શોધખોળ કરો

Swimming Pool Water: જો ઉનાળામાં તમે પણ સ્વિમિંગ પુલમાં ન્હાતા હોય તો ચેતીજજો, જાણો પાણીમાં રહેલું ક્લોરીન કેટલું છે ખતરનાક

Swimming Pool Water: સ્વિમિંગ પૂલના પાણીમાં ન્હાવાથી અનેક પ્રકારના ઈન્ફેક્શન થઈ શકે છે. આનાથી ઘણી બીમારીઓ પણ થઈ શકે છે, તેથી જાહેર સ્વિમિંગ પુલમાં ન્હાવાનું ટાળવું જોઈએ. આનાથી તમે ઘણી આડઅસરોથી બચી શકો છો.

Swimming Pool Bath:  કાળઝાળ ગરમીમાં સ્વિમિંગ પૂલમાં ન્હાવાનો પોતાનો જ આનંદ છે. તેને સારી કસરત પણ માનવામાં આવે છે પરંતુ તેની ઘણી આડઅસર (Swimming Pool Bath Side Effects)  પણ છે. શરીરને અનેક નુકસાન પણ સહન કરવું પડી શકે છે. ખરેખર, સ્વિમિંગ પૂલના પાણીમાં ક્લોરિન ભળે છે, જે પાણીને સાફ કરવા માટે ઉમેરવામાં આવે છે. વધુ પડતી માત્રા ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

જેના કારણે સ્કિન ઈન્ફેક્શન, ટેનિંગ અને સનબર્ન જેવી સમસ્યાઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં, જો તમે પણ સ્વિમિંગ પૂલનો ભરપૂર આનંદ માણવા જઈ રહ્યા છો, તો અહીં જાણો કે પાણીમાં ક્લોરિન રાખવાથી શું નુકસાન થઈ શકે છે અને કેટલા દિવસ સુધી સતત ન્હાવાથી સમસ્યા વધી શકે છે.

સ્વિમિંગ પૂલના પાણીમાં ક્લોરિનથી શું નુકસાન થાય છે?

1. ક્લોરિન વાળા પાણીમાં રહેવાથી ત્વચા પર ફોલ્લીઓ થઈ શકે છે.
2. ત્વચા લાલ થઈ શકે છે.
3. ત્વચા પર ખંજવાળ આવી શકે છે, જે ખરજવું બની શકે છે.
4. એક અમેરિકન સંશોધન અનુસાર, સ્વિમિંગ પુલ અને વોટર પાર્કમાં ક્રિપ્ટોસ્પોરીડિયમની હાજરી રોગમાં વધારો કરી શકે છે.
5. અમેરિકન સંશોધન મુજબ, ક્રિપ્ટો પરોપજીવી આંતરડા અને શ્વસનતંત્રને પણ અસર કરી શકે છે.
6. ન્હાતી વખતે સ્વિમિંગ પૂલનું ગંદુ પાણી પીવાથી ઝાડા થઈ શકે છે.
7. સ્વિમિંગ પૂલનું ગંદુ પાણી ઇ-કોલાઈ અને હેપેટાઇટિસ Aનું જોખમ પેદા કરી શકે છે.
8. સ્વિમિંગ પુલમાં લાંબા સમય સુધી ન્હાવાથી ફંગલ ઈન્ફેક્શન થઈ શકે છે. અંડરઆર્મ્સ, જાંઘ, સ્તનોની નીચે અથવા આંગળીઓ અને અંગૂઠામાં સમસ્યા હોઈ શકે છે.

સતત કેટલા દિવસ સ્વિમિંગ પુલમાં ન્હાવાથી તકલીફ થાય છે?

નિષ્ણાતોના મતે, જો સ્વિમિંગ પાણીમાં ક્લોરિન યોગ્ય માત્રામાં હોય તો તેનાથી વધુ નુકસાન થતું નથી, સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના જણાવ્યા અનુસાર, જો સ્વિમિંગ પૂલમાં ક્લોરિન અને પીએચ લેવલ બરાબર ન હોય તો ન્હાવાવાળાઓ બીમાર બની શકે છે.  પાણીમાં જીવાણુઓને મારવા માટે, pH સ્તર 7.2, 7.6 અને 7.8 હોવું જોઈએ. તેનાથી શરીરને કોઈ નુકસાન થતું નથી. ક્લોરીનની યોગ્ય માત્રા થોડીવારમાં ઇ-કોલાઈ જેવા બેક્ટેરિયાને મારી નાખે છે. હેપેટાઇટિસ A વાયરસ 16 મિનિટમાં, ગિયાર્ડિયા 45 મિનિટમાં અને ક્રિપ્ટોસ્પોરીડિયમ જેવા જંતુઓ 10 દિવસમાં ખતમ થઈ જાય છે.

સ્વિમિંગ પુલમાં ન્હાતી વખતે શું સાવચેતી રાખવી જોઈએ?

