Oscar જીત્યા બાદ RRRએ જાપાનમાં પણ કર્યો કમાલ, કમાણીના મામલામાં આ દેશમાં તોડ્યા તમામ રેકોર્ડ
ખરેખરમાં, ‘આરઆરઆર’એ જાપાનમાં 80 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કરી લીધો છે. આની સાથે જ આ ફિલ્મ જાપાનમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઇ છે.
RRR In Japan: સાઉથ ફિલ્મ ‘આરઆરઆર’ દુનિયાભરમાં દરરોજ નવી નવી ઉપલબ્ધિયો હાંસલ કરી રહી છે. તાજેતરમાં જ ફિલ્મોના સૉન્ગ 'નાટૂ નાટૂ'એ ઇતિહાસ રચતાં 95મા એકેડેમી એવોર્ડમાં ઓસ્કાર પોતાના નામે કર્યો હતો, 'નાટૂ નાટૂ'એ ઓરિઝિનલ સૉન્ગ કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ પોતાના નામે કર્યો છે. ફિલ્મને આંતરરાષ્ટ્રીય પરફોર્મન્સ પર મળેલી આ જીતથી આખો દેશ પ્રાઉડ ફિલ કરી રહ્યો છે અને જશ્ન મનાવી રહ્યો છે. વળી, હવે ‘આરઆરઆર’ એ વધુ એક માઇલસ્ટૉન પાર કરી લીધો છે. ખરેખરમાં, ‘આરઆરઆર’એ જાપાનમાં 80 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કરી લીધો છે. આની સાથે જ આ ફિલ્મ જાપાનમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઇ છે.
‘આરઆરઆર’ જાપાનમાં મચાવી રહી છે ધૂમ -
ઉલ્લેખનીય છે કે, ‘આરઆરઆર’ જાપાનમાં 21 ઓક્ટોબરે રિલીઝ થઇ હરતી, આને અહીં 200 સ્ક્રીન અને 44 શહેરોમાં રિલીઝ કરવામાં આવી હતી, ‘આરઆરઆર’એ જાપાનમાં 31 આઇમેક્સ સ્ક્રીન મળી હતી, ફિલ્મને જાપાનમાં ઓપનિંગ ડેથી જ જબરદસ્ત રિસ્પૉન્સ મળી રહ્યો છે. પરિણામે આ ફિલ્મ દરરોજ પોતાની કમાણીમાં વધારો કરી રહી છે. આની સાથે જ ફિલ્મને જાપાનમાં મળી રહેલા શાનદાર રિસ્પૉન્સ બાદ આ અહીં અત્યાર સુધીની સૌથી વધુ કમાણી હિન્દી ફિલ્મ બની ગઇ છે. ‘આરઆરઆર’ને જાપાનના સિનેમાઘરોમાં ચાલતા 20 અઠવાડિયા થઇ ગયા છે, પરંતુ ફિલ્મનો ક્રેઝ અહીંની ઓડિયન્સના માથા પર હજુ પણ ચઢીને બોલી રહ્યો છે.
Oscar 2023: નાટુ-નાટુએ જીત્યો ઓસ્કાર એવોર્ડ, RRRની ટીમમાં ખુશીની લહેર,કહ્યું- કોઈ શબ્દ આ ક્ષણને વર્ણવી નહી શકે
Oscar Awards Ceremony: ભારત માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે. ફિલ્મમેકર એસએસ રાજામૌલીની ફિલ્મ RRRના ગીત નાટુ-નાટુને ઓસ્કાર એવોર્ડ મળ્યો છે. નાટુ નાટુએ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં એવોર્ડ જીત્યો છે. એવોર્ડ મેળવતી વખતે એમએમ કીરાવાણી અત્યંત ઉત્સાહિત દેખાતા હતા. તેમનું ભાષણ પણ ચર્ચામાં રહ્યું છે. આ જીત બાદ સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે.
