કોરોનાના કારણે સલમાન ખાન અને કેટરિનાની ફિલ્મ ટાઇગર-3નું શૂટિંગ રદ
બોલિવૂડ એક્ટર સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ ટાઇગર-3નું શૂટિંગ રદ કરી દેવામાં આવ્યું છે.
મુંબઇઃ બોલિવૂડ એક્ટર સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ ટાઇગર-3નું શૂટિંગ રદ કરી દેવામાં આવ્યું છે. શૂટિંગ દિલ્હીમા થવાનું હતું પરંતુ કોરોનાના કેસમાં વધારો થતા શૂટિંગ રદ કરવામાં આવ્યું છે. ઓમિક્રોન અને કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને યશરાજ ફિલ્મ્સએ સલમાન ખાનની ટાઈગર 3નું શૂટિંગ શેડ્યૂલ રદ કરવાની જાહેરાત કરી છે. આ શૂટિંગ દિલ્હીમાં થવાનું હતુ,પરંતુ દિલ્હીમાં વધતા કોરોના સંક્રમણને કારણે સ્થિતિ વણસી હોવાથી મેકર્સે આ નિર્ણય લીધો છે.
સલમાન ખાન અને કેટરિના કૈફની ઓલ ટાઈમ બ્લોકબસ્ટર જોડી મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ટાઈગર 3’માં ફરી એકવાર સાથે જોવા મળશે. બંને ટાઈગર 3ના શૂટિંગ શેડ્યૂલ માટે દિલ્હી જવાના હતા, જ્યાં ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ થવાનું હતું. જો કે યશરાજ ફિલ્મ્સે નવી દિલ્હી સહિત સમગ્ર ભારતમાં ઓમિક્રોનના ખતરા અને કોવિડ-19ના કેસોમાં થતાં વધારાને ધ્યાનમાં રાખીને આ શૂટિંગ શેડ્યૂલ મુલતવી રાખ્યુ છે. 12 જાન્યુઆરીથી શરૂ થનાર આ ફિલ્મનું 15 દિવસનું શુટિગ શેડ્યૂલ હાલ પૂરતુ મુલતવી રાખવામાં આવ્યુ છે.
સૂત્રોએ જણાવ્યું કે ફિલ્મનું શૂટિંગ ફરીથી ક્યારે થશે તે કોરોનાની સ્થિતિ પર નિર્ભર કરશે. ફિલ્મમા ઇમરાન હાશ્મી અને શાહરૂખ ખાન પણ જોવા મળશે. નોંધનીય છે કે આ ફિલ્મ 2023માં રીલિઝ થાય તેવી શક્યતા છે.
આ પણ વાંચોઃ
કોરોનાની વેક્સિન લગાવ્યા પછી બાળક પેદા કરવાની ક્ષમતા જતી રહેશે ? મોદી સરકારે શું કહ્યું ?