અમદાવાદઃ અમદાવાદની એક પરીણિત યુવતીએ ફેમિલી કોર્ટમાં ડિવોર્સ લેવા માટે અરજી આપી છે. યુવતીએ દાવો કર્યો છે કે, મારો પતિ નપુંસક છે અને લગ્નના પહેલા દિવસથી જ પતિએ શારીરિક સંબંધ બાંધ્યા નથી. આ વિશે પતિને પૂછ્યું તો થોડાક દિવસ પછી જાતે જ ખુલાસો કર્યો કે, મને શારીરિક તકલીફ છે અને ઇલાજ ચાલી રહ્યો છે.
2/6
આ ઉપરાંત પતિએ ધમકી આપી હતી કે, પોતે શારીરિક સંબંધ માટે સક્ષમ નથી એ વાતની જાણ કોઈને કરશે તો તેનું આખું ઘર બરબાદ કરી નાંખીશ. યુવતીએ આક્ષેપ કર્યો છે કે, પતિએ તેના મિત્ર સાથે સંબંધ રાખવાની વાત કરી હતી પણ મેં તેનો વિરોધ કર્યો ત્યારે ખૂબ મોટો ઝઘડો થયો હતો.
3/6
યુવતીએ આક્ષેપ કર્યો છે કે, મારા પતિ સગાઈ પછી પણ મને મળવાનું ટાળતાં હતા. મેં પતિને કહ્યું કે, લગ્ન પહેલાં શારીરિક કમજોરી વિશે તમે મને કેમ જાણ ના કરી ? તો એવો જવાબ મળ્યો હતો કે, મેં મારા પરિવારના કહેવાથી જ લગ્ન કર્યા છે. આ કંકાસ વચ્ચે આખરે સાસરિયાંઓ દ્વારા મને પિયર મોકલી દેવામાં આવી હતી.
4/6
યુવતીને તેના પતિએ કહ્યું કે, મારી મરજી થશે ત્યારે તારી સાથે સંબંધ રાખીશ પણ મને બાળક જોઈશે એટલે તું મારા મિત્ર જોડે સેક્સ માણજે. કોઈને ક્યાં ખબર પડવાની છે કે કોનું સંતાન છે ? યુવતીએ પતિ પોતાની પાસે ઇલાજ માટે એક લાખ માગી રહ્યો છે તેવો ગંભીર આક્ષેપ પણ કર્યો છે.
5/6
યુવતીએ લખ્યું છે કે, થોડા સમય સુધી તો આ બધું મેં મૂંગા મોંઢે સહન કર્યું હતું પરંતુ મારી જિંદગી બરબાદ થઈ જશે તેવું વિચારીને મેં હિંમત કરી આ મામલે લડાઈ લડવાનું નક્કી કર્યું હતું. યુવતીએ ફેમિલી કોર્ટમાં ભરણપોષણ માટે દાવો કર્યો છે. કોર્ટે વધુ સુનાવણી જાન્યુઆરી મહિનાના બીજા સપ્તાહમાં નિયત કરી છે.
6/6
આ ઉપરાંત મારાં સાસરિયાં તમામ હકીકત જાણતાં હોવા છતાં લગ્ન કરાવીને મારી જિંદગી બરબાદ કરી નાંખી છે. મારા પતિના શારીરિક ઇલાજ માટે પણ એક લાખની રકમની સાસરિયાં દ્વારા માગણી કરાઈ હતી. મારા પતિનો ભાંડો ફૂટ્યો એ પછી સાસરિયાં દ્વારા મારી પર શારીરિક માનસિક ત્રાસ ગુજારવાનો સિલસિલો પણ શરૂ કરી દેવાયો હતો.