BCCIએ ક્રિકેટર ના હોય એવા રમતવીરને 1 કરોડ રૂપિયા આપીને કર્યું સન્માન, જાણો આ ખેલાડીએ મેળવી શું છે મોટી સિધ્ધી ?
બીસીસીઆઇએ ભારતીય હીરો અને ટોક્યો ઓલિમ્પિક ગૉલ્ડ મેડલ વિજેતાનુ જોરદાર રીતે સન્માન કર્યુ છે.
![BCCIએ ક્રિકેટર ના હોય એવા રમતવીરને 1 કરોડ રૂપિયા આપીને કર્યું સન્માન, જાણો આ ખેલાડીએ મેળવી શું છે મોટી સિધ્ધી ? Big Honored: bcci gives rs one crore to heroes of tokyo olympics neeraj chopra BCCIએ ક્રિકેટર ના હોય એવા રમતવીરને 1 કરોડ રૂપિયા આપીને કર્યું સન્માન, જાણો આ ખેલાડીએ મેળવી શું છે મોટી સિધ્ધી ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/27/aa9967207285309394b8c350b17f8359_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ ઇન્ડિયન પ્રીમિયર લીગ શરૂ થઇ ચૂકી છે. આવામાં બીસીસીઆઇ ક્રિકેટરો અને સાથી સ્ટાફ પર પૈસાનો વરસાદ કરી રહી છે. પરંતુ આ બધાની વચ્ચે બીસીસીઆઇની એક બાજુ જોવા મળી છે.
બીસીસીઆઇએ ભારતીય હીરો અને ટોક્યો ઓલિમ્પિક ગૉલ્ડ મેડલ વિજેતાનુ જોરદાર રીતે સન્માન કર્યુ છે. BCCIએ ટોક્યો ઓલિમ્પિક વિજેતા નીરજ ચોપડાનુ એક કરોડ રૂપિયા આપીને ખાસ સન્માન કર્યું છે. BCCI પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહ સહિત અન્ય અધિકારીની હાજરીમાં દરેક એથલીટને ઈનામ પેટે એક કરોડ જેટલી મોટી રકમ ભેટ આપી છે.
નીરજ ચોપડા ઉપરાંત બીજા ઓલિમ્પિક વિજેતાઓને પણ કર્યા સન્માનિત -
નીરજ ચોપરાને એક કરોડ રૂપિયા અને આ સિવાય BCCIએ મીરાબાઈ ચાનુને 50 લાખ, બજરંગ પૂનિયાને 25 લાખ, લવલિના, પીવી સિંધૂને 25-25 લાખ અને સમગ્ર હોકી ટીમને 1.25 કરોડ રૂપિયા આપ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2021માં જાપાનના ટોક્યોમાં ઓલિમ્પિક સ્પર્ધાનુ આયોજન કરાયુ હતુ, આમાં ભારતીય રમતવીરોનુ શાનદાર પ્રદર્શન રહ્યુ હતુ. નીરજ ચોપડા એકમાત્ર રમતવીર રહ્યો હતો જે ભાલા ફેંકમાં ગૉલ્ડ જીતી લાવ્યો હતો. આ ઉપરાંત ભારતને બ્રૉન્ઝ અને સિલ્વર વિજેતાઓ પણ મળ્યા હતા.
Champions Honoured! 👏 👏
— IndianPremierLeague (@IPL) March 26, 2022
BCCI felicitates India’s Olympic medalists at #Tokyo2020@Neeraj_chopra1, @LovlinaBorgohai and @manpreetpawar07
#TATAIPL pic.twitter.com/AbniKtxxEr
આ પણ વાંચો.......
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાને વધુ 6 મહિના લંબાવાઈ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)