શોધખોળ કરો

Navratri recipes: નવરાત્રીના વ્રતમાં ટ્રાય કરો આ ઝટપટ બની જતી ફરાળી સાબુદાણાના પૌવાની રેસિપી

Navratri vrat recipes:નવરાત્રિના પર્વમાં સાધના આરાધના ઉપવાસનું અનેરું મહત્વ છે.તમે ઉપવાસ દરમિયાન સાબુદાણાની ખીચડી, વડા, ફરાળી ઢોસા સહિતની કેટલીક વાનગીઓ ખાધી હશે પરંતુ આજે અમે તમને સાબુદાણાના ફરાળી પૌવા એટલે કે સાબુદાણાના પૌવૌ બનાવવાની સરળ રીત જણાવી રહ્યા છીએ

Navratri vrat recipes:નવરાત્રિના પર્વમાં સાધના આરાધના ઉપવાસનું અનેરું મહત્વ છે.  .  કેટલાક લોકો નવરાત્રિમાં ઉપાસ કરતા હોવાથી ફળાહાર કરે છે. તો કેટલાક લોકો એક સમય જમીને નવેય દિવસ માતાજીની આરાધના કરે છે. નવરાત્રિમાં ઉપવાસ દરમિયાન આરોગી શકાય તેવી ડિશીઝ વિશે વાત કરીએ.. નવરાત્રિ સૌથી લાંબુ ચાલતું પર્વ છે. જેથી સ્વાભાવિક છે કે, 9 દિવસના ઉપવાસ દરમિયાન આપને કંઇક સ્વાદિષ્ટ અને ચટપટું ખાવાની ઇચ્છા થાય. આ દરમિયાન નવેય દિવસ ઉપવાસ કરવામાં આવે છે. તો આ દિવસે ઉપવાસ દરમિયાન સ્વાદની સાથે સ્વાસ્થ્ય પણ જળવાય રહે તેવી ડિશીઝને ડાયટમાં સામેલ કરવી જરૂરી છે. તો આપ પણ નવરાત્રિમાં ઉપવાસ કરી રહ્યાં હો તો આ ફરાળી રેસપી ટ્રાય કરો.

તમે ઉપવાસ દરમિયાન સાબુદાણાની ખીચડી, વડા, ફરાળી ઢોસા સહિતની કેટલીક વાનગીઓ ખાધી હશે  પરંતુ આજે અમે તમને ફરાળી  પૌવા એટલે કે સાબુદાણાના પૌવૌ  બનાવવાની સરળ રીત જણાવી રહ્યા છીએ. તેને બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. જો તમે ઉપવાસમાં સાદું અને સ્વાદિષ્ટ ભોજન ખાવા માંગો છો, તો આ તમારા માટે સારો વિકલ્પ છે.

સાબુદાણાના પૌવા આપના કિચનમાં મોજૂદ કેટવીક વસ્તુઓથી બની જાય છે. સૌથી પહેલા આ ફરાળી ડિશ બનાવવ માટેની સામગ્રી જાણી લઇએ

  • 1 વાટકી સાબુદાણા (નાનો દાણાના સાબુદાણા લેવા)
  • 2 ટીસ્પૂન ઘી
  • 2ચમચી મગફળી
  • 1 વાટકી સમારેલ બટાટા
  • 1 લીલું મરચુ
  • 1 ચપટી આખું જીરૂં
  • ગાર્નિશ માટે કોથમીર

સાબુદાણા પૌવા બનાવવાની રીત

સૌ પ્રથમ 7થી8 કલાક સાબુદાણાને પલાળી દો. બાદ એક કડાઇમાં તેલ મૂકો અને મગફળીને સાંતળી લો. બાદ તે જ તેવમાં બટાટાને સાંતળી લો,. હવે સાબુદાણા પલળી ગયા બાદ, એક કડાઇમાં થોડું દેશી ઘી લો. તેમાં મરચા, આખું જીરૂ ઉમેરીને સાંતળી લો. બાદ બટાટાને સાંતળી લો અને એક બાજુ મૂકી દો. હવે ફરી કડાઇમાં થોડુ તેલ મૂકો અને સાબુદાણાને સાંતળી લો. બાદ તેમાં તેલમાં સાંતળેલા,. મરચાય બટાટા, મગફળી ઉમેરો, ગરમાગરમ ફરાળી સાબુદાણા પૌવા તૈયાર છે. આપ તેને દહીં સાથે સર્વ કરી શકો છો

