Hun To Bolish | હું તો બોલીશ | અહીંયા બુલડોઝર કેમ નહીં ?
Hun To Bolish | હું તો બોલીશ | અહીંયા બુલડોઝર કેમ નહીં ?
મોરબીનો ભાજપ આગેવાન અરવિંદ બારૈયા... જેણે સરકારી જમીન પર જ પાર્ટી પ્લોટ બનાવ્યો હતો...પ્લોટનું 24 કલાકનું 4 લાખ 50 હજારનું ભાડું વસુલાતું હતું....દબાણ કર્યું હોવાની નોટિસ મળતાં જ તેની ઉંઘ ઉડી ગઈ અને જાતે જ દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી...અરવિંદ બારૈયાએ મોરબીના લીલાપર રોડ પર આવેલી સરકારી જમીન પર 10 વર્ષથી દબાણ કરી પાર્ટી પ્લોટ બનાવ્યો હતો....પહેલાં તો તેને નોટિસ અપાઈ... પરંતુ તે પૂરાવા રજૂ ન કરી શક્યો... બાદમાં DLR મારફતે જમીન માપણી કરાઈ... તો તેણે દબાણ કર્યું હોવાનું પુરવાર થયું...પ્રશાસન કોઈ કડક કાર્યવાહી કરે તે પહેલાં તો ખુદ અરવિંદ બારૈયાએ દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી...જો કે, દબાણ ન કર્યું હોવાની વાત કરતો અરવિંદ બારૈયા... હવે ભૂગર્ભમાં ઉતરી ગયો છે... તેનો સંપર્ક સાધી શકાયો નથી..
રાજકોટ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણી... જેમની ઓફિસ પર બુલડોઝર ફરે તે પહેલાં જ તેમણે ગેરકાયદે બાંધકામ તોડી નખાવ્યું...રાજકોટના સાધુ વાસવાણી રોડ પર કમલેશ મીરાણીની ઓફિસ આવેલી છે... ઓફિસ પહેલેથી જ વિવાદમાં હતી... મહાનગરપાલિકાની જગ્યામાં 34 ચોરસ ફૂટ વધુ બાંધકામ કર્યું હતું...માર્જિન વગર જ સૂચિત જગ્યા પણ બાંધકામ ખડકી દીધું હતું....
રાજકોટમાં મંજૂરી વગર ધમધમતી સ્કૂલનો પર્દાફાશ...મવડી વિસ્તારમાં બાપા સીતારામ ચોક પાસે શ્રી હરિ સોસાયટી શેરી નંબર 16માં આવેલી ત્રણ માળની જય કિશન નામની સ્કૂલ પાસે ન તો BU પરમિશન છે, ન તો ફાયર NOC...તેમ છતાં મહાનગરપાલિકા અને શિક્ષણ વિભાગના નાક નીચે દોઢ વર્ષથી સ્કૂલ ચાલી રહી છે...સ્કૂલમાં 600થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ પણ કરે છે...ગેરકાયદે ચાલતી સ્કૂલ બીજા કોઈની નહીં...ખુદ ભાજપ કાર્યકર ગોવિંદ વિરડીયાની હોવાનો દાવો છે....અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયાએ ગયા વર્ષે શાળાને નોટિસ પણ પાઠવી હતી...જ્યારબાદ કોઈ કાર્યવાહી ન કરાઈ....ગેરકાયદે સ્કૂલનો ભાંડો ફૂટતા શિક્ષણ વિભાગ દોડતું થયું...DEOના આદેશ બાદ 3 અધિકારીઓ તપાસ માટે શાળાએ પહોંચ્યા..આ તરફ, સ્કૂલના સંચાલકો લાજવાની બદલે ગાજ્યા...સંચાલકો અનુસાર, અમારી સ્કૂલ જ નહીં...આખું મવડી સૂચિતમાં છે...સમગ્ર મામલે મનપાના ડેપ્યૂટી કમિશનર સી.કે.નંદાણી કહી રહ્યા છે કે, શાળાનું બાંધકામ ગેરકાયદે છે...જો ગેરકાયદે બાંધકામ નહીં હટાવાયા તો તોડી પડાશે...