PKL 2021-22 : આજે તામિલ થલાઇવાઝ અને યૂ મુમ્બા વચ્ચે જોરદાર ટક્કર, જાણો ક્યારે ને ક્યાંથી જોઇ શકાશે Live Streaming ?
પ્રૉ કબડ્ડી લીગની મેચને ડિઝ્ની+હૉટસ્ટાર એપ પર મેચનુ લાઇવ સ્ટ્રીમિંગ જોઇ શકાય છે.
PKL 2021 Tamil Thalaivas vs U Mumba Live Streaming: પ્રૉ કબડ્ડી લીગની સિઝન8માં આજે 95મી નંબરની મેચ રમાશે. આજની મેચમાં તામિલ થલાઇવાઝ (Tamil Thalaivas) અને યૂ મુમ્બા (U Mumba)ની ટક્કર થશે. આ સીરીઝમાં બન્ને ટીમોનુ પ્રદર્શન એવરેજ રહ્યું છે, અને બન્ને ટીમો પ્લેઓફની સુપર 6 ટીમોમાં આવવા માટે જોરદાર સંઘર્ષ કરી રહી છે.
યૂ મુમ્બા 15 મેચોમાં 5 જીત, 5 હાર અને 5 ટાઇ બાદ 43 પૉઇન્ટની સાથે 7માં નંબર પર છે. વળી તામિલ થલાઇવાઝ આટલી જ મેચોમાં 5 જીત, 4 હાર અને 6 ટાઇ બાદ 44 પૉઇન્ટની સાથે 6ઠ્ઠા નંબર પર છે. આ બે ટીમોની ટક્કર આજે ક્યારે અને ક્યાં જોઇ શકાશે. વાંચો અહીં........
1. પ્રૉ કબડ્ડી લીગમાં તામિલ થલાઇવાઝ (Tamil Thalaivas) અને યૂ મુમ્બા (U Mumba)ની મેચ ક્યારે છે ?
આ મેચ આજે (5 ફેબ્રુઆરી) સાંજે 07.30 વાગે છે.
2. મેચ ક્યાં રમાશે ?
પ્રૉ કબડ્ડી લીગ (Pro Kabaddi)ની તમામ મેચો શેરાટૉન ગ્રાન્ડ બેંગ્લુરુ વ્હાઇટ ફિલ્ડ હૉટલ એન્ડ કન્વેન્શન સેન્ટરમાં રમાઇ રહી છે.
3. મેચ કઇ ચેનલ પર જોઇ શકાશે ?
સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની કેટલીય ચેનલો પર પ્રૉ કબડ્ડી લીગ (Pro Kabaddi)ની તમામ મેચો લાઇવ ટેલિકાસ્ટ થઇ રહી છે. આમાં સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી, સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી એચડી, સ્ટાર સ્પોર્ટ્સ 2, સ્ટાર સ્પોર્ટ્સ 2 એચડી, સ્ટાર સ્પોર્ટસ્ 1 તેલુગુ, સ્ટાર સ્પોર્ટ્સ 1 તામિલ, સ્ટાર સ્પોર્ટ્સ કન્નડ ચેનલ સામેલ છે.
4. મેચને ક્યાંથી જોઇ શકાશે ઓનલાઇન ?
પ્રૉ કબડ્ડી લીગની મેચને ડિઝ્ની+હૉટસ્ટાર એપ પર મેચનુ લાઇવ સ્ટ્રીમિંગ જોઇ શકાય છે.
આ પણ વાંચો........
લોકરક્ષક દળની લેખિત પરીક્ષા આ તારીખે લેવાશે, હસમુખ પટેલે ટ્વીટ કરી આપી જાણકારી
Omicron Origin: શું ઉંદરોમાંથી માણસોમાં આવ્યો Omicron? નવા સ્ટડીમાં કરવામાં આવ્યો દાવો
16 વર્ષની વિદ્યાર્થીને પ્રેમજાળમાં ફસાવી વિધર્મી યુવકે માણ્યુ શરીર સુખ, અને પછી.....