Union Budget 2022: બેટરી સ્વેપિંગ પોલિસીથી ઈલેક્ટ્રિક વ્હીકલ ઈન્ડસ્ટ્રીને મળશે બૂસ્ટ, જાણો શું છે આ
Budget 2022 Update: ઇલેક્ટ્રિક વાહન ઇકોસિસ્ટમમાં કાર્યક્ષમતાને વધુ વેગ આપવા માટે બેટરી સ્વેપિંગ નીતિ લાગુ કરવામાં આવશે. આ માટે મોટા પાયા પર બૅટરી સ્ટેશનો સ્થાપવા આવશે.
Budget 2022: નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે કે ઇલેક્ટ્રિક વાહન ઇકોસિસ્ટમમાં કાર્યક્ષમતાને વધુ વેગ આપવા માટે બેટરી સ્વેપિંગ નીતિ લાગુ કરવામાં આવશે. આ માટે બૅટરી સ્વેપિંગ પૉલિસી રજૂ કરવામાં આવશે અને મોટા પાયા પર બૅટરી સ્ટેશનો સ્થાપવા આવશે. તેમણે જણાવ્યું હતું કે, ખાનગી ક્ષેત્રને બેટરી અને ઊર્જા માટે એક સેવા તરીકે ટકાઉ અને નવીન મોડલ વિકસાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. જે EV ઇકોસિસ્ટમમાં કાર્યક્ષમતા વધારશે.
બજેટ 2022ના ભાષણમાં ઓટોમોટિવ સેક્ટર માટેના હાઇલાઇટ્સમાંની એક નવી બેટરી સ્વેપિંગ પોલિસીની જાહેરાત હતી. નાણામંત્રીએ એ પણ ઉલ્લેખ કર્યો કે ભારતમાં જાહેર પરિવહન માટે સ્વચ્છ ટેકનોલોજી અને ઇલેક્ટ્રિક વાહનોનો સમાવેશ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. રાષ્ટ્રીય બેટરી સ્વેપિંગ નીતિ, જો અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવે, તો EV ઉત્પાદકો પર મોટી હકારાત્મક અસર થઈ શકે છે. વાહન ઉત્પાદકો ઉપરાંત નીતિથી નવા ખાનગી ખેલાડીઓને ફાયદો થશે, જેમને આ ક્ષેત્રમાં પ્રવેશવા અને રાજ્ય સરકારો સાથે કામ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. આનાથી જાહેર પરિવહન લાંબા ગાળે સ્વચ્છ, કાર્યક્ષમ અને નફાકારક બનશે.
બેટરી સ્વેપિંગ શું છે
બેટરી અદલાબદલી એ એક પદ્ધતિ છે જેમાં એક્ઝોસ્ટ થયેલી બેટરીને સંપૂર્ણ ચાર્જ થયેલી બેટરીથી બદલવામાં આવે છે. બેટરી સ્વેપિંગ એ ચિંતાઓ, ઓછા વાહન ખર્ચ અને કાર્યક્ષમ ચાર્જિંગ સિસ્ટમ્સ માટે સંભવિત ઉકેલ છે. તે નવા બેટરી પેક ખરીદવા અને ઇલેક્ટ્રિક વાહનો ચલાવવાની કિંમત પણ ઘટી શકે છે.