ગણેશ ચતુર્થી પર આ રીતે રીઝવો ગણેશજીને, તમારા તમામ વિઘ્નો થશે દુર
ભગવાન શ્રી ગણેશને વિઘ્નહર્તા દેવ કહ્યા છે. ગણેશજીની કૃપા રહે તો વિઘ્નો દૂર થાય છે અને શુભ અને મંગળ થાય છે જીવન માં સફળતા મળે છે. ભગવાન ગણેશને રીઝવવાનો શ્રેષ્ઠ સમય એટલે ગણેશ મહોત્સવ.
![ગણેશ ચતુર્થી પર આ રીતે રીઝવો ગણેશજીને, તમારા તમામ વિઘ્નો થશે દુર Ganesh Chaturthi 2023 Worship Lord Ganesha in this way all your troubles removed ગણેશ ચતુર્થી પર આ રીતે રીઝવો ગણેશજીને, તમારા તમામ વિઘ્નો થશે દુર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/16/5ef68a91735122ed9e7d6730b20b6ec51694878663042217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ભગવાન શ્રી ગણેશને વિઘ્નહર્તા દેવ કહ્યા છે. ગણેશજીની કૃપા રહે તો વિઘ્નો દૂર થાય છે અને શુભ અને મંગળ થાય છે જીવન માં સફળતા મળે છે. ભગવાન ગણેશને રીઝવવાનો શ્રેષ્ઠ સમય એટલે ગણેશ મહોત્સવ. જે ગણેશ ચતુર્થીથી શરૂ થાય અને અનંત ચૌદશ ના રોજ પૂરો થાય છે. સમગ્ર ભારતમાં ગણેશ ચતુર્થીએ ભગવાન ગણેશની સ્થાપના કરાય છે અને દસ દિવસના ઉત્સવમાં પૂજન અર્ચન કરી અનંત ચૌદસના રોજ તેમનું વિસર્જન કરાય છે. આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે આ વર્ષે ગણેશ સ્થાન નું શ્રેષ્ઠ શુભ મુહૂર્ત ૧૯-૯-૨૦૨૩ ના રોજ સવારે ૧૧-૦૨ થી ૧-૪૨ સુધી જ છે. કેમકે ચતુર્થી તિથ બપોરે ૧-૪૨ વાગે પૂર્ણ થાય છે. માટે સ્થાપન આ મુહર્તમાં કરવું ઉત્તમ ગણાય છે.
ગણેશ ચતુર્થી ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૩ રોજ ઉજવાશે શુભતાના દેવતા ગણેશજી જેમને પ્રથમ પૂજ્ય દેવ તરીકે પૂજવામાં આવે છે દરેક શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા તેમની પૂજા કરાય છે તેઓની આરાધના કરવાનો આ શ્રેષ્ઠ અવસર ગણાય શાસ્ત્રો અનુસાર વિશેષ રૂપે સાચો મહિમા માટીના ગણપતિ બનાવવાનો અને સ્થાપન કરવાનો છે અને તે જ ઉત્તમ ફળ પ્રદાન કરે છે કારણકે માતા ઉમાએ પણ ગણેશજીને પોતાના શરીરના મેલ અને કાચી માટીથી ગણેશજીનું સર્જન કર્યું હતું અને મહાભારત ગ્રંથ રચના સમયે વેદ વ્યાસજીએ ગણેશજીને શીતળતા મળે તે માટે માટીનો લેપ લગાવ્યો હતો આ મહાન કથાઓને કારણે ગણેશ પર્વ ઉજવાય છે માટે જ સાચો મહિમા માટીના ગણેશનો છે.
માટે જ શાસ્ત્રની સાચી સમજ ધરાવનાર જાણકાર શ્રદ્ધાળુઓ પહેલેથી જ આજ કારણે ગણેશ પર્વેમાં ગુજરાત સહિત દેશભરમાં માટીના ભગવાન ગણેશનો મહિમા છે પોતાના ઘર શહેર નગર શેરી ઓફીસ ફેક્ટરી કે દરેક સ્થાને અને પોતાની શ્રદ્ધા અનુસાર ત્રણ દિવસ પાંચ દિવસ સાત દિવસ કે દસ દિવસ સુધી કરી શકાય.
આ વર્ષે ૧૯ સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી અને ૨૮ સપ્ટેમ્બર અનંત ચૌદસ આમ આ દસ દિવસ ગણેશ આરાઘના કરાશે. અનંત ચૌદસ તિથિ સાજે ૬-૪૮ મિનિટ સુધી રહેશે જે થી મોટે ભાગે આ સમય પહેલા આખરી વિસર્જન કરાશે.
ભક્તો માટીના ગણેશજીનું સ્થાપન કરી પુજન અર્ચન કરે છે અને વર્ષ પર્યંત માટે ગણેશજીના આશીર્વાદ મેળવે છે અને અનેક લોકોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. ભગવાન શ્રી ગણેશને પ્રથમ પૂજ્ય દેવ કહેવાય છે કોઈપણ કાર્યની શરૂઆત કરતા પહેલા ગણેશજીનું નામ સ્મરણ કરી કાર્ય કરાય છે ભક્તો દ્વારા ગણેશ ચતુર્થીએ ભગવાન શ્રી ગણેશનું પોતાના ઘરમાં ઓફિસમાં ફેક્ટરીમાં સોસાયટીમાં નગરમાં કે ગામમાં સ્થાપના કરીએ છીએ અને વર્ષપર્યંત તેમની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે.
ગણેશજીને રીઝવવા શ્રેષ્ઠ મંત્રો
ઓમ ગં ગણપતયે નમઃ
ઓમ એક દંતાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તનો દંતિ પ્રચોદયાત્
ગણેશજીને પ્રિય પ્રસાદ
ચુરમાના લાડુ, અનેક પ્રકારના મોદક તેમજ ગોળ, મન ગમતા પુષ્પ, જાસુદ લાલ પીળા લાલ ગુલાબના પુષ્પ પીળા કેસરી ગલગોટા હજારીગલ
પ્રિય ફળ
કેળા, ચીકુ, સીતાફળ સફરજન, પપૈયુ
ગણેશજીને ધરો અતિપ્રિય છે અચૂક તેમને અર્પણ કરવી કહેવાય છે કે ગણેશજી ને ધરોની 21 ગાંઠો અર્પણ કરવાથી મનોકામના પૂર્ણ થાય તેમજ જીવન માં શીતળતા અને સુખ પ્રાપ્ત થાય છે. ગણેશજીને સમીપત્ર પ્રિય છે તે અર્પણ કરી શકાય તેનાથી પણ શુભ ફળની પ્રાપ્તિ થાય છે.
ગણેશજીને તુલસી પ્રિય નથી તેથી તેમને અર્પણ કરાય નહિ. ગણેશ ચોથના ચંદ્ર દર્શન ન કરવા જોઈયે ગણેશજીએ શ્રાપ આપેલો છે તેથી દર્શન કરવાથી વર્ષ પર્યંતમાં કલંક લાગી શકે છે.
બીજું ઘણા ભક્તોને એવો પણ સંશય રહે છે કે ઓફિસ કે ફેક્ટરીમાં સ્થાપન કર્યા પછી તેને બંધ કરાય નહીં તેવો કોઈ વહેમ રાખવો નહીં હા, એકવાત જરૂરી છે સ્થાપન કર્યા પછી બંને સમય તેમનું પુજન અર્ચન થવું જોઈએ. બંને સમય ફુલહાર પ્રસાદ ધૂપ દીપ આરતી કરવી જરૂરી છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)