઝડપી સદી ફટકારી છે. કેટલાક બોલરે એક જ ઓવરમાં અનેક છગ્ગા ફટકાર્યા તો કેટલાક કેપ્ટને પોતાની ટીમને સૌથી વધુ વખત ચેમ્પિયન બનાવ્યું છે. આવા કેટલાય રસપ્રદ અને અનોખા આઇપીએલ ટૂર્નામેન્ટમાં રેકોર્ડ છે. અહીં જુઓ 10 મોટા અને અદભૂત રેકોર્ડ જેનું તુટવું મુશ્કેલ જ નહીં પરંતુ અસંભવ લાગી રહ્યું છે....
IPLમાં રેકોર્ડ બનતા અને તૂટતા રહેશે, પરંતુ કેટલાક રેકોર્ડ એવા છે જેને તોડવો ખૂબ જ મુશ્કેલ લાગે છે. આ આર્ટિકલમાં ચાલો જાણીએ તે 10 IPL રેકોર્ડ્સ વિશે, જેને તોડવું મુશ્કેલ જ નહીં પરંતુ અશક્ય પણ છે.
10- એક ઇનિંગમાં સૌથી વધુ રન – 175 (ક્રિસ ગેલ)
આઈપીએલના ઈતિહાસમાં આજ સુધી માત્ર 2 બેટ્સમેન એવા છે જેમણે એક ઈનિંગમાં 150થી વધુ વ્યક્તિગત સ્કોર બનાવ્યા છે. 2008માં KKR તરફથી રમતા બ્રેન્ડન મેક્કુલમે 158 રનની શાનદાર ઇનિંગ રમી હતી. પરંતુ 2013માં વેસ્ટ ઈન્ડિઝના ખેલાડી ક્રિસ ગેલે RCB તરફથી રમતા 66 બોલમાં 175 રનની શાનદાર ઈનિંગ રમીને મેક્કુલમનો રેકોર્ડ તોડ્યો હતો. પુણે વોરિયર્સ સામે રમાયેલી આ જ ઇનિંગમાં તેણે 17 સિક્સ ફટકારી હતી, જે પોતાનામાં એક રેકોર્ડ છે.
9- CSK સૌથી વધુવાર પ્લેઓફમાં પહોંચી – 12 વખત
આજ સુધી, આઈપીએલની 16 સિઝન થઈ છે, જેમાંથી ચેન્નાઈ સુપર કિંગ્સે 14 વખત ટૂર્નામેન્ટ જીતવાનો દાવો કર્યો છે. CSK દ્વારા આ એક અવિશ્વસનીય રેકોર્ડ છે કે ટીમ 14 સિઝનમાંથી 12 વખત પ્લેઓફમાં પહોંચી છે. આ યાદીમાં મુંબઈ ઈન્ડિયન્સ બીજા સ્થાને છે, જે 10 વખત પ્લેઓફમાં પહોંચી છે. CSKની વાત કરીએ તો, ટીમે 12 વખત પ્લેઓફમાં પહોંચ્યા બાદ પાંચ વખત ટ્રોફી જીતી છે.
8- કોઇ IPL મેચમાં સૌથી વધુ મેડન ઓવર – મોહમ્મદ સિરાજ
T20 ક્રિકેટ આક્રમક રીતે રમવા માટે જાણીતું છે, તેથી દરેક ડોટ બોલ ટીમો માટે ભારે પડતો જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં જો કોઈ બોલર મેડન ઓવર નાખે તો તે એક મોટા રેકોર્ડ સમાન છે. 2020માં સિરાજે RCB તરફથી રમતી વખતે KKR સામે 2 મેડન ઓવર ફેંકી હતી, જેમાં તેણે 3 વિકેટ પણ લીધી હતી.
7- ક્રિસ ગેલે 30 બૉલમાં પુરી કરી સદી
2013માં પુણે વોરિયર્સ સામે રમાયેલી 175 રનની ઇનિંગ દરમિયાન ક્રિસ ગેલે વધુ એક ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. તેણે માત્ર 30 બોલમાં સદી પૂરી કરીને ક્રિકેટ જગતને હચમચાવી દીધું હતું. ઘણા બેટ્સમેનોએ 40 થી ઓછા બોલમાં સદી ફટકારી છે, પરંતુ આજ સુધી કોઈ ગેલનો રેકોર્ડ તોડવાની નજીક નથી પહોંચી શક્યું.