1. સનસ્ક્રીન લગાવો અને સ્વિમિંગ પૂલના પાણીમાં પ્રવેશ કરો, આ ત્વચાને સુરક્ષિત કરે છે.
2. સ્વિમિંગ પૂલમાં સ્નાન કરતા પહેલા ત્વચાના કોષોને હાઇડ્રેટેડ રાખવા જરૂરી છે.
3. જો તમે લાંબા સમય સુધી ક્લોરિનવાળા પાણીમાં રહો છો, તો બહાર આવ્યા પછી નવશેકા પાણીથી સ્નાન કરો.
4. જો તમે રોજ સ્વિમિંગ કરતા હોવ તો અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વાર ડીપ બોડી મસાજ કરો.
5. ત્વચા શુષ્ક ન બને અને તેનું પીએચ લેવલ જળવાઈ રહે તેની ખાતરી કરવા માટે વિટામિન સી યુક્ત ખોરાક ખાઓ.
6. ત્વચાની ભેજને ફરીથી પૂર્ણ કરવા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવો.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની દિવાળી ભેટ: ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો, 9.51 લાખ કર્મચારી-પેન્શનર્સને થશે ફાયદો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની દિવાળી ભેટ: ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો, 9.51 લાખ કર્મચારી-પેન્શનર્સને થશે ફાયદો
હિમાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના,  લેન્ડસ્લાઈડ દરમિયાન બસ પર કાટમાળ પડતા 8ના મોત 
હિમાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના, લેન્ડસ્લાઈડ દરમિયાન બસ પર કાટમાળ પડતા 8ના મોત 
રોજ 45 રુપિયાની બચતથી બનશે 25 લાખનું ફંડ, શાનદાર છે LIC ની આ પોલિસી, જાણો
રોજ 45 રુપિયાની બચતથી બનશે 25 લાખનું ફંડ, શાનદાર છે LIC ની આ પોલિસી, જાણો
રેલવે આપશે મોટી ખુશખબરી! કન્ફર્મ ટિકિટની બદલી શકાશે તારીખ, નહીં આપવો પડે કોઈ ચાર્જ
રેલવે આપશે મોટી ખુશખબરી! કન્ફર્મ ટિકિટની બદલી શકાશે તારીખ, નહીં આપવો પડે કોઈ ચાર્જ
Advertisement

વિડિઓઝ

Cyclone Shakhti Update: શક્તિ વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર, હવામાન વિભાગે  શું કરી આગાહી?
Kheda news : ખેડા-પંચમહાલને જોડતો મહિસાગર બ્રિજ શરૂ કરવાની માગ સાથે આંદોલન
Surendranagar Accident News : સુરેન્દ્રનગર-માલવણ હાઈવે પર ડમ્પર-કાર વચ્ચે અકસ્માતમાં ચારના મોત
Gandhinagar News: કેબિનેટની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય, રાજ્યના નવા 17 તાલુકાના કેટલાક ગામોમાં કરાયો ફેરફાર
Jagdish Thakor: કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરે સક્રિય રાજનીતિથી સન્યાસના આપ્યા સંકેત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની દિવાળી ભેટ: ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો, 9.51 લાખ કર્મચારી-પેન્શનર્સને થશે ફાયદો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની દિવાળી ભેટ: ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો, 9.51 લાખ કર્મચારી-પેન્શનર્સને થશે ફાયદો
હિમાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના,  લેન્ડસ્લાઈડ દરમિયાન બસ પર કાટમાળ પડતા 8ના મોત 
હિમાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના, લેન્ડસ્લાઈડ દરમિયાન બસ પર કાટમાળ પડતા 8ના મોત 
રોજ 45 રુપિયાની બચતથી બનશે 25 લાખનું ફંડ, શાનદાર છે LIC ની આ પોલિસી, જાણો
રોજ 45 રુપિયાની બચતથી બનશે 25 લાખનું ફંડ, શાનદાર છે LIC ની આ પોલિસી, જાણો
રેલવે આપશે મોટી ખુશખબરી! કન્ફર્મ ટિકિટની બદલી શકાશે તારીખ, નહીં આપવો પડે કોઈ ચાર્જ
રેલવે આપશે મોટી ખુશખબરી! કન્ફર્મ ટિકિટની બદલી શકાશે તારીખ, નહીં આપવો પડે કોઈ ચાર્જ
વર્લ્ડ બેંકનો ભારત પર વધ્યો ભરોસો, FY2026 માટે GDP ગ્રોથ રેટમાં કર્યો વધારો
વર્લ્ડ બેંકનો ભારત પર વધ્યો ભરોસો, FY2026 માટે GDP ગ્રોથ રેટમાં કર્યો વધારો
સુરેન્દ્રનગરમાં ગોઝારો અકસ્માતઃ માલવણ-પાટડી હાઈવે પર કાર અને ડમ્પરની ટક્કરમાં 4 મહિલાઓના કરૂણ મોત
સુરેન્દ્રનગરમાં ગોઝારો અકસ્માતઃ માલવણ-પાટડી હાઈવે પર કાર અને ડમ્પરની ટક્કરમાં 4 મહિલાઓના કરૂણ મોત
ગુજરાત સરકારનો મોટો વહીવટી નિર્ણય: 17 નવા તાલુકાના ગામોમાં ફેરબદલ, માંડવી, સંતરામપુર અને ફાગવેલમાં કરાયા સુધારા
ગુજરાત સરકારનો મોટો વહીવટી નિર્ણય: 17 નવા તાલુકાના ગામોમાં ફેરબદલ, માંડવી, સંતરામપુર અને ફાગવેલમાં કરાયા સુધારા
કેંદ્રીય કેબિનેટનો સૌથી મોટો નિર્ણય,  24,634 કરોડના 4 નવા રેલવે પ્રોજેક્ટને આપી મંજૂરી 
કેંદ્રીય કેબિનેટનો સૌથી મોટો નિર્ણય,  24,634 કરોડના 4 નવા રેલવે પ્રોજેક્ટને આપી મંજૂરી 
Embed widget