કેરળના મુસ્લિમ ફિલ્મ સર્જકે ઈસ્લામ છોડીને અપનાવી લીધો હિંદુ ધર્મ, CDS અંગે થયેલી ગંદી કોમેન્ટ્સના કારણે લીધો નિર્ણય
તેમણે કહ્યું કે હું મારી દીકરીઓને ધર્મપરિવર્તન માટે મજબૂર નહીં કરુ અને એ નિર્ણય તેમને લેવાનો છે.
નવી દિલ્હીઃ મલયાલી ફિલ્મમેકર અલી અકબરે ચોંકાવનારી જાહેરાત કરી છે. અલી અકબરે ઇસ્લામ ધર્મ છોડી હિંદુ ધર્મ અપનાવવાની જાહેરાત કરી છે. અલી અકબર અને તેમનો પરિવાર હિંદુ ધર્મ અપનાવશે. અલી અકબરે આ નિર્ણય ચીફ ડિફેન્સ ઓફ સ્ટાફ બિપિન રાવતના આકસ્મિક નિધન પર આવેલા સોશિયલ મીડિયા રિએક્શન બાદ લીધો છે. અલી અકબરે લાઇવ વીડિયોમાં સીડીએસ બિપિન રાવતના નિધન પર ખુશી વ્યક્ત કરનારાઓની ટીકા કરી હતી.
અલી અકબરે લાઇવ વીડિયોમાં બહાદુર સૈન્ય અધિકારીના મોત પર રિએક્શન આપનારાઓની નિંદા કરી હતી. અલી અકબર હિન્દુ ધર્મ અપનાવ્યા બાદ Ramasimhan નામ રાખશે.તેમનુ કહેવુ છે કે આ વ્યક્તિનુ નામ એટલા માટે પસંદ કર્યુ છે કે, તે પોતાની સંસ્કૃતિની રક્ષા માટે મોતને ભેટયો હતો. અલી અકબરે લાઈવ વિડિયોમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતના મોત પર ખુશ થયેલા લોકોની નિંદા કરી હતી અને કહ્યું કે દુખ છે કે આ પ્રકારના લોકોની કોઈ ધર્મગુરુએ નિંદા પણ કરી નથી.અલી અકબરે પોતાનુ જુનુ ફેસબૂક એકાઉન્ટ પણ સસ્પેન્ડ કરી દીધુ છે અને ધર્મ પરિવર્તનની જાહેરાત કરી છે.
તેમણે કહ્યું કે હું મારી દીકરીઓને ધર્મપરિવર્તન માટે મજબૂર નહીં કરુ અને એ નિર્ણય તેમને લેવાનો છે. આ પહેલા અલી અકબર ભાજપમાં જોડાયા હતા અને મતભેદો બાદ રાજીનામુ આપ્યુ હતુ.
અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડતી તેજસ એક્સપ્રેસ ટ્રેન હવે 22 ડિસેમ્બરથી સપ્તાહમાં આટલા દિવસ દોડશે
રાજ્યમાં એક જ સપ્તાહમાં કોરોનાના એક્ટિવ કેસમાં 60%નો ધરખમ વધારો, આ શહેરમાં સૌથી વધુ એક્ટિવ કેસ
India Corona Cases: ઓમિક્રોનના ફફડાટ વચ્ચે દેશમાં કોરોનાના કેટલા કેસ નોંધાયા ? જાણો લેટેસ્ટ આંકડો