Health : શું આપ પણ ટાઇટ જિન્સ પહેવાનું કરો છો પસંદ? તો સાવધાન, થઇ શકે છે આ જીવલેણ બીમારી
કાશ્મીરમાં, પુરુષો અને સ્ત્રીઓ પોતાને ઠંડીથી બચાવવા માટે તેમના કપડાની અંદર સગડી રાખે છે. પરંતુ શરીરની અંદર સતત ગરમીને કારણે ત્વચા નબળી પડવા લાગે છે અને તેના કારણે ત્વચાનું કેન્સરનું જોખમ વધી જાય છે.
![Health : શું આપ પણ ટાઇટ જિન્સ પહેવાનું કરો છો પસંદ? તો સાવધાન, થઇ શકે છે આ જીવલેણ બીમારી Do you also like to wear tight jeans So be careful, skin cancer can be happen Health : શું આપ પણ ટાઇટ જિન્સ પહેવાનું કરો છો પસંદ? તો સાવધાન, થઇ શકે છે આ જીવલેણ બીમારી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/04/bbe447c204390213db7e042b7b3da7cf171221688612481_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Health : ભારતમાં મહિલાઓની પહેલી પસંદ સાડી છે. હવે વિદેશોમાં પણ સાડીની લોકપ્રિયતા વધી છે. પરંતુ જો તમે સાડી પહેરી રહ્યા છો તો સાવધાન રહો કારણ કે ખોટી રીતે સાડી પહેરવાથી કેન્સર પણ થઈ શકે છે.
ભારતમાં સાડીની ફેશન હંમેશા રહે છે. ભારતમાં આ મહિલાઓની પહેલી પસંદ છે. મહિલાઓ લગ્ન કે તીજના તહેવારોમાં સાડી પહેરવાનું પસંદ કરે છે. તે ભારતની સંસ્કૃતિને પણ દર્શાવે છે. જો કે હવે વિદેશોમાં પણ સાડીની લોકપ્રિયતા વધી છે. પરંતુ સાડી પહેરવા સંબંધી એક સર્વેએ મહિલાઓની ચિંતા વધારી દીધી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જો કોઈ વ્યક્તિ ખોટી રીતે સાડી પહેરે છે તો તે કેન્સર જેવી બીમારીનો શિકાર બની શકે છે.
સાડી સિવાય બીજા પણ ઘણા કપડા છે જે તમને કેન્સર જેવી જીવલેણ બીમારીનો શિકાર બનાવી શકે છે. તબીબી પરિભાષામાં આ રોગને સ્ક્વામસ સેલ કાર્સિનોમા તરીકે ઓળખવામાં આવે છે. આ રોગ મોટાભાગે ભારતની મહિલાઓમાં જોવા મળે છે કારણ કે અહીં મોટાભાગની સાડીઓ પહેરે છે.
મુંબઈમાં હાથ ધરાયેલા સંશોધનમાં પ્રકાશમાં આવ્યો હતો
મુંબઈની આરએન કૂપર હોસ્પિટલના ડો. વિવેક ગુપ્તા દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે કમરની આસપાસ સતત સાડી બાંધવાને કારણે મહિલાઓની ત્વચા પર નિશાન થઇ જાય છે. ઘણી વખત સ્ત્રીઓ ખૂબ જ ટાઈટ કપડા પહેરે છે જેના કારણે ત્વચા પર ફોલ્લીઓ દેખાય છે અને જ્યારે આ ઈન્ફેક્શન થાય છે ત્યારે તે કેન્સરમાં ફેરવાઈ જાય છે.
કાશ્મીરમાં વધુ સમસ્યાઓ
કાશ્મીરમાં, પુરુષો અને સ્ત્રીઓ પોતાને ઠંડીથી બચાવવા માટે તેમના કપડાની અંદર સગડી રાખે છે. પરંતુ શરીરની અંદર સતત ગરમીને કારણે ત્વચા નબળી પડવા લાગે છે અને તેના કારણે ત્વચાનું કેન્સરનું જોખમ વધી જાય છે.
આ છે લક્ષણો અને ઉપાયો
ટાઇટ કપડા સતત પહેરવાથી તે જગ્યાએ લાલ નિશાન થઇ જાય છે. તે જગ્યાએ ઘણા ફોલ્લીઓ દેખાય છે. આવી સ્થિતિમાં, પરસેવો વગેરેને કારણે ચેપ ઝડપથી ફેલાય છે. જો તમને તમારા પેટ પર આવા લાલ નિશાન દેખાય તો સાવધાન થઈ જાવ અને તો ઢીલા કપડાં પહેરો. તેમજ આ સાથે સ્કિનને સ્વચ્છ રાખવા પર પણ ધ્યાન આપો.
ટાઈટ જીન્સ પણ રોગનું કારણ બની શકે છે
ટાઇટ ચુસ્ત જીન્સ પહેરવું સ્ત્રી અને પુરૂષ બંને માટે જોખમી બની શકે છે. ટાઈટ જીન્સ પહેરવાથી સ્કિન કેન્સરનું જોખમ વધી જાય છે. ટાઇટ કપડાને પહેરવાનું ટાળવું જોઇએ, તેના બદલે કમ્ફર્ટ કપડા જ પહેરા જોઇએ.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)