મેકર્સે ખુશી વ્યક્ત કરી હતી
મેકર્સે RRR ફિલ્મના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને જીતની ખુશી વ્યક્ત કરી છે. તેણે લખ્યું- 'અમે આશીર્વાદિત છીએ કે RRR સોંગ નાટુ-નાટુ એ પ્રથમ ફિચર ફિલ્મ છે જેણે શ્રેષ્ઠ ગીતની શ્રેણીમાં ભારતનો પ્રથમ ઓસ્કાર મેળવ્યો છે. કોઈ શબ્દો આ અલૌકિક ક્ષણનું વર્ણન કરી શકતા નથી. વિશ્વભરના અમારા તમામ ચાહકોને આ સમર્પિત કરીએ છીએ. આભાર. ભારત જીંદગી રહે.'
જુનિયર એનટીઆરએ પ્રતિક્રિયા આપી
ફિલ્મના મુખ્ય અભિનેતા જુનિયર એનટીઆરએ પણ 'નાટુ નાટુ'ને ઓસ્કાર જીતવા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું- મારી ખુશી વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી. આ માત્ર RRRની જીત નથી પરંતુ એક દેશ તરીકે ભારતની જીત છે. ભારતીય સિનેમા કેટલી આગળ વધી શકે છે તેની આ માત્ર શરૂઆત છે. એમએમ કીરાવાણી અને ચંદ્રબોઝને અભિનંદન. આ સાથે જુનિયર એનટીઆરએ ડોક્યુમેન્ટ્રી 'ધ એલિફન્ટ વ્હિસ્પર્સ'ની ટીમને પણ ઓસ્કાર જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
'નાટુ નાટુ'ની જીત પર રામ ચરણની પ્રતિક્રિયા
ફિલ્મ આરઆરઆરના મુખ્ય અભિનેતા રામ ચરણે પણ નાટુ નાટુ ગીતને ઓસ્કાર જીતવા પર પ્રતિક્રિયા આપી છે. ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કરતાં તેણે લખ્યું- 'તમામ RRR ટીમ, એસએસ રાજામૌલી, સંગીતકાર એમએમ કીરાવાણી, ચંદ્રબોઝ, કાલ ભૈરવ અને રાહુલ સિપલીગુંજ અને પ્રેમ રક્ષિતને અભિનંદન. આ ગીત હવે અમારું ગીત નથી. 'નાટુ-નાટુ' જાહેર જનતા અને તમામ વય અને સંસ્કૃતિના લોકોનું છે જેમણે તેને અપનાવ્યું છે.
કોણે કર્યું નાટુ નાટુને કમ્પોઝ?
જણાવી દઈએ કે આ ગીત એમએમ કીરવાણીએ કમ્પોઝ કર્યું છે. ચંદ્ર બોઝે તેના ગીતો લખ્યા છે. આ ગીત અભિનેતા રામ ચરણ અને જુનિયર એનટીઆર પર દર્શાવવામાં આવ્યું છે. બંનેની ડાન્સિંગ સ્ટાઈલ ચાહકોના દિલ પર છવાઈ ગઈ છે. RRR ફિલ્મની વાત કરીએ તો તે એક બ્લોકબસ્ટર ફિલ્મ છે. તે એસએસ રાજામૌલી દ્વારા નિર્મિત છે.
ઓસ્કાર નાઈટમાં નાટુ-નાટુની ધમાલ, સિંગરોનું લાઈવ પરફોર્મન્સ
ઓસ્કાર એવોર્ડ નાઈટમાં 'નાટુ નાટુ'ના સિંગર્સ રાહુલ સિપલીગુંજ અને કાલ ભૈરવે પણ સ્ટેજ પર લાઈવ પરફોર્મન્સ આપ્યું હતું. તેનું પરફોર્મન્સ વાયરલ થયું છે. સ્ટેડિયમમાં હાજર તમામ લોકો 'નાટુ નાટુ'ના તાલે નાચતા જોવા મળ્યા હતા. ગીતને સ્ટેન્ડિંગ ઓવેશન પણ મળ્યું. સ્ટેજ પર નાટુ-નાટુનો સેટ પણ રિક્રિએટ કરવામાં આવ્યો હતો.