શોધખોળ કરો

IPL 2024: હૈદરાબાદને લાગ્યો મોટો ઝટકો, આ કારણે આખી સીઝનમાંથી બહાર થયો આ સ્ટાર ખેલાડી  

IPL 2024માં  હૈદરાબાદને મોટો આંચકો લાગ્યો છે.  મિસ્ટ્રી સ્પિનર ​​વાનિંદુ હસરંગાના બહાર થવાના સમાચાર આવ્યા છે.

Wanindu Hasaranga Ruled Out IPL 2024: IPL 2024માં  હૈદરાબાદને મોટો આંચકો લાગ્યો છે.  મિસ્ટ્રી સ્પિનર ​​વાનિંદુ હસરંગાના બહાર થવાના સમાચાર આવ્યા છે.સનરાઈઝર્સ હૈદરાબાદ માટે આ એક મોટો ફટકો ગણી શકાય, કારણ કે હસરંગા પોતાની જાદુઈ સ્પિન અને વિસ્ફોટક બેટિંગથી ટીમ માટે ઘણી મેચો એકલા હાથે જીતી શક્યો હોત. જોકે હવે તે આખી સિઝનમાંથી બહાર છે. મતલબ કે હસરંગા હવે IPL 2024માં રમતા જોવા નહીં મળે.

આ કારણે હસરંગા IPL 2024માંથી બહાર થઈ ગયો હતો

વાનિંદુ હસરંગા ડાબી એડીની ઈજાને કારણે આ સિઝનમાંથી બહાર છે. SRH માટે આ એક ખરાબ સમાચાર છે, ખાસ કરીને IPLની મધ્ય સિઝનમાં ટીમ તેને ખૂબ જ મિસ કરશે. હસરંગા ધીમી પીચો પર ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. વાસ્તવમાં 2024નો T20 વર્લ્ડ કપ IPL 2024 પછી તરત જ રમવાનો છે. તેને ધ્યાનમાં રાખીને શ્રીલંકા ક્રિકેટ બોર્ડે આ નિર્ણય લીધો છે.

એક અંગ્રેજી અખબાર સાથે વાત કરતા શ્રીલંકા ક્રિકેટના સીઈઓએ કહ્યું કે હસરંગાની એડીમાં સોજો આવી ગયો હતો અને તે ઈન્જેક્શન લીધા બાદ રમી રહ્યો હતો. એટલા માટે તેણે વર્લ્ડ કપ પહેલા પોતાની સમસ્યાનો ઉકેલ લાવવાનો નિર્ણય કર્યો છે. હસરંગાએ અમને માહિતી આપી હતી કે આ ઈજાને કારણે તે આ વર્ષે આઈપીએલમાં રમી શકશે નહીં. તમને જણાવી દઈએ કે હસરંગા પોતાની પગની એડી બતાવવા દુબઈ જશે, જ્યાં તે એક્સપર્ટ ઓપિનિયન લેશે.

ગુજરાત ટાઇટન્સે IPL 2024 ની 12મી મેચમાં પોતાના હોમ ગ્રાઉન્ડમાં સનરાઇઝર્સ હૈદરાબાદને  7 વિકેટથી હરાવ્યું છે. પ્રથમ બોલરોએ ગુજરાત માટે કમાલ કરી અને ત્યાર બાદ બેટ્સમેનોએ વિસ્ફોટક બેટિંગ કરી હૈદરાબાદને હરાવ્યું. ટાર્ગેટનો પીછો કરતી વખતે સાઈ સુદર્શને 36 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 45 રનની સૌથી મોટી ઈનિંગ રમી હતી અને બોલિંગમાં મોહિત શર્માએ 3 વિકેટ લઈને સનરાઈઝર્સ ટીમને લો સ્કોર બનાવવા મજબૂર કરી હતી.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 162/8 રન બનાવ્યા હતા. ટીમનો કોઈ બેટ્સમેન 30 રનનો આંકડો પાર કરી શક્યો નહોતો. ગુજરાતના બોલરોએ ટ્રેવિસ હેડ, હેનરિક ક્લાસેન અને એડન માર્કર જેવા ધાકડ બેટ્સમેનોને બાંધી રાખ્યા હતા. ટાર્ગેટનો પીછો કરતા ગુજરાતે 19.1 ઓવરમાં જીત મેળવી લીધી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓમાં ઓનલાઇન ક્લાસ, પ્રદૂષણ વધતા CMએ લીધો નિર્ણય

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી માટે તૈયાર નવી ફોર્મ્યુલા, હવે BCCI પર તમામની નજર

Storm Sara: અમેરિકામાં આવી રહ્યું છે તોફાન 'સારા', વરસાર, પૂર અને ભૂસ્ખલનને લઇને એલર્ટ જાહેર

રોબર્ટ કેનેડી જૂનિયરને ટ્રમ્પે સોંપી સ્વાસ્થ્ય મંત્રાલયની જવાબદારી, વેક્સિનના છે કટ્ટર વિરોધી

ABP Premium

વિડિઓઝ

Bhavnagar Farmer: ભાવનગરમાં ખેડૂતોને 'લોલીપોપ', ખેડૂતો ખુલ્લા બજારમાં ઓછા ભાવે મગફળી વેચવા માટે બન્યા મજબૂરHun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ખનન માફિયાHun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન મની માફિયાMICA student killing: અમદાવાદમાં MICA વિદ્યાર્થી હત્યા કેસમાં પોલીસે આરોપી સાથે ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓમાં ઓનલાઇન ક્લાસ, પ્રદૂષણ વધતા CMએ લીધો નિર્ણય
દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓમાં ઓનલાઇન ક્લાસ, પ્રદૂષણ વધતા CMએ લીધો નિર્ણય
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી માટે તૈયાર નવી ફોર્મ્યુલા, હવે BCCI પર તમામની નજર
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી માટે તૈયાર નવી ફોર્મ્યુલા, હવે BCCI પર તમામની નજર
Storm Sara: અમેરિકામાં આવી રહ્યું છે તોફાન 'સારા', વરસાર, પૂર અને ભૂસ્ખલનને લઇને એલર્ટ જાહેર
Storm Sara: અમેરિકામાં આવી રહ્યું છે તોફાન 'સારા', વરસાર, પૂર અને ભૂસ્ખલનને લઇને એલર્ટ જાહેર
રોબર્ટ કેનેડી જૂનિયરને ટ્રમ્પે સોંપી સ્વાસ્થ્ય મંત્રાલયની જવાબદારી, વેક્સિનના છે કટ્ટર વિરોધી
રોબર્ટ કેનેડી જૂનિયરને ટ્રમ્પે સોંપી સ્વાસ્થ્ય મંત્રાલયની જવાબદારી, વેક્સિનના છે કટ્ટર વિરોધી
Reliance And Disney: રિલાયન્સ અને ડિઝની વચ્ચે મર્જરની પ્રક્રિયા પૂર્ણ, નીતા અંબાણી હશે સંયુક્ત સાહસના ચેરપર્સન

Bopal Murder Case Reconstruction: વિદ્યાર્થી હત્યા કેસમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન, આરોપી વિરેન્દ્રસિંહને લઇને પહોંચી હતી પોલીસ

AAPએ દિલ્હી મેયરની ચૂંટણી જીતી, મહેશ ખીંચીએ BJPના કિશન લાલને હરાવ્યા

Ahmedabad: હત્યારા પોલીસકર્મીને પંજાબ ભગાડવામાં પોલીસકર્મીએ જ કરી હતી મદદ, બે ગાડી બદલી થયો હતો ફરાર

Embed widget