શોધખોળ કરો
Advertisement
અક્ષય-કરીનાની ફિલ્મ 'ગુડ ન્યૂઝ'ની વર્લ્ડવાઈડ કમાણી 200 કરોડને પાર
ફિલ્મ ગુડ ન્યૂઝની કમાણી ભારતમાં 150 કરોડની નજીક પહોંચી ગઈ છે, જ્યારે વર્લ્ડવાઈડ આ ફિલ્મે 200 કરોડની કમાણી કરી લીધી છે.
મુંબઈ: બોલીવૂડ અભિનેતા અક્ષય કુમાર અને કરીના કપૂર ખાનની ફિલ્મ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર સિવાય કરીના કપૂર ખાન, દિલજીત દોસાંઝ અને કિયારા અડવાણી લીડ રોલમાં છે. ફિલ્મ ગુડ ન્યૂઝની કમાણી ભારતમાં 150 કરોડની નજીક પહોંચી ગઈ છે, જ્યારે વર્લ્ડવાઈડ આ ફિલ્મે 200 કરોડની કમાણી કરી લીધી છે. આ ફિલ્મને રાજ મેહતાએ ડિરેક્ટ કરી છે અને કરણ જોહરે પ્રોડ્યૂસ કરી છે.
200 કરોડની ક્લબમાં સામેલ થનારી અક્ષય કુમારની ત્રીજી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મ અક્ષય કુમારની 100 કરોડ ક્લબમાં સામેલ થનારી સતત ચોથી ફિલ્મ છે. કેસરી, મિશન મંગલ,હાઉસફુલ 4, બાદ ગુડ ન્યૂઝ 100 કરોડ ક્લબમાં સામેલ થઇ ગઈ છે.#GoodNewwz is unstoppable... Continues to win hearts, woo BO... Records rock-steady numbers on [second] Fri... North circuits superb... Should comfortably cross ₹ 150 cr in Weekend 2... [Week 2] Fri 8.10 cr. Total: ₹ 136 cr. #India biz.
— taran adarsh (@taran_adarsh) January 4, 2020
ફિલ્મ ગુડ ન્યૂઝ પ્રથમ દિવસથી જ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. ફિલ્મે પહેલા દિવસે 17.56 કરોડ રૂપિયા, શનિવારે 21.78 કરોડ, રવિવારે 25.65 કરોડ, સોમવારે 13.41 કરોડ, મંગળવારે 16.20 કરોડ અને બુધવારે 22.50 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
બિઝનેસ
બિઝનેસ
Advertisement