6- એક સિઝનમાં વિરાટ કોહલીના સૌથી વધુ રન – 973 રન
T20 મેચોમાં બેટ્સમેન ઝડપી રન બનાવવા માટે આક્રમક રમતા હોવાથી ખોટા શોટ રમવાની શક્યતા વધી જાય છે. પરંતુ IPL 2016માં વિરાટ કોહલી અલગ જ રૂપમાં દેખાયો કારણ કે તેણે સિઝનમાં રમાયેલી 16 મેચોમાં 973 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 4 સદી અને 7 અડધી સદી ફટકારી હતી.
5- કોઇ ટીમ દ્વારા સૌથી વધુ સતત જીત
IPLના ઈતિહાસમાં સતત સૌથી વધુ મેચ જીતવાનો રેકોર્ડ KKRના નામે છે. કોલકાતાએ ગૌતમ ગંભીરની કપ્તાની હેઠળ 2014માં આઈપીએલનો ખિતાબ જીત્યો હતો અને તેણે તે સિઝનમાં સતત 9 મેચ જીતી હતી. KKR એ પણ IPL 2015 માં તેની પ્રથમ મેચ જીતી, તેના અપરાજિત રેકોર્ડને 10 મેચ સુધી લઈ ગયો.
4- કેપ્ટન તરીકે સૌથી વધુ મેચ - 226 મેચ
IPLના ઈતિહાસમાં કેપ્ટન તરીકે સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ મહેન્દ્રસિંહ ધોનીના નામે છે. ધોની 2008થી CSKની કેપ્ટનશીપ કરી રહ્યો છે અને આ 16 વર્ષની લાંબી સફરમાં તેણે કુલ 226 મેચોમાં ટીમનું નેતૃત્વ કર્યું છે, જેમાંથી ટીમ 133 મેચોમાં વિજયી રહી છે. આ યાદીમાં બીજા સ્થાને રોહિત શર્મા છે, જેણે અત્યાર સુધી 158 IPL મેચોમાં કેપ્ટનશિપ કરી છે.
3- ક્રિસ ગેલ અને રવિન્દ્ર જાડેજા એક જ ઓવરમાં ફટકારી ચૂક્યા છે 37 રન
ક્રિકેટ મેચની એક ઓવરમાં 36 રન બનાવવા એ સમજી શકાય તેમ છે, પરંતુ ક્રિસ ગેલ અને રવિન્દ્ર જાડેજા એ બે ખેલાડી છે જેમણે IPLમાં એક જ ઓવરમાં 37 રન બનાવ્યા છે. 2021માં CSK તરફથી રમતી વખતે જાડેજાએ RCB બોલર હર્ષલ પટેલની એક ઓવરમાં 37 રન બનાવ્યા હતા. તેના 10 વર્ષ પહેલા ક્રિસ ગેલે પ્રશાંત પરમેશ્વરનની ઓવરમાં આટલા જ રન બનાવ્યા હતા.
2- કોઇ વિકેટ માટે સૌથી લાંબી પાર્ટનરશીપ
T20 ક્રિકેટ મેચો ખૂબ જ ઝડપથી આગળ વધે છે, જેમાં નિયમિત અંતરે વિકેટો પડતી જોવાનું આશ્ચર્યજનક નથી. પરંતુ 2016માં વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સે ગુજરાત લાયન્સ સામે બીજી વિકેટ માટે 229 રનની ભાગીદારી કરી હતી જેને આજ સુધી કોઈ તોડી શક્યું નથી.
1- એક મેચમાં સૌથી વધુ રન
IPLના ઈતિહાસમાં બહુ ઓછા એવા પ્રસંગો બન્યા છે જ્યારે બંને ટીમોએ 200થી વધુનો સ્કોર કર્યો હોય. 2010માં ચેન્નાઈ સુપર કિંગ્સ વિ રાજસ્થાન રોયલ્સ મેચમાં કુલ 469 રન બનાવ્યા હતા. આ મેચમાં ચેન્નાઈએ 246 રન અને રાજસ્થાનની ટીમે 223 રન બનાવ્યા હતા. 13 સીઝન વીતી ગયા પછી પણ આ રેકોર્ડ તૂટ્યો નથી.