લખનઉમાં 24 વર્ષ પછી કોઈ ઇન્ટરનેશનલ મેચ રમાઈ રહી છે. ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની બીજી ટી-20 મેચ સાંજે 7 કલાકેથી રમાશે. ત્રણ મેચની શ્રેણીમાં ભારત 1-0થી આગળ છે. યોગી સરકારે તાજેતરમાં જ અલાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કર્યું છે. જ્યારે તે પહેલા મુગલસરાય રેલવે સ્ટેશનનું નામ બદલીને પંડિત દિનદયાળ ઉપાધ્યાય જંકર્શન કરી દીધું છે.
2/3
આ અંગે સોમવારે સાંજે માહિતી આપતા મુખ્ય સચિવ રમેશ ગોકાર્ણે કહ્યું, લખનઉ વિકાસ નિગમ, ઈકાના સ્પોર્ટ્સસિટી પ્રા.લિ, જી.સી કન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લિ વચ્ચે થયેલા કરાર પ્રમાણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઇકાના સ્ટેડિયમનું નિર્માણ અખિલેશ સરકારમાં થયું હોવાથી નામ બદલવામાં આવતા આ અંગે રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે.
3/3
લખનઉઃ ઉત્તરપ્રદેશમાં શહેરો અને રેલવે સ્ટેશનના નામ બદલ્યા બાદ હવે યોગી સરકારે લખનઉના ઈકાના ક્રિકેટ સ્ટેડિયમનું નામ પણ બદલી નાંખ્યું છે. યોગી સરકારે આ સ્ટેડિયમનું નામ બદલીને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ પર કરી દીધું છે. રાજ્ય સરકારના નામ બદલવાના પ્રસ્તાવને રાજ્યપાલ રામ નાઇકે મંજૂરી આપી દીધી છે.