ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ ડીલને લઇને સતત વડાપ્રધા અને રક્ષામંત્રીને લઇને નિશાન બનાવી રહી છે. લોકસભામાં પોતાના ભાષણ દરમિયાન રાહુલે પીએમ અને રક્ષામંત્રી પર રાફેલ પર દેશને જુઠ્ઠુ બોલવાનો આરોપ લગાવ્યો હતો.
2/4
સુપ્રીમ કોર્ટે આગામી અઠવાડિયે આ મામલે દાખલ થયેલી અરજી પર સુનાવણી કરી શકે છે. વરિષ્ઠ વકીલ મનોહર લાલ શર્મા તરફથી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે કે રાફેલ ડીલમાં ગોટાળો થયો છે, એટલા માટે આ ડીલને રદ્દ કરવામાં આવે. હવે આગામી અઠવાડિયે કોર્ટ આના પર સુનાવણી કરી શકે છે.
3/4
કોંગ્રેસનો દાવો છે કે યુપીએ સરકારે જે વિમાનોની ડીલ કરી હતી તે જ વિમાનને મોદી સરકાર ત્રણ ગણી કિંમતે ખરીદી રહી છે. કોંગ્રેસ આરોપ લગાવ્યો છે કે, આ નવી ડીલમાં કોઇપણ પ્રકારની નવી ટેકનોલૉજીના ટ્રાન્સફરની વાત નથી થઇ. પૂર્વ રક્ષામંત્ર એ કે એન્ટનીર અનુસાર, યુપીએ સરકારની ડીલ અનુસાર, 126માંથી 18 એરક્રાફ્ટ જ ફ્રન્સમાં બનવાના હતા બાકીના બધા HAL દ્વારા ભારતમાં બનવાના હતા.
4/4
નવી દિલ્હીઃ રાફેલ ડીલ વિવાદનો મુદ્દો છેલ્લા કેટલાક સમયથી ભારતીય રાજનીતિમાં છવાયેલો છે. મુખ્ય વિપક્ષ કોંગ્રેસ આ ડીલને એક મોટી ગોટાળો ગણાવીને કેન્દ્રની મોદી સરકારને ઘેરી રહી છે. હવે આ મામલો દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે.