Hu to Bolish | હું તો બોલીશ | કેમ સડી સાયકલ? પૈસાનું પાણી પાર્ટ-2
સરસ્વતી સાધના યોજના હેઠળ ધોરણ 9માં પ્રવેશતી વિદ્યાર્થીનીઓને સાયકલ આપવામાં આવે છે. આ માટે સરકારે અંદાજે 1 લાખ 50 હજાર રૂપિયાની સાયકલ ખરીદી હતી. પણ ધોરણ 9ની વિદ્યાર્થીનીઓ ધોરણ 10માં પહોંચી ગઈ છતાં સાયકલ હજુ અપાઈ નથી. રાજ્ય સરકારની કંપની ગ્રીમકો દર વર્ષે સમાજ કલ્યાણ વિભાગ અને આદિજાતિ વિકાસ વિભાગ માટે સાયકલની ખરીદી કરે છે. આ વર્ષે 1 લાખ 28 હજાર 972 સાયકલોનું વિતરણ બાકી છે.
ખેડા જિલ્લામાં સરકારી પ્રશાસનની વધુ એક બેદરકારી સામે આવી. સરકારી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને આપવાની સાયકલો ધૂળ ખાઈ રહી છે... મહેમદાવાદથી ખેડા જવાના રોડ પર ખાનગી ફાર્મ હાઉસમાં ખુલ્લા આકાશ નીચે 5 હજાર 500 સાયકલો રાખવામાં આવી છે. સરસ્વતી સાધના યોજનામાંથી ફાળવાયેલી સાયકલો પર શાળા પ્રવેશોત્સવ 2023 લખાયેલું છે... પણ હજુ સુધી આ સયકલો ન ફાળવાતા ધુળ ખાઈ રહી છે. ત્યારે ખેડા જિલ્લાના ઇન્ચાર્જ નાયબ નિયામક મુજબ હજુ સુધી આ સાયકલો ખાતાએ સ્વીકારી નથી અને એજન્સીના અંડરમાં જ છે.