શોધખોળ કરો

હવે મોબાઇલ ખોવાઇ જાય તો ટેન્શન નઇં લેવાનું.... આ રાજ્યમાં સરકારે શરૂ કરી સ્પેશ્યલ સર્વિસ, જાણો શું છે.....

દરેક જિલ્લામાં સ્થાપિત કરવામાં આવનાર CEIR ડેસ્ક પર લોકો તેમની ફરિયાદો નોંધાવી શકશે.

Haryana News: આજકાલ લોકો મોબાઇલના એવી આદિ બની ગયા છે કે દરેક કામ હવે મોબાઇલથી જ કરે છે, એક પળ પણ જો મોબાઇલ માણસની પાસે ના રહે તો તેઓ ધૂંઆપૂંઆ થઇ જાય છે, અને જો મોબાઇલ ખોવાઇ કે ચોરાઇ જાય તો દિવસ રાત ટેન્શનમાં રહે છે, પરંતુ હવે આ કિસ્સામાં તમને મુક્તિ મળી જશે. હવે તમારો મોબાઈલ ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો તમારે ડરવાની જરૂર નથી, કારણ કે હવે તમે તમારો મોબાઈલ ચોરાઈ જાય કે ખોવાઈ જાય તો તેને ઘરે બેઠા જ બ્લૉક કરી શકો છો. આનાથી ના તો કોઈ તમારા મોબાઈલનો દુરુપયોગ કરી શકશે અને ના તો કોઈ તેમાંથી ફોટો કે ડેટા ચોરી શકશે. કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલ સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટરની વેબસાઇટ ceir.gov.in હવે હરિયાણામાં પણ કામ કરવા શરૂ થવા જઇ રહી છે. જેના માટે રાજ્યના દરેક જિલ્લામાં CEIR ડેસ્ક બનાવવામાં આવશે.

CEIR ડેસ્ક નોંધાવી શકાશે ફરિયાદ  - 
દરેક જિલ્લામાં સ્થાપિત કરવામાં આવનાર CEIR ડેસ્ક પર લોકો તેમની ફરિયાદો નોંધાવી શકશે. આ સાથે તમે તમારો મોબાઈલ બ્લૉક કરાવવાની માહિતી પણ મેળવી શકશો. મોબાઈલ ખોવાઈ જવા કે ચોરાઈ જવાના કિસ્સામાં ceir.gov.in પૉર્ટલ પર અથવા ડેસ્ક પર જઈને ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકાય છે. આ માટે સૌથી પહેલા નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને એફઆઈઆર નોંધવી પડશે. ખોવાયેલા નંબરનું ડુપ્લિકેટ સિમ કાર્ડ લેવાનું રહેશે. પછી તમે CEIR પૉર્ટલ અને ceir.gov.in પર જઈને રિપૉર્ટ રજિસ્ટર કરી શકશો. ફરિયાદ નોંધાવતી વખતે તમારી પાસે મોબાઈલનો IMEI નંબર અને તેનું બિલ હોવું જરૂરી છે. સાથે જ બીજો મોબાઈલ નંબર પણ આપવો પડશે. ફરિયાદ નોંધાયા બાદ હેન્ડસેટને મોબાઈલ નેટવર્ક એક્સેસ કરવાથી બ્લૉક કરી દેવામાં આવશે. સૌથી સારી વાત એ છે કે પૉર્ટલ પર મોબાઈલ બ્લૉક કરવાની સાથે અનબ્લૉક કરવાની પણ ફેસિલિટી છે. જો કોઈને પૉર્ટલનો ઉપયોગ કેવી રીતે કરવો તે ખબર નથી, તો CEIR ડેસ્ક તમને મદદ કરશે. બીજીબાજુ કૉલ પ્રાપ્ત કરવાના કિસ્સામાં, તમને CEIR ડેસ્ક પર હાજર સ્ટાફ દ્વારા જાણ કરવામાં આવશે.

સ્ટેટ ક્રાઈમ બ્રાન્ચ હેડક્વાર્ટર ખાતે કાર્યરત થઇ વર્કશોપ - 
ભારતીય ટેલિકૉમ વિભાગે CEIR પૉર્ટલ પર તાલીમ આપવા માટે સ્ટેટ ક્રાઈમ બ્રાન્ચના હેડક્વાર્ટર એક વર્કશોપનું આયોજન કર્યું હતું. આ વર્કશોપ દરમિયાન ભારતીય ટેલિકૉમના ડેપ્યૂટી ડાયરેક્ટર જનરલ અસિત કાદ્યાન અને આસિસ્ટન્ટ ડાયરેક્ટર જનરલ સચિને પોલીસકર્મીઓને CEIR પૉર્ટલ વિશે માહિતી આપી હતી. અત્યારે સીસીટીએનએસ દ્વારા પૉર્ટલનું પરીક્ષણ ચાલી રહ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

₹2000 માં 365 દિવસ ફ્રી મનોરંજન! Jio એ 15 પ્રીમિયમ એપ્સ સાથે 3 નવા પાસ લોન્ચ કર્યા
₹2000 માં 365 દિવસ ફ્રી મનોરંજન! Jio એ 15 પ્રીમિયમ એપ્સ સાથે 3 નવા પાસ લોન્ચ કર્યા
આવું હશે OpenAIનું પહેલું ડિવાઇસ! સ્ક્રીન વગર પણ થઈ જશે તમામ કામ
આવું હશે OpenAIનું પહેલું ડિવાઇસ! સ્ક્રીન વગર પણ થઈ જશે તમામ કામ
Google Mapsનો માસ્ટરસ્ટ્રૉક, ભારતના કરોડો યૂઝર્સ માટે આવ્યા આ 6 નવા ફિચર્સ, જાણી લો શું બદલાયું
Google Mapsનો માસ્ટરસ્ટ્રૉક, ભારતના કરોડો યૂઝર્સ માટે આવ્યા આ 6 નવા ફિચર્સ, જાણી લો શું બદલાયું
Smartphone Camera: શું તમે જાણો છો સ્માર્ટફોનમાં 3-4 કેમેરા કેમ હોય છે ? જાણી લો દરેકનું કામ
Smartphone Camera: શું તમે જાણો છો સ્માર્ટફોનમાં 3-4 કેમેરા કેમ હોય છે ? જાણી લો દરેકનું કામ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
Embed widget