Navratri best street food : નવરાત્રીમાં ગુજરાતીઓ આ 7 સ્ટ્રીટ ફૂડની  મનભરીને માણે છે લિજ્જત

ભારતના પશ્ચિમાં સ્થિત  ગુજરાત પ્રવાસન સ્થળો માટે પ્રખ્યાત છે. ગુજરાત પ્રવાસન સ્થળો માટે  જેટલું  લોકપ્રિય છે, તેટલું જ ગુજરાત ખાણી પીણી માટે પણ છે. અહીં ફૂડ ખૂબ ટેસ્ટી અને લિજ્જતદાર હોય છે. ગુજરાતમાં સ્ટ્રીટ ફૂડનું જબરદસ્ત માર્કેટ છે. નવરાત્રીમાં ગરબા બાદ લોકો આ સ્ટ્રીટ ફૂડની લિજ્જત માણે છે. 

ગુજરાતનું મેઇન ફૂડ છે ઢોકળા, આજકાલ લાઇવ ઢોકળા સ્ટ્રીટ ફૂડમાં ખૂબ વેચાણ થાય છે. ટામેટાં સોસ અને લસણની ચટણી સાથે રોડ કિનારે ગરમાગરમ આ લાઇવ ઢોકળાની લિજ્જત માણવાની મોજ જ કંઇ બીજી છે. 

સ્વીટ કોર્ન કરતાં વધુ રિયલ આ સ્ટ્રીટ ફૂડ છે.  મકાઇના ડોડા શેકીને પણ મળે છે અથવા તો બાફેલી મકાઇ પણ  ચાટ મસાલા અને લીંબુ સાથે સર્વે કરવામાં આવે છે. મોનસૂનમાં મકાઇની સિઝન હોવાથી ગરબા બાદ લોકો આ સ્ટ્રીટ ફૂડની પણ મોજ માણે છે. 

પાણીપુરી પણ અહીંનું મેઇન સ્ટ્રીટ ફૂડ છે. પાણી પુરીમાં સાત પાણીની પાણી પુરી સહિત દહીં પુરી મસાલા પુરી પણ ગુજરાતના સ્ટ્રીટ ફૂડનું પ્રચિલિત વ્યંજન છે.  

તમે એ ગીત તો સાંભળ્યું જ હશે, “મેં  રસ્તે સે જા રહા હું,  ભેળપુરી ખા રહા હૂ,”? બજારમાં મળતી  પેક્ડ ભેળપુરી કરતા ભૈયાની લારીમાં મળતી આ ભેળપુરીની લિજ્જત કંઇક ઔર હોય છે. જો આપ આ ભેળપુરીનો એકવાર સ્વાદ માણસો તો પેક્ડ ભેળપુરીની ભૂલી જશો

ભેળપુરીની જેમ ભેળ પણ ગુજરાતીઓનું ફેવરિટ સ્ટ્રીટ ફૂડ છે. જે લાઇટ હોવાથી વેઇટ વધવાનો પણ ડર રહેતો નથી. ગરબા બાદ રાત્રે ગુજરાતમાં સ્ટ્રીટ માર્કેટમાં આ તમામ ફૂડનું ધૂમ વેચાણ થાય છે. 
ઘુઘરા આમ તો  પરંપરાગત રીતે હોળી અથવા દિવાળી જેવા તહેવારોની ખાસ મીઠાઇ છે પરંતુ સ્ટ્રીટ માર્કેટમાં સ્પાઇસી ઘૂઘરા વેચાય છે. ખાસ કરીને આ જામનગરની ફૂડ સ્ટ્રીટ માર્કેટનું મેઇન ફૂડ છે.  કેલરી કોન્શિયશ લોકો માટે આ ઘુઘરા  ડીપ ફ્રાય કરવાને બદલે બેક કરીને ખાઈ શકાય  છે.

