શોધખોળ કરો

ખેડૂતો માટે મોટા સમાચાર, દેશનું પ્રથમ CNG ટ્રેકટર થયું લોન્ચ, જૂના ટ્રેક્ટરમાં પણ ફિટ કરાવી શકાશે કિટ

રામવેટ ટેકનો સોલ્યુશન અને ટોમાસેટો એકાઇલ ઈન્ડિયાએ મળીને આ ટ્રેકટર બનાવ્યું છે. આ ટ્રેકટરથી દર વર્ષે ખેડૂતોને ઈંધણ ખર્ચમાં એક લાખ રૂપિયાની બચત થશે.

નવી દિલ્હીઃ વધતા પ્રદૂષણ અને બદલાતા સમયમાં સીએનજી વાહનોની સંખ્યા ખૂબ ઝડપથી વધી રહી છે. ખેડૂતોને ધ્યાનમાં રાખી દેશનું પ્રથમ સીએનજી ટ્રેક્ટર પર લોન્ચ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય સડક પરિવહન મંત્રી નીતીન ગડકરીએ તેને ગઈ કાલે લોન્ચ કર્ય હતું. જેના કારણે ખેતીના ખર્ચમાં ઘટાડો થશે, તેનો ફાયદો ધરતીપુત્રોને થશે. રામવેટ ટેકનો સોલ્યુશન અને ટોમાસેટો એકાઇલ ઈન્ડિયાએ મળીને આ ટ્રેકટર બનાવ્યું છે. આ ટ્રેકટરથી દર વર્ષે ખેડૂતોને ઈંધણ ખર્ચમાં એક લાખ રૂપિયાની બચત થશે. સીએનજી ટ્રેક્ટર નવી ટેકનોલોજીથી બનાવવામાં આવ્યું છે. સીએનજી ટ્રેક્ટર ડીઝલ ટ્રેક્ટર કરતા 70 ટકા ઓછું ઉત્સર્જન કરે છે, જેના કારણે ઓછું પ્રદૂષણ થશે. સીએનજી ફીટ થયેલા ટ્રેકટરોમાં લીડ વોલ્યુમ હોતું નથી આ કારણે એન્જિન લાંબા સમય સુધી કામ કરશે. આ પ્રસંગે ગુજરાતમાંથી રાજ્યસભા સાંસદ પરષોત્તમ રૂપાલા પણ હાજર રહ્યા હતા.
આ ટ્રેક્ટર નહીંવત પ્રદૂષત ફેલાવશે. જેનાથી એન્જિનનું આયુષ્ય વધશે. જેથી મેંટેનસ ખર્ચ ઓછો આવશે. સી.એન.જી. ટ્રેકટરોથી ખેડૂતોની આવકમાં પણ વધારો થશે, કારણ કે સી.એન.જી. કરતા ડીઝલની કિંમત ડબલ છે. જે રીતે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે તે જોતાં સીએનજી ટ્રેક્ટર ખૂબ જ લાભદાયી થશે. સીએનજી ટ્રેક્ટરનું માઇલેજ પણ ડીઝલ ટ્રેક્ટર કરતા વધુ સારી રહેશે. ટ્રેક્ટર લોન્ચ કરતી વખતે ગડકરીએ કહ્યું કે અન્ય સીએનજી વાહનોની જેમ શરૂઆતમાં પણ તેને શરૂ કરવા માટે ડીઝલની જરૂર પડશે. આ પછી તે સીએનજીથી ચાલશે. ખેડૂતો હવે તેમના જૂના ટ્રેકટરોમાં સીએનજી કીટ પણ ફીટ કરી શકશે. આ અંગેની વિસ્તૃત માહિતી ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. તેમણે કહ્યું કે કૃષિમાં ટ્રેક્ટરનો ઉપયોગ કરવા માટે પ્રતિ કલાક સરેરાશ 4 લિટર ડીઝલનો ખર્ચ આશરે 340 રૂપિયા થાય છે, જ્યારે સીએનજીથી ટ્રેક્ટર ચલાવવા 4 કલાકમાં આશરે 180 રૂપિયા ખર્ચ થવાનો અંદાજ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

CSK vs RCB Live Score: આરસીબીની ત્રીજી વિકેટ પડી, વિરાટ કોહલી 31 રન બનાવીને આઉટ

Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત

Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે

Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Interim bail for Asaram Bapu: આસારામના 3 મહિનાના જામીન મંજૂર, હાઈકોર્ટે આપી મોટી રાહતAcharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજોArvind Kejriwal Call To Vikram Thakor:  વિક્રમ ઠાકોરને કેજરીવાલનો ફોન | શું કરી વાત?Thailand, Myanmar Earthquake: થાઇલેન્ડ અને મ્યાનમારમાં ભૂકંપથી તબાહી, અનેક લોકોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CSK vs RCB Live Score: આરસીબીની ત્રીજી વિકેટ પડી, વિરાટ કોહલી 31 રન બનાવીને આઉટ
CSK vs RCB Live Score: આરસીબીની ત્રીજી વિકેટ પડી, વિરાટ કોહલી 31 રન બનાવીને આઉટ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું

Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'

BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?

China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો

Embed widget