દરમિયાન, બેન્કો અને ATMsની બહાર લાઇનોનું દૃશ્ય છેલ્લા ત્રણ સપ્તાહથી ઘણું સામાન્ય બની ગયું છે. પગારની તારીખને કારણે આગામી બે દિવસમાં ભારે ધસારાની આશંકા છે. બેન્કોના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ બેન્કર્સ અને ગ્રાહકો બંને માટે પડકારજનક રહેવાની ધારણા છે. બેન્કો બનતા તમામ પ્રયાસો કરી રહી હોવાનો દાવો કરે છે, પણ સૂત્રોના જણાવ્યા અનુસાર રિઝર્વ બેન્કે બેન્કોને રોકડનું રેશનિંગ ચાલુ રાખવાનું સૂચન કર્યું છે.
2/5
આરબીઆઈએ બેન્કમાંથી રોકડ ઉપાડવા માટેની મર્યાદા અંગે વધુ કેટલીક રાહત જાહેર કરી છે, જે અંતર્ગત બેન્કમાં નવી નોટ જમા કરાવનારા અથવા માન્ય નોટ જમા કરાવનારા લોકો બેન્કમાંથી વધુ રકમ ઉપાડી શકશે. ઘણાં લોકો ૫૦૦ અને ૧૦૦૦ની જૂની નોટ સિવાયની માન્ય નોટ જમા કરાવતા ખચકાઈ રહ્યા છે, જેને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવાયો છે.
3/5
રિઝર્વ બેન્કના મતે દૂધવાળા, છાપાવાળા અને ઘરઘાટીને પણ ડિજિટલ પેમેન્ટ શરૂ કરવાની આ સારી તક છે. કરન્સી નોટ્સની સ્થિતિ હળવી બનશે કે નહીં એ જાણવા બેન્કર્સ રિઝર્વ બેન્કના આંટા મારી રહ્યા છે. એવી પણ કેટલીક બેન્કો છે જેમને એક વખત ATMs ભરવા જેટલી રોકડ પણ નથી મળી. આવી બેન્કો જાણવા માંગે છે કે, મહિનાની શરૂઆતમાં ઘરઘાટી, દૂધવાળા અને છાપાવાળાને પેમેન્ટ કરવાનું હોવાથી વધુ રોકડ મળશે કે નહીં.
4/5
રિઝર્વ બેન્કની બેઠકમાં હાજર એક બેન્કરે જણાવ્યું હતું કે, પૂરતી રોકડ નહીં મળી હોવાથી અમે રિઝર્વ બેન્કના અધિકારીઓને મળવાનો સમય માંગ્યો હતો, પણ તેમણે આગામી સમયમાં પણ રોકડનું રેશનિંગ ચાલુ રહેવાનો સંકેત આપ્યો હતો. રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે, બેન્કિંગ સિસ્ટમને ડિપોઝિટ તેમજ ૫૦૦, ૧,૦૦૦ની જૂની નોટોમાં ૮ લાખ કરોડથી વધુ રકમ મળી છે.
5/5
નવી દિલ્હીઃ નોટબંધી બાદ પહેલો સેલેડી ડે આવી રહ્યો છે. સરકારથી લઈને મોટા ભાગના ખાનગી કર્મચારીઓને 30થી 7 તારીખની વચ્ચે સેલેરી મળે છે. માત્ર કેન્દ્ર સરકારના જ 50 લાખ કર્મચારી અને 58 લાખ પેન્શનર છે. ત્યારે બેન્કમાં જમા થતાં પગારમાંથી તમે સાપ્તાહિત 24 હજાર રૂપિયા જ ઉપાડી શકશો. તેમાં કોઈ ફેરફાર નહીં થાય. સૂત્રોએ કહ્યું છે કે બેન્કમાં પગાર જમા થાય તે કર્મચારીઓ માટે પણ નોટબંધી પછી લાગુ કરાયેલી મહત્તમ ૨૪,૦૦૦ રૂપિયાની સાપ્તાહિક ઉપાડની મર્યાદા યથાવત્ રહેશે. મતલબ કે પગાર ગમે તેટલો જમા થાય, સપ્તાહમાં ૨૪,૦૦૦ રૂપિયાથી વધુ રકમ ઉપાડી નહીં શકાય.