Navratri 2022:  નવરાત્રીના વ્રતમાં આ ફરાળી અને સ્વાદિષ્ટ કટ્ટુના પકોડા કરો ટ્રાય, સમજી લો રેસીપી 

Navratri 2022:  નવરાત્રીને હવે ગણતરીના દિવસોની વાર છે. ત્યારે  એવા ઘણા લોકો છે જેઓ આ સમયગાળા દરમિયાન 9 દિવસ સુધી ઉપવાસ રાખે છે. આમાંના કેટલાક લોકો માત્ર ફળો જ ખાય છે, પરંતુ જે લોકો ઉપવાસ દરમિયાન ફળો ઉપરાંત રોક  સોલ્ટ  ખાય છે તેમના માટે અમે લાવ્યા છીએ  આ સ્વાદિષ્ટ વાનગીઓ જેને તમે લંચ કે ડિનર કોઈપણ સમયે બનાવીને ખાઈ શકો છો.

કુટ્ટી  તે ફાગોપાયરમ એસ્ક્યુલેન્ટમ પ્લાન્ટના ફળના બીજમાંથી કાઢવામાં આવે છે. આ ધાન્યની ખેતી બીજના રૂપે પણ થાય છે.  જે સમગ્ર એશિયા અને યુરોપિયન દેશોમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે.જેને અંગ્રેજીમાં Buckwheat કહેવાય છે. 
સામગ્રી 
કટ્ટુનો લોટ – 250 ગ્રામ
બટાટા – 4 નંગ 
લીલા મરચા- 2
આદુનો ટૂકડો
સ્વાદનુસાર સેંધા નમક
લીંબુનો રસ – 2 ટેબલસ્પૂન

કટ્ટૂના પકોડા બનાવવાની રીત
સૌ પ્રથમ  બટાટાને બાફી લો, બાદ તેની છાલ ઉતારીને તેને મેશ કરી દો. 
હવે તેમાં લીલા મરચા, લીબુંનો રસ, સેંધા નમક, ક્ટુનો લોટ મિક્સ કરીને લોટ બાંધી લો
બાંઘેલો લોટ વધુ સમય સુધી ન રાખો નહિ તો ઢીલો થઇ જશે. 
હવે તેને પકોડા બનાવી લો અને તેને તેલમાં ડીપ ફ્રાય કરી દો. 
ફરાળી સ્વાદિષ્ટ કટ્ટુના પકોડા તૈયારા છે

વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પહેલગામમાં આતંકીઓનું પર્યટકો પર 50 રાઉન્ડ ફાયરિંગ, હુમલામાં 28 લોકોના મોતની આશંકા   
પહેલગામમાં આતંકીઓનું પર્યટકો પર 50 રાઉન્ડ ફાયરિંગ, હુમલામાં 28 લોકોના મોતની આશંકા   
Pahalgam Attack: પહેલગામ આતંકવાદી હુમલામાં સુરતના યુવકનું મોત થયું
Pahalgam Attack: પહેલગામ આતંકવાદી હુમલામાં સુરતના યુવકનું મોત થયું
'આતંકવાદીઓને છોડવામાં નહીં આવે', પહેલગામ હુમલા પર PM મોદી બોલ્યા - 'નાપાક એજન્ડા સફળ નહીં થાય'
'આતંકવાદીઓને છોડવામાં નહીં આવે', પહેલગામ હુમલા પર PM મોદી બોલ્યા - 'નાપાક એજન્ડા સફળ નહીં થાય'
'આતંકવાદ સામે ભારતની સાથે મજબૂતીથી ઊભું છે અમેરિકા' પહેલગામ આતંકી હુમલાને લઈ ડોનાલ્ડ ટ્રંપે દુખ વ્યક્ત કર્યું 
'આતંકવાદ સામે ભારતની સાથે મજબૂતીથી ઊભું છે અમેરિકા' પહેલગામ આતંકી હુમલાને લઈ ડોનાલ્ડ ટ્રંપે દુખ વ્યક્ત કર્યું 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે નદીઓમાં વહે છે ઝેર?Hun To Bolish : હું તો બોલીશ : કાશ્મીરનો પ્રવાસ, જીવનું જોખમ !Ahmedabad Accident news: અમદાવાદમાં ફરી એકવાર રફ્તારના કહેરમાં એક નિર્દોષે ગુમાવ્યો જીવAhmedabad News : જુહાપુરામાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક, નશાની હાલતમાં ત્રણ યુવકે જાહેરમાં કરી મારામારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પહેલગામમાં આતંકીઓનું પર્યટકો પર 50 રાઉન્ડ ફાયરિંગ, હુમલામાં 28 લોકોના મોતની આશંકા   
પહેલગામમાં આતંકીઓનું પર્યટકો પર 50 રાઉન્ડ ફાયરિંગ, હુમલામાં 28 લોકોના મોતની આશંકા   
Pahalgam Attack: પહેલગામ આતંકવાદી હુમલામાં સુરતના યુવકનું મોત થયું
Pahalgam Attack: પહેલગામ આતંકવાદી હુમલામાં સુરતના યુવકનું મોત થયું
'આતંકવાદીઓને છોડવામાં નહીં આવે', પહેલગામ હુમલા પર PM મોદી બોલ્યા - 'નાપાક એજન્ડા સફળ નહીં થાય'
'આતંકવાદીઓને છોડવામાં નહીં આવે', પહેલગામ હુમલા પર PM મોદી બોલ્યા - 'નાપાક એજન્ડા સફળ નહીં થાય'
'આતંકવાદ સામે ભારતની સાથે મજબૂતીથી ઊભું છે અમેરિકા' પહેલગામ આતંકી હુમલાને લઈ ડોનાલ્ડ ટ્રંપે દુખ વ્યક્ત કર્યું 
'આતંકવાદ સામે ભારતની સાથે મજબૂતીથી ઊભું છે અમેરિકા' પહેલગામ આતંકી હુમલાને લઈ ડોનાલ્ડ ટ્રંપે દુખ વ્યક્ત કર્યું 
પોલીસના ડ્રેસમાં આવ્યા અને નામ પૂછી ગોળી મારી, આતંકીઓએ પર્યટકોને આ રીતે નિશાન બનાવ્યા
પોલીસના ડ્રેસમાં આવ્યા અને નામ પૂછી ગોળી મારી, આતંકીઓએ પર્યટકોને આ રીતે નિશાન બનાવ્યા
પહેલગાંવ આતંકી હુમલોઃ પોલીસના ડ્રેસમાં આવ્યા, આંખે જોનારા બોલ્યા- 'નામ પુછી-પુછીને મારી ગોળી', 10 મોટી વાતો
પહેલગાંવ આતંકી હુમલોઃ પોલીસના ડ્રેસમાં આવ્યા, આંખે જોનારા બોલ્યા- 'નામ પુછી-પુછીને મારી ગોળી', 10 મોટી વાતો
Pahalgam Attack: પહેલગામમાં આતંકીઓનો કાયરતાપૂર્ણ હુમલો, 3 ગુજરાતી પર્યટકો ઘાયલ
Pahalgam Attack: પહેલગામમાં આતંકીઓનો કાયરતાપૂર્ણ હુમલો, 3 ગુજરાતી પર્યટકો ઘાયલ
પહેલગામમાં આતંકી હુમલા બાદ દિલ્હી મુંબઈમાં એલર્ટ જાહેર, પ્રવાસન સ્થળો પર ચાપતી નજર 
પહેલગામમાં આતંકી હુમલા બાદ દિલ્હી મુંબઈમાં એલર્ટ જાહેર, પ્રવાસન સ્થળો પર ચાપતી નજર 
Embed widget