Animal Release Date: ફિલ્મ 'એનિમલ'માં રણબીરનો ખૂંખાર લૂક, ફિલ્મનું ધાંસૂ પૉસ્ટર આવ્યુ સામે, આ તારીખે ફિલ્મ થશે રિલીઝ
છેવટે ફિલ્મના મેકર્સે તેની રિલીઝ ડેટ જાહેર કરી દીધી છે. આ ફિલ્મ આ વર્ષના અંતમાં એટલે કે 1લી ડિસેમ્બરે દુનિયાભરમાં રિલીઝ થવા માટે તૈયાર છે.
Animal Release Date: બૉલીવુડ એક્ટર રણબીર કપૂરની મૉસ્ટ અવેટેડ અને ચર્ચિત ફિલ્મ એનિમલ તેની રિલીઝને લઈને કેટલાય સમયથી ચર્ચામાં છે. અનેકવાર મેકર્સે ફિલ્મની રિલીઝ ડેટને લંબાવી છે. એનિમલ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહેલા દર્શકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે.
'એનિમલ'ની રિલીઝ ડેટ આવી સામે -
છેવટે ફિલ્મના મેકર્સે તેની રિલીઝ ડેટ જાહેર કરી દીધી છે. આ ફિલ્મ આ વર્ષના અંતમાં એટલે કે 1લી ડિસેમ્બરે દુનિયાભરમાં રિલીઝ થવા માટે તૈયાર છે. ફિલ્મનું ટીઝર 28 સપ્ટેમ્બરે રિલીઝ થશે. સેન્ડી રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત છે, અને આ ફિલ્મ 5 ભાષાઓમાં રિલીઝ થશે. આ ફિલ્મ હિન્દી ઉપરાંત તેલુગુ, કન્નડ, મલયાલમ અને તામિલ ભાષામાં પણ રિલીઝ થશે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મમાં રણબીર તેના અત્યાર સુધીના સૌથી અલગ પાત્રમાં જોવા મળશે.
ફિલ્મમાં રણબીરનો હશે ખૂંખાર લૂક
ખાસ વાત છે કે, આ ફિલ્મમાં રણબીર કપૂર ઉપરાંત રશ્મિકા મંદાના, અનિલ કપૂર, બૉબી દેઓલ જેવા દિગ્ગજ કલાકારો મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ દ્વારા રણબીર કપૂર અને રશ્મિકા મંદાના પહેલીવાર મોટા પડદા પર સાથે જોવા મળવાના છે. આવામાં ફેન્સ આ ફ્રેશ જોડીને જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. થોડા દિવસો પહેલા મેકર્સે ચાહકોની ઉત્તેજના બમણી કરવા માટે ફિલ્મનું પ્રી-ટીઝર રિલીઝ કર્યું હતું.
આ પ્રી-ટીઝર વીડિયોમાં રણબીર એક ખૂંખાર અવતારમાં જોવા મળ્યો હતો. ચાહકોને તેનો ડરામણો લૂક ખુબ પસંદ આવ્યો. વીડિયોમાં રણબીર કુહાડી વડે એક પછી એક દુશ્મનોને મારી રહ્યો હતો. જો આપણે રણબીરના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો,
RANBIR KAPOOR: ‘ANIMAL’ TEASER DROPS ON 28 SEPT… Team #Animal will unveil #AnimalTeaser on 28 Sept 2023 [#RanbirKapoor’s birthday]… Directed by #SandeepReddyVanga, the film arrives in *cinemas* on 1 Dec 2023.
— taran adarsh (@taran_adarsh) September 18, 2023
Will release in #Hindi, #Telugu, #Tamil, #Kannada and #Malayalam.… pic.twitter.com/DWoHzV5AIV
Mark your calendars, #Animal lovers! 🦁🎬🔥
— Bollywood Spy (@BollySpy) September 18, 2023
Teaser out on 28th September! 📅
Directed by #SandeepReddyVanga, the film arrives in cinemas on 1 Dec 2023. #RanbirKapoor #RashmikaMandanna @iamRashmika @thedeol @tripti_dimri23 @imvangasandeep #BhushanKumar @VangaPranay… pic.twitter.com/ZbQMoH2gZP