શોધખોળ કરો
Advertisement
સુશાંત કેસઃ રિયાને જેલમાંથી છુટકારો નહીં, બૉમ્બે હાઇકોર્ટે 6 ઓક્ટોબર સુધી લંબાવી ન્યાયિક કસ્ટડી
ખાસ વાત છે કે ડ્રગ્સ એન્ગલથી સુશાંત કેસની તપાસ કરી રહેલી એનસીબીએ રિયા અને શૌવિકને રિમાન્ડ પર લેવાની કોર્ટમાં અપીલ નથી કરી
મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે આજે રિયા અને શૌવિક સહિત છ આરોપીઓને બૉમ્બે હાઇકોર્ટમાં હાજર કરવામાં આવ્યા, કોર્ટે તમામ આરોપીઓની 6 ઓક્ટોબર સુધી ન્યાયિક કસ્ટડી લંબાવી દીધી છે. રિયા ચક્રવર્તીએ બૉમ્બે હાઇકોર્ટમાંથી જામીનની અરજી ફાઇલ કરી છે. પરંતુ હાલ આ અરજી પર સુનાવણી નથી થઇ. જામીન અરજી પર સુનાવણીની તારીખ હજુ નક્કી નથી થઇ.
ખાસ વાત છે કે ડ્રગ્સ એન્ગલથી સુશાંત કેસની તપાસ કરી રહેલી એનસીબીએ રિયા અને શૌવિકને રિમાન્ડ પર લેવાની કોર્ટમાં અપીલ નથી કરી.
સુશાંત સિંહ રાજપૂત મોત સાથે જોડાયેલા ડ્રગ્ કેસમાં ધરપકડ કરાયેલા 6 આરોપીઓમાં રિયા, શૌવિક મિરાંડા, દીપિશ સાવંત, જૈદ બિલાત્રા અને બાસિત પરિહારની આજે ન્યાયિક કસ્ટડી ખતમ થઇ ગઇ હતી. જોકે, આમાંથી કેટલાક આરોપીઓની જામીન અરજી પર બૉમ્બે હાઇકોર્ટમાં 29 સપ્ટેમ્બરે સુનાવણી થવાની છે. ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસો સુધી પુછપરછ કર્યા બાદ એનસીબીએ 8 સપ્ટેમ્બરને ધરપકડ કરી લીધી હતી.
પહેલા રિયાને મેડિકલ તપાસ બાદ એક વીડિયો લિંકના માધ્યમથી અતિરિક્ત મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટની કોર્ટમાં હાજર કરવામાં આવી હતી, કોર્ટે રિયાની જામીન અરજી ફગાવતા તેને 22 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધી હતી.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement