શોધખોળ કરો

Weather Forecast: હવામાન વિભાગે દેશના આ રાજ્યોમાં કરી ભારે વરસાદની આગાહી  

જાન્યુઆરી મહિનો પૂરો થયા બાદ આજથી ફેબ્રુઆરી મહિનો શરુ થઈ ગયો છે. હવામાન પરિવર્તનની દૃષ્ટિએ ફેબ્રુઆરી મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

Weather Alert: જાન્યુઆરી મહિનો પૂરો થયા બાદ આજથી ફેબ્રુઆરી મહિનો શરુ થઈ ગયો છે. હવામાન પરિવર્તનની દૃષ્ટિએ ફેબ્રુઆરી મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ મહિનામાં ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં વધારો અને ઠંડીનું સ્તર ઘટવાની પ્રક્રિયા શરૂ થાય છે. હિમવર્ષા સાથે શિયાળાની ઠંડી હજુ પણ પહાડી વિસ્તારોમાં જોવા મળી રહી છે.

રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં સવારથી ગાઢ ધુમ્મસ છવાયું છે, જેના કારણે વાહનોની ગતિ પણ ધીમી પડી ગઈ છે. તમિલનાડુ સહિત દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદ અને ગાજવીજને કારણે વાતાવરણ એકદમ ખુશનુમા બની ગયું છે. ભારતીય હવામાન વિભાગે દેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજધાની દિલ્હીમાં ફરી એકવાર હવામાનની પેટર્ન બદલાવાની છે. વધતા તાપમાન અને ગરમ પવનોને કારણે અહીં પ્રદૂષણનું સ્તર વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં ધુમ્મસની સંભાવના છે. રાજધાની દિલ્હીમાં પણ છૂટાછવાયા વરસાદની આશંકા છે. આવી સ્થિતિમાં દિલ્હીના લોકોને વરસાદ, ધુમ્મસ અને ગરમી જેવા બદલાતા હવામાન માટે તૈયાર રહેવાની સલાહ આપવામાં આવી છે.

પંજાબ અને હરિયાણામાં છૂટાછવાયા વરસાદની સંભાવના

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પંજાબ અને હરિયાણામાં છૂટાછવાયા વરસાદને કારણે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આ સાથે વરસાદનો આ સમયગાળો 48 કલાક ચાલુ રહેવાની શક્યતા છે. દિલ્હી-એનસીઆરમાં 4 ફેબ્રુઆરીથી વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ગિલગિટ બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, લદ્દાખ, જમ્મુ અને કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે. સિક્કિમ, આસામ અને નાગાલેન્ડમાં છૂટોછવાયો ભારે વરસાદ જોવા મળી શકે છે. દક્ષિણ ભારતના દક્ષિણ તમિલનાડુમાં વરસાદી મોસમ શરૂ થવાની ચેતવણી જારી કરવામાં આવી છે.

અનેક રાજ્યોમાં ગાઢ ધુમ્મસની શક્યતા

IMD અનુસાર, ઉત્તર પ્રદેશ અને બિહારમાં ગાઢ ધુમ્મસ છવાયેલો રહે તેવી શક્યતા છે. જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, ઓડિશા, સિક્કિમ, આસામ, મેઘાલય અને ગાઢ ધુમ્મસ પ્રવર્તી શકે છે. નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા, મિઝોરમમાં પણ ગાઢ ધુમ્મસની અપેક્ષા છે.  

ઠંડીનો વધુ એક રાઉન્ડ અને ગાજવી સાથે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS: 2023 હારનો બદલો લીધો, ભારત ઓસ્ટ્રેલિયાને હરાવી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં, કોહલી હીરો બન્યો

PM Modi in Vantara: PM મોદીએ વનતારા વાઇલ્ડલાઇફનું કર્યું ઉદ્ધાટન, સિંહના બચ્ચાઓને ખવડાવ્યું

IND vs AUS: વિરાટ કોહલીએ રન ચેઝ કરતાં બનાવ્યા 8 હજાર રન, આવું કરનાર વિશ્વનો બીજો બેટ્સમેન બન્યો

IND vs AUS: હાર્દિક પંડ્યાની સિક્સ પર ખુશીથી ઝૂમી ઉઠી 'ગર્લફ્રેન્ડ' જૈસ્મિન, વીડિયોએ સંબંધો પર લગાવી મોહર

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ ચરબી મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : તમારી હેસિયત શું છે?Hun To Bolish : હું તો બોલીશ : કેમ વેચો છો બાપ-દાદાની જમીન?India vs Australia Semi-Final: કાંગારુઓને કચડી ટીમ ઇન્ડિયા પહોંચી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS: 2023 હારનો બદલો લીધો, ભારત ઓસ્ટ્રેલિયાને હરાવી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં, કોહલી હીરો બન્યો
IND vs AUS: 2023 હારનો બદલો લીધો, ભારત ઓસ્ટ્રેલિયાને હરાવી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં, કોહલી હીરો બન્યો
PM Modi in Vantara: PM મોદીએ વનતારા વાઇલ્ડલાઇફનું કર્યું ઉદ્ધાટન, સિંહના બચ્ચાઓને ખવડાવ્યું
PM Modi in Vantara: PM મોદીએ વનતારા વાઇલ્ડલાઇફનું કર્યું ઉદ્ધાટન, સિંહના બચ્ચાઓને ખવડાવ્યું
IND vs AUS: વિરાટ કોહલીએ રન ચેઝ કરતાં બનાવ્યા 8 હજાર રન, આવું કરનાર વિશ્વનો બીજો બેટ્સમેન બન્યો
IND vs AUS: વિરાટ કોહલીએ રન ચેઝ કરતાં બનાવ્યા 8 હજાર રન, આવું કરનાર વિશ્વનો બીજો બેટ્સમેન બન્યો
IND vs AUS: હાર્દિક પંડ્યાની સિક્સ પર ખુશીથી ઝૂમી ઉઠી 'ગર્લફ્રેન્ડ' જૈસ્મિન, વીડિયોએ સંબંધો પર લગાવી મોહર
IND vs AUS: હાર્દિક પંડ્યાની સિક્સ પર ખુશીથી ઝૂમી ઉઠી 'ગર્લફ્રેન્ડ' જૈસ્મિન, વીડિયોએ સંબંધો પર લગાવી મોહર
ઉત્તર ભારતમાં હવામાનમાં ફેરફાર થવાની સંભાવના, જાણો લેટેસ્ટ આગાહી 

IPL 2025 માટે BCCI એ લાગુ કર્યા નવા નિયમ, ખેલાડીઓને નહીં મળે આ વાતની મંજૂરી  

સ્વામી જ્ઞાન પ્રકાશને 24 કલાકનું અલ્ટીમેટમ, વીરપુર  આવીને માફી માંગવા માંગણી, 2 દિવસ વીરપુર સજ્જડ બંધ

IND vs AUS: ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા આપ્યો 265 રનનો ટાર્ગેટ, શમીએ ઝડપી 3 વિકેટ  

Embed widget