Ambani Family : અંબાણી પરિવારની વહુ શ્લોકા મહેતાનું બેબી શાવર, તસવીરો આવી સામે
તાજેતરમાં જ તેની બેબી શાવર સેરેમની પૂર્ણ થઈ હતી. જેની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. આ તસવીરોમાં શ્લોકા તેના મિત્રો સાથે ખૂબ જ મસ્તી કરતી જોવા મળી રહી છે.
Shloka Mehta Baby Shower Photos: અંબાણી પરિવારની મોટી વહુ એટલે કે આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતા બહુ જલ્દી બીજી વાર માતા બનવા જઈ રહી છે. તાજેતરમાં જ તેની બેબી શાવર સેરેમની પૂર્ણ થઈ હતી. જેની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. આ તસવીરોમાં શ્લોકા તેના મિત્રો સાથે ખૂબ જ મસ્તી કરતી જોવા મળી રહી છે. તેમજ સોશિયલ મીડિયા પર ફેન્સ શ્લોકાના લુકને ખૂબ પસંદ કરી રહ્યા છે.
મિત્રોએ કર્યું હતું શ્લોકા મહેતાની બેબી શાવર પાર્ટીનું આયોજન
મુકેશ અંબાણી-નીતા અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીની વહુ શ્લોકા મહેતાના બેબી શાવર ફંક્શનનું આયોજન તેમના મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું, જે ખૂબ જ ભવ્ય હતું. તેની તસવીરો આકાશ અંબાણીના ઈન્સ્ટાગ્રામ ફેન પેજ પર શેર કરવામાં આવી છે. આ ફંક્શનમાં શ્લોકાના તમામ ખાસ મિત્રોએ ભાગ લીધો હતો. શ્લોકા મહેતા તેના બેબી શાવર પાર્ટીમાં ગુલાબી આઉટફિટ અને માથા પર ફૂલોનો તાજ પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી છે.
View this post on Instagram
શ્લોકા પિંક ડ્રેસમાં લાગતી હતી અદભુત
મિત્રો સાથે પોઝ આપવા ઉપરાંત શ્લોકા મહેતા એક તસવીરમાં પેઇન્ટિંગ કરતી પણ જોવા મળી રહી છે. શ્લોકાની આ તસવીરો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. જાહેર છે કે, શ્લોકા મહેતા અને આકાશ અંબાણીની આ બીજી બેબી છે. આ પહેલા બંને એક પુત્રના માતા-પિતા છે. જેનું નામ પૃથ્વી આકાશ અંબાણી છે.
આ રીતે શ્લોકાની બીજી પ્રેગ્નન્સીનો થયો હતો ખુલાસો
શ્લોકા મહેતાની બીજી પ્રેગ્નેન્સી નીતા મુકેશ અંબાણીના કલ્ચરલ સેન્ટરના ગ્રાન્ડ લોન્ચ ઈવેન્ટ દરમિયાન જાહેર થઈ હતી. જ્યારે તે ગોલ્ડન સાડીમાં બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. આ પછી શ્લોકાએ પ્રેગ્નન્સી ફોટોશૂટ પણ કરાવ્યું હતું. જેમાં તે ટુ પીસ પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી હતી. શ્લોકાની આ તસવીરો પણ ખૂબ વાયરલ થઈ હતી.
View this post on Instagram
Mukesh Ambaniના ઘરમાં ફરી ગુંજશે કિલકારીયા, પુત્રવધૂ શ્લોકા મહેતા છે પ્રેગ્નન્ટ, ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ
વિશ્વના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિઓમાંના એક મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘરમાં ફરી એકવાર બાળકની કિલકારી ગુજવા જઇ રહી છે. હા, મુકેશ અને નીતાનો મોટો પુત્ર આકાશ અંબાણી અને તેની પત્ની શ્લોકા મહેતા ટૂંક સમયમાં ફરી માતા-પિતા બનવાના છે. હાલમાં જ શ્લોકા મહેતા તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
View this post on Instagram
શ્લોકા મહેતા માતા બનવા જઈ રહી છે
શ્લોકા મહેતાએ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના કલ્ચરલ સેન્ટર (NMACC) ઇવેન્ટમાં તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરીને તેણીની બીજી ગર્ભાવસ્થાની પુષ્ટિ કરી. તેની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. શનિવારની ઇવેન્ટ માટે અભિનેત્રીએ તેના બેબી બમ્પને ટુ પીસમાં ફ્લોન્ટ કર્યો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી એક તસવીરમાં શ્લોકા મહેતા તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોઈ શકાય છે. આ વાતનો ખુલાસો મેકઅપ આર્ટિસ્ટ પુનીત બી સૈનીએ તેની લેટેસ્ટ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા કર્યો છે.