અથાણાનો ચટાકો મોંઘો પડશે, ગૃહિણીઓનું બજેટ ખોરવાય તે રીતે આ વર્ષે બજારમાં કેરી, ગુંદાના ભાવમાં વધારો
ઉનાળાની સીઝનમાં ગૃહિણીઓ પોતાના ઘરમાં બારેમાસ અથાણા બનાવતી હોય છે જેમાં કાચી કેરી નું ગળ્યું અથાણું તીખું અથાણું ખાટું અથાણું મુરબ્બો ડાબલા, છુંદો ગુંદા કેરીનું અથાણું અને ગળમર નું અથાણું બનાવતા હોય છે.. ગુજરાતીઓની થાળીમાં શાક દાળ ભાતની સાથે અથાણું પણ પીરસાતું હોય છે ત્યારે દરેક લોકો આ સિઝનમાં બારેમાસનું અથાણું બનાવતા હોય છે..જોકે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે અથાણાના ભાવમાં 20 થી 25% જેટલો વધારો જોવા મળી રહ્યો છે કારણ કે આ વર્ષે શિયાળામાં કમોસમી થયેલા વરસાદને લઈને પાક બગડ્યો હતો તેને લઈને કેરીની આવક ઘટતા તેના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.. ગત વર્ષે વનરાજ કેરીનો ભાવ 120 હતો જે આ વર્ષે 140 રૂપિયા થઈ ગયો તોતાપુરી ગત વર્ષે ₹50 કિલો મળતી હતી જે હાલ માર્કેટમાં 60 રૂપિયા કિલો મળી રહી છે રાજાપુરી કેરી ₹60 ગયેલો ગત વર્ષે હતી આ વર્ષે તો 80 રૂપિયા કિલો થઈ ગયા છે આ સિવાય દેશી લાડવો ગત વર્ષે 80 રૂપિયા હતા જે હવે 120 રૂપિયામાં મળી રહી છે ત્યારે ગુંદરમાં પણ ભાવ વધેલા જોવા મળી રહ્યા છે ગત વર્ષે 80 રૂપિયામાં ગુંદા મળતા હતા જે અત્યારે માર્કેટમાં સો રૂપિયા મળી રહ્યા છે..